SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ ધર્મપરીક્ષા ભાગ-૨/ ગાથા-પ૧ ત્યાં=શ્રુતવ્યવહારની શુદ્ધિ માટે કેવલી દ્વારા ગ્રહણ કરાયેલા અષણીય આહારમાં, ‘આ સાવધ છે એ પ્રકારના કથનનો અભાવ હોવાથી વચનનો વિરોધ નથી કેવલીને અપવાદ નથી એ પ્રકારના વચનનો વિરોધ નથી, અને જો તે અષણીય કોઈક રીતે ક્યારેક પણ કેવલી દ્વારા વપરાયું છે એ પ્રમાણે છઘસ્થ જ્ઞાનનો વિષય થાય તો કેવલી વાપરતા નથી જ-અષણીય વાપરતા નથી જ, કેમ કે કેવલીની અપેક્ષાએ શ્રુતવ્યવહારની શુદ્ધિનો જ અભાવ છે. અહીં પ્રશ્ન થાય કે શ્રુતવ્યવહારના ઉપયોગથી લાવેલો શુદ્ધ આહાર કોઈકના દ્વારા “આ અશુદ્ધ છે” એવું જ્ઞાત થાય એટલામાત્રથી શ્રુતવ્યવહારથી લાવેલા શુદ્ધ આહારમાં કેવલીની અપેક્ષાએ શ્રુતવ્યવહારથી અશુદ્ધ છે એમ કેમ કહી શકાય ? તેમાં હેતુ કહે છે – અશુદ્ધ એ પ્રમાણે જાણીને પણ કેવલી વડે વપરાયું એ પ્રકારે છપ્રસ્થથી જ્ઞાતપણું છે. આથી જ રક્ત અતિસારના ઉપશમન માટે રેતીથી કરાયેલ કૂષ્માંડનો પાક ભગવાન શ્રી મહાવીર દ્વારા નિષેધ કરાયો; કેમ કે કદાચિત્ સાધુ દ્વારા શ્રુતવ્યવહારની શુદ્ધિથી લવાયેલો પણ કૂષ્માંડનો પાક રેવતી તો જાણે જ છે જે “ભગવાન મહાવીરે જાણીને જ ખાધું છે” એથી છ સ્થજ્ઞાનના વિષયપણાથી શ્રત વ્યવહારનો ભંગ જ છે. કેવલીના અભિપ્રાયનો અભાવ હોવાથી=મારે જીવ હણવા છે' એ પ્રકારના અભિપ્રાયનો અભાવ હોવાથી, જીવઘાતાદિ હોવા છતાં પણ કેવલીને દોષ નથી, એ પ્રકારની પરની આશંકા પણ આના દ્વારા પરાસ્ત થઈ; કેમ કે રેવતીકૃત કૂષ્માંડના પરિત્યાગની અનુપપત્તિનો પ્રસંગ છે. વળી, સ્વતંત્રક્રિયાવાળા જ્ઞાનપૂર્વક પ્રવૃત્તિમાં અભિપ્રાયનો અભાવ=કેવલીને જીવો મરે છે તેમાં અભિપ્રાયનો અભાવ, કહેવા માટે કોણ સમર્થ છે? અર્થાત્ અવશ્ય જીવઘાતનો અભિપ્રાય છે, એમ માનવું પડે. ટીકા : न च-श्रुतव्यवहारशुद्धमनेषणीयं भुञ्जानः केवली सावधप्रतिषेविता भविष्यति-इति शङ्कनीयं, सर्वेषामपि व्यवहाराणां जिनाज्ञारूपत्वेन श्रुतव्यवहारस्य सावद्यत्वाभावात् तच्छुद्ध्यानीतस्य निरवद्यत्वाद् । अयं भावः-यथाऽप्रमत्तसंयतो जीववधेऽप्यवधकः, 'अवहगो सो उ' (गा० ७५०) त्ति ओघनियुक्तिवचनात्, अनाभोगे सत्यप्यप्रमत्ततायास्तथामाहात्म्यात्, यथा चोपशान्तमोहवीतरागो मोहसत्तामात्रहेतुके सत्यपि जीवघाते केवलिवद्वीतरागो नोत्सूत्रचारी च, मोहनीयानुदयस्य तथामाहात्म्यात्, तथा श्रुतव्यवहारशुद्धेर्माहात्म्यादनेषणीयमपीतरैषणीयवदेषणीयमेव, इति कुतः सावधप्रतिषेवित्वगन्धोऽपीति चेत्? तदिदमखिलं गूढशब्दमात्रेणैव मुग्धप्रतारणम्, यतो यदि भगवत्स्वीकृतद्रव्यपरिग्रहानेषणीयाहारयोः स्वरूपतः सावद्यत्वेऽपि श्रुतव्यवहारशुद्धस्योपादेयत्वधिया दोषानावहत्वं तदापवादस्थानीयत्वमेव तयोः प्राप्तं, औपाधिकशुद्धताशालित्वात् ।
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy