________________
૧૬૭
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૫
કેમ ઉસૂત્રપ્રવૃત્તિની સાથે ઈર્યાપથિકીક્રિયા સતાવસ્થાન નથી ? તેમાં પૂર્વપક્ષી આગમનો પાઠ બતાવે છે –
ભગવતીસૂત્રના પાઠમાં કહ્યું છે કે જે મહાત્માના ક્રોધ-માન-માયા-લોભ વિચ્છેદ પામ્યા છે તેઓને ઈર્યાપથિકીક્રિયા હોય છે, જેઓ ઉત્સુત્રને કરતા હોય છે તેઓને સાંપરાયિકક્રિયા હોય છે અને સાંપરાયિકક્રિયા ઉત્સુત્રરૂપ જ છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે કષાયના ઉદયપૂર્વકની ક્રિયા કર્મબંધનું કારણ હોવાથી ઉત્સુત્રરૂપ છે અને કષાયના અભાવકાલીન જે ક્રિયા કરાય છે તે ક્રિયા ઈર્યાપથિકીક્રિયા છે. અને તેનાથી કર્મબંધ થતો નથી. માટે ઉસૂત્રપ્રવૃત્તિ નથી.
આ રીતે આગમનો પાઠ આપી પૂર્વપક્ષી પોતાના કથનને સ્પષ્ટ કરતાં કહે છે –
ક્યારેક અનાભોગથી ગહણીય એવા જીવઘાતાદિ થતા હોય તો તે જીવઘાતાદિ શાસ્ત્રસંમત નહીં હોવાથી ઉસૂત્રપ્રવૃત્તિરૂપ હોવા છતાં જેઓને ભાવથી ઈર્યાપથિકીક્રિયા છે, તેનાથી ઉસૂત્રપ્રવૃત્તિ પ્રતિબંધિત થાય છે અને યથાખ્યાતચારિત્રની પ્રતિબંધક મોહનીયના ઉદયજન્ય સાંપરાયિકક્રિયા છે. એથી એ પ્રમાણે સમ્યફ પર્યાલોચન કરાય છતે ઉપશાંતવીતરાગને ઉસૂત્રપ્રવૃત્તિ નથી અને યથાખ્યાતચારિત્રની હાનિ પણ નથી; કેમ કે કષાયો ઉપશાંત છે. તેથી તેઓના યોગથી થતી જીવઘાતની પ્રવૃત્તિ ઉસૂત્રરૂપ બનતી નથી અને ચિત્તમાં કષાયોનો સંસર્ગ નથી માટે યથાખ્યાતચારિત્રની હાનિ નથી.
આ પ્રકારના પૂર્વપક્ષીના કથનનું નિરાકરણ કરવા ગ્રંથકારશ્રી કહે છે –
જો દ્રવ્યવધ ગહણીય હોય અને પ્રતિષિદ્ધના પ્રતિસેવનરૂપ હોય તો ઉપશાંતમોહવાળાને પણ યથાખ્યાતચારિત્રનો અને નિગ્રંથપણાના વિલોપનો પ્રસંગ વારી શકાય તેમ નથી; કેમ કે ભગવતીમાં કહેવું છે કે પરિહારવિશુદ્ધચારિત્રવાળા, યથાખ્યાતચારિત્રવાળા, કષાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતક આ પાંચને પ્રતિસેવના નથી, પરંતુ અપ્રતિસેવના છે. માટે પૂર્વપક્ષી કહે છે તેમ દ્રવ્યથી જીવોનો વધ ગહણીય હોય અને પ્રતિષિદ્ધના પ્રતિસેવનરૂપ હોય તો ઉપશાંતમોહવાળા જીવોને યથાખ્યાતચારિત્રનો પણ સંભવ નથી અને ઉપરના નિગ્રંથચારિત્રનો પણ સંભવ નથી; કેમ કે ઉપરના ત્રણ ચારિત્રવાળા નિગ્રંથને ક્યારેય પ્રતિષિદ્ધના પ્રતિસેવનની પ્રવૃત્તિ નથી. માટે ઉપશાંતકષાયવાળાથી થતી અશક્યપરિહારરૂપ હિંસા ગહણીય નથી અને પ્રતિષિદ્ધના પ્રતિસેવનરૂપ નથી તેમ પૂર્વપક્ષીએ સ્વીકારવું જોઈએ. વળી, જેમ ઉપશાંતમોહવાળા મહાત્માના યોગથી અશક્યપરિહારરૂપ હિંસા થાય છે તેમ કેવલીના યોગથી પણ અશક્યપરિહારરૂપ હિંસા થાય છે તેમ સ્વીકારવું જોઈએ.
અહીં પૂર્વપક્ષી કહે છે પ્રતિસેવક શબ્દનો અર્થ એ છે કે પ્રતિ એટલે સંયમને પ્રતિકૂળ એવા સંજવલનકષાયનો ઉદય, અને સેવક એટલે તેનાથી જે આચરણ થાય તેનું સેવન કરનાર; આવો સાધુ પ્રતિસેવક કહેવાય, એ પ્રકારે પ્રતિસેવનાદ્વારમાં વ્યાખ્યાન કરાયું છે. તેથી અવિશેષથી પ્રતિસેવના યથાખ્યાતચારિત્રની વિરોધી છે