SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૬ ઉદ્દેશીને અન્ય વડે કહેવાય છતે, “પ્રચુર ઉપકરણવાળા એવા આમને શીલવાનપણું અને ઉપશાંતતા ક્યાં છે?" એ પ્રમાણે બોલતા હીન આચારવાળા પાર્શ્વસ્થની બીજી બાલતા થાય છે. વળી, વીઆંતરાયના ઉદયથી=સંયમની ક્રિયાઓ અપ્રમાદભાવથી શાસ્ત્રવિધિ અનુસાર કરવામાં પ્રતિબંધક એવા વીઆંતરાયકર્મના ઉદયથી, પોતે સીદાતા છતાં પણ બીજા સાધુની પ્રશંસાથી યુક્ત એવા બીજા પ્રમાદવાળા પાર્થસ્થાદિ સાધુ યથાવસ્થિત આચારના વિષયને કહે છે સંયમના સાધ્વાચારને યથાસ્વરૂપ યોગ્ય જીવોને કહે છે. એને બતાવવા માટે કહે છે આચારાંગસૂત્રના ઉદ્ધરણમાં ‘નિવર્તમાના' ઈત્યાદિથી કહે છે – એક-કર્મના ઉદયથી સંયમથી નિવર્તમાન અથવા લિંગથી નિવર્તમાન યથાવસ્થિત આચારના વિષયને કહે છે. સૂત્રમાં રહેલા વા' શબ્દથી અનિવર્તમાનનું ગ્રહણ છે. કેવા પ્રકારનું આચાર વિષયક યથાવસ્થિત કહે છે ? તે સ્પષ્ટ કરે છે – “વળી અમે કરવા માટે અસમર્થ છીએ"=ભગવાને જે પ્રમાણે સંયમના આચારો કહ્યા છે તે પ્રમાણે કરવા માટે અમે અસમર્થ છીએ. “વળી આચાર આવા પ્રકારનો છે જે પ્રમાણે આ સુસાધુઓ કરે છે એવા પ્રકારનો છે.” એ પ્રમાણે કહેતા, તેઓની=સંવિઘપાક્ષિકરૂપ પાર્શ્વસ્થોની, બીજી બાલતા થતી જ નથી. વળી તેઓ કેવું બોલતા નથી ? તે સ્પષ્ટ કરે છે – ‘વળી આવા પ્રકારનો આચાર છે, જે અમારા વડે સેવાય છે. વર્તમાનમાં દુષમકાળને કારણે બલાદિનો અપગમ થયો હોવાથી મધ્યમભૂત માર્ગ જ શ્રેયકારી છે, ઉત્સર્ગનો અવસર નથી.' એ પ્રમાણે કહેતા નથી એ પ્રકારે સંવિગ્નપાક્ષિક પ્રમાદી સાધુઓ કહેતા નથી. પૂર્વે કહ્યું કે શિથિલાચારવાળા સાધુઓ કહે છે કે વર્તમાનમાં મધ્યમભૂત માર્ગ જ શ્રેયકારી છે, ઉત્સર્ગનો અવસર નથી. તે કથનમાં ‘૩$ દિ'થી સાક્ષી આપે છે – અતિ આયાત નહિ=લગામને અતિ ખેંચેલુ નહીં, અને શિથિલ નહિ અતિ ઢીલી નહિ. જે પ્રમાણે સારથિ યોજે છે અને અશ્વને ભદ્ર ઉચિત રીતે, ચલાવે છે. તે પ્રમાણે યોગો સર્વત્ર પૂજિત છે તે પ્રમાણે સંયમના મધ્યમ યોગો સર્વત્ર હિતકારી છે, વળી,” જે સાધુ જ્યાં ભગ્ન હોય જે આચારમાં શિથિલ હોય, બીજા અવકાશને નહિ પ્રાપ્ત કરતો એવો તે=પોતાની હીનતાને કહેવાના અવકાશને નહિ પ્રાપ્ત કરતો એવો તે, ત્યાં જવા માટે હીન પ્રવૃત્તિને કરવા માટે, યત્ન કરતો “આ પ્રધાન છે." એ પ્રમાણે કહે છે. ઈત્યાદિથી આવા અન્ય ઉદ્ધરણનો સંગ્રહ છે. આચારાંગસૂત્રનો અવશિષ્ટ અંશ સ્પષ્ટ કરતાં કહે છે – કેવા પ્રકારના વળી સાધુઓ આને *પોતાના પ્રમાદથી લેવાયેલા અનુષ્ઠાનને જ, સમર્થન કરે ? એને કહે છે=આચારાંગસૂત્રમાં નાગપટ્ટા' શબ્દથી કહે છે તેનો અર્થ સ્પષ્ટ કરે છે. સદ્અસહ્નો વિવેક જ્ઞાન છે, તેનાથી ભ્રષ્ટ થયેલા જ્ઞાનભ્રષ્ટ છે. અને દર્શનનો નાશ કરનારા=સમ્યગ્દર્શનને નાશ કરનારા, છે. અર્થાત્ અસદ્ અનુષ્ઠાનથી સર્વત્ર વિનષ્ટ બીજાને પણ શંકાના ઉત્પાદન દ્વારા સન્માર્ગથી નાશ કરે છે. ત્તિ' શબ્દ આચારાંગસૂત્રના ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. ‘ષ્યિથી પ્રારંભ કરાયેલા અને તેમાં આચારાંગસૂત્રની સાક્ષી આપી તે સર્વનું નિગમન કરતાં ટીકાકારશ્રી કહે છે –
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy