SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ ૨૭૯ સાવઘનય વિષયક અનુજ્ઞાદિ વચનની પ્રવૃત્તિનો પણ અભાવ છે. આના દ્વારા=પૂર્વમાં કહ્યું કે મિથ્યાદૅષ્ટિઓનું દ્વાદશાંગ સ્વરૂપથી જ સર્વનયાત્મક છે, ફલથી નહિ. અને તેની પુષ્ટિ કરવા માટે કહ્યું કે મિથ્યાદૃષ્ટિને ઉત્કૃષ્ટથી સર્વાશલક્ષણક્ષયોપશમની અપેક્ષાએ બિંદુકલ્પ છે એના દ્વારા, સર્વ પણ શાક્યાદિ પ્રવાદો જૈતાગમ સંબંધી બિંદુઓ છે એ પ્રકારની ભ્રાંતિપણ નિરસ્ત થઈ; કેમ કે “મધ્ય દિવસે છસો પશુઓનો હોમ કરવો.” ઇત્યાદિ પ્રવાદોની પણ જૈતાગમ મૂલકત્વની પ્રાપ્તિ થવાથી સંયતોને સાવદ્યભાષાની પ્રવૃત્તિની પ્રસક્તિ થશે. તે કારણથી=પૂર્વમાં સ્થાપન કર્યું કે મિથ્યાદૅષ્ટિઓનું દ્વાદશાંગ સ્વરૂપથી સર્વનયાત્મક છે, ફલથી સર્વનયાત્મક નથી તેની પુષ્ટિ કરતાં કહ્યું કે મિથ્યાદૅષ્ટિ માત્રનો ઉત્કૃષ્ટથી ક્ષયોપશમ સંપૂર્ણ દ્વાદશાંગના ક્ષયોપશમરૂપ સમુદ્રની અપેક્ષાએ બિંદુ જેવો છે તે કારણથી, સર્વાંશક્ષયોપશમથી ઉત્પન્ન થયેલા દ્વાદશાંગી સમુદ્રની આગળ અન્યતીર્થિકાભિમત પ્રવાદો સમુદિત પણ બિંદુની ઉપમાવાળો છે એ અર્થ યુક્ત છે. અન્યથા=તેવો અર્થ ન કરવામાં આવે અને સર્વ દર્શનરૂપ બિંદુના સમૂહરૂપ ભગવાનની દ્વાદશાંગી છે તેવો અર્થ ટીકાકારશ્રીએ કર્યો તેમ કરવામાં આવે તો, “બિંદુભાવને ભજે છે.” એ પ્રયોગની અનુપપત્તિ થાય; કેમ કે અવયવ-અવયવીના ઉપમાનઉપમેયભાવથી વર્ણનમાં=અન્યદર્શનો અવયવો છે અને ભગવાનની દ્વાદશાંગી અવયવી છે એ પ્રકારના કથન દ્વારા અન્યદર્શનને બિંદુની ઉપમા આપવામાં આવે અને તેના ઉપમેયભાવથી ભગવાનની દ્વાદશાંગીતા વર્ણનમાં, નિજ અવયવની અપેક્ષાએ મહત્ત્વ હોવા છતાં પણ=ભગવાનની દ્વાદશાંગીના અવયવરૂપ અત્યદર્શનની અપેક્ષાએ ભગવાનની દ્વાદશાંગીનું મહાનપણું હોવા છતાં પણ, અવયવીના ગૌરવનો અભાવ છે=ભગવાનની દ્વાદશાંગીના ગૌરવનો અભાવ છે. હિ=જે કારણથી, અંગૂઠો હાથના અવયવ ભાવને ભજે છે એ કથનથી હાથની સ્તુતિ સંભવતી નથી. વળી સમુદ્રનાં બિંદુઓ છે=જૈનશાસન રૂપી સમુદ્રના શાક્યાદિ પ્રવાદો બિંદુઓ છે, એ પ્રમાણે કહેવું સંગત નથી. જે કારણથી સમુદ્રથી પ્રભવ વેલા, કલ્લોલ, ઊર્મિ આદિ હોય છે=સમુદ્રની ભરતી, સમુદ્રના કલ્લોલ, સમુદ્રની ઊર્મિઓ ઉત્પન્ન થાય છે, પરંતુ બિંદુઓ ઉત્પન્ન થતા નથી અને તેઓની=સમુદ્રનાં બિંદુઓની ઉત્પત્તિ મેઘથી થાય છે અથવા હસ્ત, વસ્ત્રાદિના વ્યાપારથી થાય છે એ પ્રકારે સર્વના અનુભવથી સિદ્ધ છે. અન્યથા=તેવું ન માનો પરંતુ સમુદ્રનાં જ બિંદુઓ છે તેમ માનો તો, સમુદ્રથી નિર્ગત બિંદુઓથી સમુદ્રની ન્યૂનતાની આપત્તિ હોવાને કારણે તેના ગાંભીર્યની હાનિ થાય એ પ્રકારની સ્થિતિ વ્યવસ્થિત હોતે છતે વૃત્તિના વ્યાખ્યાનની સંગતિ=‘સર્વપ્રવાદ મૂલ’ એ પ્રકારના ઉપદેશપદની ગાથાની જે ટીકા છે તેના વ્યાખ્યાનની સંગતિ, આ પ્રકારે છે=ટીકાકારે કહ્યું છે તે પ્રકારે નથી પરંતુ પૂર્વપક્ષ આગળ બતાવે છે તે પ્રમાણે છે. જે કારણથી દ્વાદશાંગ રત્નાકર ઉપમાથી શુભાશુભ સર્વ પ્રવાદનું મૂલ છે. તે કારણથી સ્વરૂપથી અને ફલથી જેટલું સુંદર આત્મનિષ્ઠ અકરણનિયમાદિ વાચ્યનું વાચક એવું વાક્યાદિ=જેટલી પાપના નહીં કરવારૂપ સુંદર આચરણા કોઈ પુરુષમાં હોય તે રૂપ અકરણનિયમાદિ વાચ્ય છે તેના વાચક
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy