________________
૩૪૨
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૮ જો અપ્રાપ્તિમાત્રથી અવિરતસમ્યગ્દષ્ટિને વિરાધકપણું સ્વીકારવામાં આવે તો ચરક-પરિવ્રાજ કાદિ જીવો જ્યોતિષથી ઊર્ધ્વમાં પાંચમા દેવલોક સુધી જઈ શકે છે, તે જવા જોઈએ નહિ; કેમ કે તેઓમાં રત્નત્રયીનો સર્વથા અભાવ હોવાથી દેશવિરતિચારિત્ર અને સર્વવિરતિચારિત્રનું યુગપદ્ વિરાધકપણું છે. અર્થાત્ જેમ અપ્રાપ્ત ચારિત્રવાળા અવિરતસમ્યગ્દષ્ટિમાં દેશવિરતિ-સર્વવિરતિનું વિરાધકપણું છે તેમ ચરક-પરિવ્રાજકમાં પણ દેશવિરતિ-સર્વવિરતિનું વિરાધકપણું છે.
આશય એ છે કે ભગવતીસૂત્રમાં કહેલ છે કે અન્યદર્શનવાળા ચરક-પરિવ્રાજક તેઓના સંન્યાસનું પાલન કરીને પાંચમા દેવલોક સુધી જાય છે. સ્વીકારેલા વ્રતનું સમ્યગુ પાલન ન કરે અને દેવલોકમાં જાય તો
જ્યોતિષથી ઊર્ધ્વ જાય નહિ; કેમ કે સ્વીકારેલા વ્રતના દેશથી વિરાધક છે. જો ભગવતીસૂત્રના વૃત્તિકાર ‘અપ્રાપ્ત’ એ વિકલ્પથી પ્રતિજ્ઞા નહીં લેનાર અવિરતસમ્યગ્દષ્ટિને દેશવિરતિ-સર્વવિરતિના વિરાધક સ્વીકારીને દેશવિરાધક સ્વીકારે તો તે નિયમાનુસાર ચરકપરિવ્રાજકપણું યથાર્થ પાળનારા ચરકપરિવ્રાજક પણ દેશવિરતિ-સર્વવિરતિની અપ્રાપ્તિ હોવાથી વિરાધક છે. અને વિરાધક એવા તેઓ ભગવતીસૂત્રના વચનાનુસાર જ્યોતિષથી ઉપર ઉત્પન્ન થવા જોઈએ નહીં. જેથી ભગવતીસૂત્રમાં જ ચરક-પરિવ્રાજકને તેઓના વ્રતના પાલનથી પાંચમા દેવલોકનો ઉપપાત કહેલો છે, તે સંગત થાય નહીં. માટે “મપ્રતૈ” એ મુજબનો ટીકાકારનો વિકલ્પ ઉચિત નથી, એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. વળી, ‘અપ્રાપ્ત' એ વિકલ્પમાં પૂર્વપક્ષી અન્ય દોષ બતાવે છે –
છદ્મસ્થ સાધુઓ દીક્ષા ગ્રહણ કર્યા પછી નવું નવું શ્રુત ભણે છે. તેમાં કેટલાક સાધુઓ ૧૧ અંગના અધ્યયનની પ્રવૃત્તિ કર્યા પછી આગળના શ્રુતાધ્યયનની પ્રવૃત્તિમાં અપ્રાપ્તિમાન છે જેમ શાલિભદ્રાદિ. વળી, કેટલાક જિનકલ્પ સ્વીકારનાર સાડા નવ પૂર્વથી કંઈક અધિક ભણીને આગળના શ્રુતાધ્યયનની પ્રવૃત્તિમાં અપ્રવૃત્ત છે તેથી અપ્રાપ્તિમાન છે. તેવા છદ્મસ્થ સંયતોને પણ વિશેષ શ્રુતની અપ્રાપ્તિ હોવાથી વિશેષશ્રુતના વિરાધક સ્વીકારવાની આપત્તિ આવે. વળી, કેવલી પણ જિનકલ્પાદિના સ્વીકાર કર્યા વગરના હોવાથી તેઓને જિનકલ્પ આદિની અપ્રાપ્તિ છે. માટે કેવલીને પણ જિનકલ્પાદિના વિરાધક સ્વીકારવાની આપત્તિ આવે. તેથી અપ્રાપ્તિથી વિરાધકપણું સ્વીકારી શકાય નહિ, પરંતુ સ્વીકારાયેલા વ્રતના પરિત્યાગથી જ વિરાધકપણું સ્વીકારી શકાય.
આ પ્રકારનું જે પૂર્વપક્ષીનું કથન છે તે ભગવતીસૂત્રની પરિભાષાના અજ્ઞાનનું જ કાર્ય છે; કેમ કે “જે જેની અપ્રાપ્તિવાળો હોય તે તેનો વિરાધક હોય.” એ પ્રકારનો અર્થ ગ્રહણ કરીને પૂર્વપક્ષીએ જે દોષો આપ્યા તે સર્વ અસંગત છે. કેમ અસંગત છે ? તેથી કહે છે –
જે જેની અપ્રાપ્તિવાળો હોય તે તેનો વિરાધક હોય એ પ્રકારનું ભગવતીસૂત્રનું તાત્પર્ય નથી, પરંતુ રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગ છે તેનો જે ચારિત્રરૂપી અંશ છે, તેની ઉત્કટ રુચિ હોવા છતાં શક્તિના અભાવને