________________
૧૫૬
ટીકાર્ય :
यत्तु વિમ્ ।। જે વળી પરનો મત છે તે અસત્ છે એમ અન્વય છે.
અને તે પરનો મત જ ગ્રંથકારશ્રી બતાવે છે
......
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૪
=
વર્જનાભિપ્રાય હોતે છતે અનાભોગના વશથી થનારો જીવઘાત દ્રવ્યહિંસાત્મક કર્મબંધનો હેતુ નથી વર્જનાભિપ્રાયનું કારણ વળી “જીવઘાતમાં નિયમથી દુર્ગતિનો હેતુ કર્મબંધ થાય છે” એ અભિપ્રાય જ છે. અન્યથા સુગતિઓના હેતુ એવા જ્ઞાનાદિમાં પણ વર્જનાભિપ્રાય પ્રાપ્ત થાય. વળી કેવલીને વર્જનનો અભિપ્રાય નથી જ; કેમ કે સર્વકાલ સામાયિકકૃત શાતાવેદનીય કર્મબંધકપણું હોવાને કારણે દુર્ગતિના કર્મબંધના અભાવનું નિર્ણીતપણું છે=કેવલીને નિર્ણય છે, તે કારણથી જીવઘાત અને તદ્ભનિત કર્મબંધનો અભાવ એ ઉભય પણ અનાભોગવાળા સંયત લોકને પ્રાપ્ત કરીને જ સિદ્ધ થાય છે એ પ્રકારનો જે પરનો મત છે તે અસત્ છે; કેમ કે ભગવાનના વર્જનાભિપ્રાયનું પ્રજ્ઞાપનાવૃત્તિમાં જ ઉક્તિપણું છે.
અહીં પ્રશ્ન થાય કે કેવલીને જીવહિંસામૃત કર્મબંધનો અભાવ હોવા છતાં જીવહિંસાના વર્જનાનો અભિપ્રાય કેમ છે ? તેથી બીજો હેતુ કહે છે
સ્વકીય દુર્ગતિના હેતુ એવા કર્મબંધના હેતુત્વ અભાવનું જ્ઞાન હોવા છતાં પણ સ્વરૂપથી વર્જનીય એવી હિંસામાં વર્જનાના અભિપ્રાયનું કેવલી ભગવંતને ઉચિત પ્રવૃત્તિ પ્રધાન સામાયિકના ફળના મહિમાથી જ સંભવ છે. અન્યથા ભગવાનને અનેષણીયના પરિહારનો અભિપ્રાય પણ ન થાય; કેમ
અનેષણીયનું સ્વઅપેક્ષાથી ક્લિષ્ટકર્મબંધના અહેતુત્વનો નિશ્ચય છે. અને તે રીતે=અનેષણીય આહાર ગ્રહણ કરવા છતાં કેવલીને ક્લિષ્ટ કર્મબંધ થતો નહીં હોવાને કારણે વર્જનાભિપ્રાય કેવલીને નથી તેમ સ્વીકારવામાં આવે તે રીતે, “ત્યાં ગાથાપતિ એવી રેવતી વડે મારા માટે બે કૂષ્માંડફળ ઉપસ્કૃત કરાયાં છે તેનાથી મને પ્રયોજન નથી.” (પ્રજ્ઞપ્તિસૂત્ર શતક-૧૫) એ પ્રમાણે અનેષણીયના પરિહારના અભિપ્રાયનું અભિવ્યંજક પ્રજ્ઞપ્તિસૂત્રનું હનન થાય છે. તે કારણથી યથોચિત કેવલીના વ્યવહાર અનુસારની વર્જનાદિનો અભિપ્રાય કેવલીને સંભવે જ છે. વળી, પ્રયત્નનું સાફલ્ય શક્યવિષયની અપેક્ષાએ છે, પરંતુ ઇતર અપેક્ષાએ નથી=અશક્યવિષયની અપેક્ષાએ નથી, એ પ્રમાણે માનવું જોઈએ.
આના દ્વારા=પૂર્વમાં કહ્યું કે કેવલીને વર્જનનો અભિપ્રાય હોય છે અને તેઓનો વર્જનનો પ્રયત્ન શક્યવિષયની અપેક્ષાએ સફ્ળ છે અશક્ય જીવહિંસાના પરિહાર સ્થાનમાં તેઓનો વર્જનનો પ્રયત્ન સફળ નથી એના દ્વારા, આગળમાં કહેવાય છે એ પૂર્વપક્ષીની કલ્પના પણ અપાસ્ત છે, એમ અન્વય છે.
પૂર્વપક્ષીની કલ્પના આ પ્રમાણે છે