________________
૧૫૩
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૪
કેવલીના સમુદ્દઘાત પછી યોગનિરોધ વચ્ચેના વ્યાપારને બતાવનાર વચનોના અર્થને સ્પષ્ટ કરતાં ટીકાકારશ્રી ઉલ્લંઘન-પ્રલંઘન શબ્દનો અર્થ કરે છે –
કેવલી કોઈક સ્થાને જતા હોય કે આવતા હોય ત્યારે વિવક્ષિત સ્થાનમાં તેવા પ્રકારના જીવોથી યુક્ત ભૂમિને જોઈને કેવલી પણ જીવહિંસાના પરિહાર માટે ઉલ્લંઘન-પ્રલંઘન પણ કરે છે.
તેથી નક્કી થાય છે કે કેવલી જીવરક્ષાના ઉપાયરૂપે ઉલ્લંઘન-પ્રલંઘન કરે છે માટે પૂર્વપક્ષી કહે છે તે રીતે કેવલીના યોગો જીવરક્ષાથી યુક્ત જ હોય છે જેથી કેવલીના યોગોથી હિંસા થઈ શકે નહીં એ વચન ઉચિત નથી. વળી તે જીવરક્ષાનો પ્રયત્ન નિગ્રંથથી જ્ઞાત જ હોય છે. એથી નિગ્રંથની અશક્યપરિહારવાળી જીવહિંસામાં તેની રક્ષાનો વિઘટક અનાભોગ નથી=અજ્ઞાન નથી, પરંતુ અશક્તિ જ છે અર્થાત્ જે સ્થાનમાં નિગ્રંથને જીવો દેખાય છે અને તેના રક્ષણ માટે ઉલ્લંઘન-પ્રલંઘન કરે છે ત્યારે જીવરક્ષાનો ઉપાય તે મહાત્મા જાણે જ છે એથી જ જીવરક્ષા માટે ઉચિત યત્ન કરે છે; છતાં અશક્યપરિહારવાળી જીવહિંસા તે નિગ્રંથથી થાય છે ત્યાં નિગ્રંથનો અનાભોગ નથી પરંતુ જીવરક્ષા માટેની શક્તિ નથી. આવી શક્તિનો અભાવ નિગ્રંથને અને કેવલીને પોતાના સ્થાનઔચિત્યથી અવિરુદ્ધ જ છે અર્થાતુ છદ્મસ્થને પોતાની ભૂમિકાનુસાર જીવરક્ષાની શક્તિનો અભાવ હોય છે તેથી જીવરક્ષાના ઉપાયને જાણવા છતાં પોતાના યોગથી જીવોનું રક્ષણ કરી શકતા નથી તેમ કેવલી પણ પોતાના શરીરાદિની શક્તિ અનુસાર જીવરક્ષા માટે ઉચિત યત્ન કરે છે છતાં જે સ્થાનમાં તેમની તે પ્રકારની જીવરક્ષાની શક્તિ નથી તેના કારણે જ અશક્યપરિહારરૂપ જીવહિંસા તેમના યોગોથી થાય છે તેમ માનવું જોઈએ.
અહીં પૂર્વપક્ષી કહે કે કેવલીના યોગો તેવા પ્રકારની રક્ષાના ઉપાયવાળા જ છે અને નિગ્રંથનો જીવરક્ષાના વિષયમાં અનાભોગ જ જીવરક્ષાના પ્રયત્નનો વિઘટક છે; આ પ્રમાણે વક્રમાર્ગ પૂર્વપક્ષી સ્વીકારે તો ગ્રંથકારશ્રી કહે છે – વિવેકી જીવો માટે પૂર્વપક્ષી ઉપહાસને પાત્ર બને છે. કેમ ઉપહાસનું પાત્ર બને છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
છદ્મસ્થ અપ્રમત્તસાધુ પણ અશક્યપરિહારવાળી જીવહિંસાન્થલમાં તેની રક્ષાના અનુપાયને કારણે જ રક્ષા કરી શકતા નથી તેમ સ્વીકારવું જોઈએ, પરંતુ ઉપાયોના અજ્ઞાનના કારણે રક્ષા કરી શકતા નથી તેમ કહી શકાય નહીં; કેમ કે કારણના વૈકલ્યથી જ કાર્યનું વિઘટન થાય છે, પરંતુ કારણના જ્ઞાનનું વૈકલ્ય પણ કાર્યનું વિઘટક નથી. આશય એ છે કે છબસ્થ અપ્રમત્તસાધુ ગમનાદિ કરતા હોય ત્યારે જીવો છે તેવું જાણવા છતાં પણ જીવરક્ષા કરી શકતા નથી તે સ્થલમાં જીવરક્ષાના ઉપાયનો અભાવ જ અશક્યપરિહારવાળી હિંસા પ્રત્યે કારણ છે, પરંતુ જીવરક્ષાના ઉપાયના જ્ઞાનનો અભાવ કારણ નથી; કેમ કે અપ્રમત્તમુનિ જીવરક્ષાના ઉપાયરૂપે જ ઉલ્લંઘન-પ્રલંઘનાદિને જાણે છે અને તે ઉપાયના બોધ અનુસાર જ જીવરક્ષા માટે યત્ન કરે છે પરંતુ પોતાની તે પ્રકારની શક્તિ નથી તેથી સંપાતિમ જીવોનું ઉલ્લંઘન-પ્રલંઘન દ્વારા પણ