________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૬, ૪૭
૧૭૫
વળી, ઉપદેશપદની ગાથા-૭૩૦માં કહ્યું કે “જે કારણથી સર્વવિરતિ લક્ષણરૂપ પાપાકરણનિયમ પ્રધાનતર આશયભેદ છે'. તેથી એ પ્રાપ્ત થાય કે શ્રાવકના પાપઅકરણનિયમ કરતાં સાધુના પાપઅકરણનિયમનો પરિણામ અતિ પ્રશસ્ત એવો આશયવિશેષ છે. આ પરિણામવિશેષ જ પાપનો અકરણનિયમ છે. આથી જ ક્ષપકશ્રેણીમાં આ પાપનો અકરણનિયમ સર્વથા જાણવો અર્થાત્ ક્ષપકશ્રેણીમાં ચડેલા મહાત્મા પાપના પરિણામરૂપ કષાયોનો અત્યંત ઉચ્છેદ કરવા પ્રયત્ન કરે છે. તેથી જે જે કષાયોના જે જે અંશથી ઉચ્છેદો થાય છે તે તે અંશથી તે તે ઉચ્છેદો કાયમ માટે તે કષાયની અપ્રાપ્તિનું કારણ બને છે. માટે ક્ષપકશ્રેણીમાં પાપનો અકરણનિયમ સર્વ અંશથી છે.
વળી ઉપદેશપદની ગાથા-૭૩૧માં કહ્યું કે આથી જ વીતરાગ કોઈ ગહણીય પ્રવૃત્તિ કરતા નથી. એથી તેમને તદ્ તદ્ ગતિના ક્ષપણાદિ વિકલ્પવાળો આ અકરણનિયમ છે. તેથી એ પ્રાપ્ત થાય કે ગહણીય એવા કષાયના ઉદયથી જ તે તે ગતિની પ્રાપ્તિ થાય છે અને વીતરાગ ગહણીય એવા કષાયોને સર્વથા કરતા નથી, તેથી નવા જન્મની પ્રાપ્તિ રૂપ ગતિઓના વિચ્છેદન કરનારો તેમનો અકરણનિયમ છે. Iકા અવતરણિકા -
नन्वेवं वीतरागपदेनोपशान्तमोहोऽपि (उपदेशपद)वृत्तिकृता कथं न गृहीतः ? तस्याप्यप्रतिषेवित्वाद् इत्याशङ्कायामाह - અવતરણિકાર્ય :
આ રીતે-ગાથા-૪૬માં સ્થાપન કર્યું કે વીતરાગને પાપનો અકરણનિયમ પૂર્ણ સ્વરૂપે હોય છે એ રીતે, વીતરાગપરથી ઉપશાંતમોહવાળા પણ ઉપદેશપદના વૃત્તિકાર વડે કેમ ગ્રહણ કરાયા નથી ? ઉપદેશપદની ગાથા-૭૩૧માં વીતરાગપરથી ક્ષીણમોદાદિ ગુણસ્થાનકવાળા વીતરાગને ગ્રહણ કરેલ છે પરંતુ ઉપરાંત મોહવાળા પણ વીતરાગને ઉપદેશપદના વૃત્તિકાર વડે કેમ ગ્રહણ કરાયા નથી ? તેમનું પણ અપ્રતિસેવીપણું છેaઉપશાંતવીતરાગનું પણ પાપનું અપ્રતિસવીપણું છે, એ પ્રકારની આશંકામાં કહે છે –
ગાથા :
परिणिट्ठियवयणमिणं जं एसो होइ खीणमोहंमि । उवसमसेढीए पुण एसो परिणिढिओ ण हवे ।।४७।।
છાયા :
परिनिष्ठितवचनमिदं यदेषो भवति क्षीणमोहे । उपशमश्रेण्यां पुनरेष परिनिष्ठितो न भवेत् ।।४७।।