SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૫ ૨૩ પંચમહાવ્રતધારી સર્વે શ્રમણો છે, તો કેમ એક ઠેકાણે ભોજન ન કરે ? આ પ્રમાણે ચરણ વિષયમાં વિતથવાદી છે= યથાછંદ વિતકવાદી છે. આના પછી ગતિના વિષયમાં ગતિ વિષયમાં=પરભવની ગતિ વિષયમાં કહીશું. I૮ એક પિતાના ત્રણ પુત્રો. (૧) ક્ષેત્રમાં રહેલો (૨) અટવીમાં રહેલો (૩) ત્યાં જ રહેલો. તીર્થકર વળી પિતા, ક્ષેત્ર ક્ષેત્રનું ફળ ધન એ પરમાર્થથી સિદ્ધિ છે. ICIL આ ગાથાઓનો આ સંક્ષેપ અર્થ છે. યથાછંદની પ્રરૂપણા ઉસૂત્ર=સૂત્રથી ઉત્તીર્ણ બે પ્રકારની જ્ઞાતવ્ય છે. તે આ પ્રમાણે – ચરણમાં ચારિત્ર વિષયક, ગતિમાં-પરભવમાં ગમન રૂપગતિ વિષયક. ત્યાં જે ચારિત્ર વિષયક ઉત્સવ પ્રરૂપણા છે તે આ આગળ કહેવાશે તે છે. આવા તેને જ ચારિત્ર વિષયક ઉસૂત્ર પ્રરૂપણાને જ, કહે છે. મુખપોતિક મુખવસ્ત્રિકાને જ પ્રતિલેખિની= પાત્રપ્રત્યુપેક્ષિકા=પાત્રકેસરિકા કરવી જોઈએ. બેના પરિગ્રહથી શું?=સાધુએ મુહપતી અને પાત્રકેસરિકા બેને રાખવાથી પરિગ્રહની વૃદ્ધિ થાય છે. કેમ બેનો પરિગ્રહ સાધુએ કરવો જોઈએ નહિ ? તેમાં યુક્તિ બતાવે છે – અતિરિક્ત ઉપધિના ગ્રહણના દોષને કારણે એક જ મુહપત્તિ વડે કાયા અને ભાજન ઉભયની પ્રત્યુપેક્ષણનું કાર્ય નિર્વાહ થવાથી અપરનું વિફલપણું છે=પાત્રકેસરિકા ગ્રહણ કરવી નકામી છે. રજોહરણના બે નિષઘા કેમ કરવા જોઈએ ? એક જ નિષઘા રહો. જે પાત્ર છે તે જ માત્રક કરાઓ અથવા જે માત્રક છે તે જ પાત્ર કરાઓ. બેના પરિગ્રહ વડે શું? કેમ કે એક વડે=પાત્ર-માત્રકમાં એક વડે જ અન્યના કાર્યની નિષ્પત્તિ છે. અને આચારાંગમાં કહેવાયું છે – “જે ભિક્ષુ તરુણ બલવાન છે તે એક પાત્ર ગ્રહણ કરે”. અને પટ્ટ=જે ચોલપટ્ટો છે તે જ રાત્રિમાં સંથારાનો ઉત્તરપટ્ટો કરાઓ. પૃથ> ઉત્તરપટ્ટા વડે શું? તથા પટલ-ચોલ છે, પલ્લા કેમ પૃથર્ રખાય છે ? ચોલપટ્ટો જ ભિક્ષા માટે ફરતા એવા સાધુએ બે ગણો-ત્રણ ગણો કરીને પલ્લાને સ્થાને નિવેશ કરાવો. રજોહરણની દશીઓ કેમ ઊર્ણમય કરાય છે? રેશમની કરાઓ. ઊર્ણમયથી તે= રેશમની દશીઓ, મૃદુતર થાય છે. પ્રતિલેખના વેળામાં એક વસ્ત્રનો વિસ્તાર કરીને તેની ઉપર બધાં વસ્ત્રોની પ્રત્યુપેક્ષણા કરીને ત્યાર પછી ઉપાશ્રયની બહાર પ્રત્યુપેક્ષણ કરવી જોઈએ તે વસ્ત્રની પ્રત્યુપેક્ષણા કરવી જોઈએ. આ રીતે મોટી જીવદયા કરાયેલી થાય છે. રા. હાથગત તથા પગગત વધેલા તખો દાંતથી જ છેદવા જોઈએ. નખ કાપવાના સાધનથી નહીં. જેથી નખ કાપવાનું સાધન ધારણ કરતાં અધિકરણ થાય છે. અને પાત્ર અલિપ્ત રાખવું જોઈએ. લેપમાં બહુદોષનો સંભવ હોવાથી પાત્રનો લેપ કરવો જોઈએ નહિ. વનસ્પતિ ઉપર રહેલું ભક્તપાનાદિ કે ડગલાદિ ગ્રહણ કરવું જોઈએ. તેના ગ્રહણમાં તે વનસ્પતિકાયના જીવોનો ભાર અપહાર કરાયેલો થાય છે. જો કાયેલા સ્થાનમાં જીવદયા નિમિત્તે પ્રમાર્જના કરાય છે તો ખુલ્લા સ્થાનમાં પ્રમાર્જના કરાય. દયાનો પરિણામ અવિશેષ છે=જે પ્રમાણે ઢંકાયેલા સ્થાનમાં દયાનો પરિણામ છે તે પ્રમાણે ખુલ્લા સ્થાનમાં પણ છે. આવા પ્રકારની યથાછંદની પ્રરૂપણા ચારિત્ર વિષયક અને ગતિ
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy