SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૮ ઉ૭ જે મહાત્માઓ સૂક્ષ્મ અર્થમાં સંશય થયા પછી “તમેવ સર્ચ” દ્વારા પોતાની રુચિને જિનવચન પ્રત્યે સ્થિર કરવા યત્ન ન કરે અને તે સૂક્ષ્મ પદાર્થમાં થયેલો સંશય સ્વરસવાહી બને તો સાધુને પણ સાંશયિકમિથ્યાત્વરૂપ અનાચારની પ્રાપ્તિ થાય. આથી જ જે સાધુઓ શાસ્ત્રીય પદાર્થોના સૂક્ષ્મ અર્થમાં થયેલા સંશયનું નિવર્તન ન કરે તો કાંક્ષામોહના ઉદયથી આકર્ષની સિદ્ધિ છે=આકર્ષ દ્વારા તે સાધુને મિથ્યાત્વની પ્રાપ્તિ છે. (૫) અનાભોગમિથ્યાત્વઃ વળી જે જીવોને સાક્ષાત્ કે પરંપરાએ સર્વશે કહેલું તત્ત્વ સર્વશે કહ્યું તે પ્રમાણે છે તેવો નિર્ણય થયો નથી, તે જીવોને તત્ત્વના વિષયમાં નિર્ણયને અભિમુખ ઉપયોગના અભાવરૂપ અનાભોગમિથ્યાત્વ છે. જેમ એકેન્દ્રિયાદિ જીવો ભગવાનના બતાવેલા તત્ત્વના વિષયમાં કોઈ વિચારણા કરતા નથી તેથી અનાભોગમિથ્યાત્વ છે. કેટલાક જીવો ધર્મની પ્રવૃત્તિઓ કરે છે છતાં આત્મા માટે પારમાર્થિક હિતાહિત શું છે ? હિતના ઉપાય, અહિતના ઉપાય શું છે? તે વિષયમાં કોઈ વિચાર કરતા નથી. આવા તત્ત્વાતત્ત્વના વિષયમાં અનવધ્યવસાયવાળા મુગ્ધ જીવોને અનાભોગમિથ્યાત્વ છે. વળી માપતુષ જેવા કેટલાક સાધુઓને આત્માની સુંદર અવસ્થા મોક્ષ છે, તેની પ્રાપ્તિનો ઉપાય અસંગભાવ છે તેવો સામાન્યથી તત્ત્વનો નિર્ણય હોવા છતાં મારી ભૂમિકાને અનુરૂપ “આ પ્રવૃત્તિ આ સ્વરૂપે સેવવાથી ઉત્તર-ઉત્તરના ગુણોની પ્રાપ્તિ થશે” એ પ્રકારે ગીતાર્થ સાધુને જેવો નિર્ણય હોય છે તેવો નિર્ણય નથી. તેથી સાક્ષાત્ તેઓને તે પ્રકારના સૂક્ષ્મ તત્ત્વની પ્રાપ્તિ નથી તોપણ “ભગવાનના વચનના પરમાર્થને જાણનારા આ મહાત્માના વચનને પરતંત્ર હું જે કાંઈ પ્રવૃત્તિ કરીશ તે ઉત્તર ઉત્તરના સંયમની વૃદ્ધિ દ્વારા અસંગ ભાવની પ્રાપ્તિનું કારણ બનશે", તેવો સ્થિર નિર્ણય હોવાથી ગીતાર્થના વચનને આધીન તેઓને પણ તત્ત્વની પ્રાપ્તિ છે. માટે તેઓમાં અનાભોગમિથ્યાત્વ નથી. સાંશયિકમિથ્યાત્વમાં તત્ત્વની અપ્રતિપત્તિ છે અને અનાભોગમિથ્યાત્વમાં સંશય-નિશ્ચય સાધારણ એવા તત્ત્વજ્ઞાનસામાન્યનો અભાવ હોય છે; જ્યારે સાંશયિકમિથ્યાત્વમાં સામાન્ય તત્ત્વજ્ઞાનનો અભાવ નથી પરંતુ કંઈક તત્ત્વને અભિમુખ એવી સંશયવાળી દશા હોય છે. માટે સાંશયિકમિથ્યાત્વ અને અનાભોગમિથ્યાત્વનો ભેદ છે. ટીકા : एतच्च पञ्चप्रकारमपि मिथ्यात्वं भव्यानां भवति, अभव्यानां त्वाभिग्रहिकमनाभोगो वेति द्वे एव मिथ्यात्वे स्याताम्, न त्वनाभिग्रहिकादीनि त्रीणि, अनाभिग्रहिकस्य विच्छिन्नपक्षपाततया मलाल्पतानिमित्तकत्वाद्, आभिनिवेशिकस्य च व्यापनदर्शननियतत्वाद्, सांशयिकस्य च सकंपप्रवृत्तिनिबन्धनत्वाद्, अभव्यानां च बाधितार्थे निष्कम्पमेव प्रवृत्तेः, अत एव भव्याभव्यत्वशङ्कापि तेषां निषिद्धा । तदुक्तमाचारटीकायां 'अभव्यस्य भव्याभव्यत्वशङ्काया अभावाद्' इति ।।८।।
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy