________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૩૭
ત્યાં=ભાવાજ્ઞા અને દ્રવ્યાજ્ઞામાં, ભાવાજ્ઞા મોક્ષ પ્રત્યે કારણપણાથી અનુમોદનીય છે. વળી દ્રવ્યાજ્ઞા કારણના કારણપણાથી અનુમોદનીય છે, એથી કોઈ દોષ નથી. તે આ=મોક્ષના કારણના કારણપણાથી દિવ્યાશા અનુમોદનીય છે તે આ, વ્યક્તરૂપે જ આરાધના પતાકામાં કહેવાયું છે –
“દુષ્કૃત ગહના અગ્નિથી બળાયેલા કર્મરૂપી ઇંધનવાળો, તીવ્ર શુદ્ધ પુલકિત શરીરવાળોતીવ્ર શુદ્ધ ભાવોને કારણે રોમાંચિત થયેલા શરીરવાળો, પુરુષ વળી સુકૃત અનુમોદનાને કરે છે. | જિનેન્દ્રોના બોધ થયેલા ૩૪ અતિશયથી અભિવ્યક્ત થતાં આઠ મહાપ્રાતિહાર્ય, ધર્મકથા, તીર્થપ્રવર્તવાદિની હું અનુમોદના કરું છું. અનંત સર્વ સિદ્ધોના સિદ્ધત્વની, શ્રેષ્ઠ દર્શન-જ્ઞાન-સુખ-વીર્ય આદિની, ૩૧ સિદ્ધગુણોની હું અનુમોદના કરું છું. II સૂરિના દેશ, કુલાદિ ૩૬ ગુણોની પાંચ પ્રકારના આચારની અને શિષ્યોમાં અર્થભાષણ વગેરેની હું અનુમોદના કરું છું. I ઉપાધ્યાયના અંગ-ઉપાંગના, પ્રકીર્ણક શ્રત, છેદ, મૂલ ગ્રંથોના અધ્યાપનાદિ સર્વની હું અનુમોદના કરું છું. II સાધુ-સાધ્વીના સમિતિ, ગુપ્તિ, મહાવ્રત, સંયમ, યતિધર્મ, ગુરુકુલનિવાસ, ઉઘત વિહાર વગેરેની હું અનુમોદના કરું છું. I શ્રાવક-શ્રાવિકાના સામાયિક, પૌષધ, અણુવ્રત, જિનેશ્વરની વિધિપૂર્વક પૂજા, ૧૧ પ્રતિમાદિની હું અનુમોદના કરું છું. દેવોના જિનજન્માદિમાં અને મહર્ષિના પારણામાં ઉત્સવનું કરણ અને જિનશાસનમાં ભક્તિ વગેરેની હું અનુમોદના કરું છું. I તિર્યંચોના દેશવિરતિપર્યંતના આરાધનની હું અનુમોદના કરું છું અને નારકીના પણ સમ્યગ્દર્શનના લાભની હું અનુમોદના કરું છું. | શેષ જીવોનું દાનરુચિપણું, સ્વભાવવિનીતપણું, પ્રતનુકષાયપણું, પરોપકારીપણું, ભવ્યત્વ, ધર્મપ્રાપ્તિને યોગ્યપણું, દાક્ષિણ્ય, દયાળુપણું, પ્રિયભાષિતાદિ વિવિધ ગુણનો સમૂહ જે શિવમાર્ગનું કારણ છે, તે સર્વ મને અનુમત છે. ” પંચસૂત્રમાં પણ કહેવાયું છે –
સર્વ અરિહંતોના અનુષ્ઠાનની, સર્વ સિદ્ધોના સિદ્ધભાવની, સર્વ આચાર્યના આચારની, સર્વ ઉપાધ્યાયના સૂત્રપ્રદાનની, સર્વ સાધુઓની સાધુક્રિયાની, સર્વ શ્રાવકોના મોક્ષસાધન યોગોની, થવાની ઇચ્છાવાળા=સંસારથી પાર થવાની ઇચ્છાવાળા, કલ્યાણના આશયવાળા સર્વ દેવોના અને સર્વ જીવોના માર્ગસાધન યોગોની હું અનુમોદના કરું છું. મારી આ અનુમોદના થાઓ.”
આની વૃત્તિ પંચસૂત્રની વૃત્તિ, યથાથી બતાવે છે – “હું અનુમોદના કરું છું એ પ્રમાણે પ્રારંભ છે. કોની અનુમોદના કરું છું ? તે કહે છે –
સર્વ અરિહંતોના ધર્મકથાદિ અનુષ્ઠાનની, સર્વ સિદ્ધોના અવ્યાબાધઆદિરૂપ સિદ્ધભાવની, એ રીતે સર્વ આચાર્યોના જ્ઞાનાચાર લક્ષણ આચારની, એ રીતે સર્વ ઉપાધ્યાયોના સદ્વિધિવાળા સૂત્રપ્રદાનની, એ રીતે સર્વસાધુઓના સસ્વાધ્યાયાદિરૂપ સાધુક્રિયાની, એ રીતે સર્વ શ્રાવકોના વૈયાવત્યાદિ મોક્ષસાધક યોગોની, એ રીતે સર્વ ઈન્દ્રાદિ દેવોના, સામાન્યથી જ મુક્ત થવાની કામનાવાળા, આસણભવ્ય કલ્યાણાશયવાળા એવા સર્વજીવોની.
એ લોકોની શેની અનુમોદના કરું છું? તેથી કહે છે –