SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ ૨૬૭ આથી જ, શુભભાવ વિશેષથી માર્ગનુસારી જીવોનું જ અકરણનિયમનું વર્ણન છે. અને યદચ્છાથી પ્રણયતમાં પ્રવૃત્ત એવા અર્વાચીનોનું સ્વેચ્છાનુસાર શાસ્ત્ર રચવામાં પ્રવૃત્ત એવા અર્વાચીનોનું, પ્રવાહપતિતપણાથી ઘણાક્ષરત્યાય વડે જ અકરણનિયમનું વર્ણન છે. એ પ્રમાણે વિશેષ=ભેદ ફરક, જિતવચન વિષયક પરના ઉપનિબંધનમાં પણ છે. તે આ=પૂર્વમાં કહ્યું કે માર્ગાનુસારી જીવોનું શુભભાવવિશેષથી અને યદચ્છા પ્રણયતમાં પ્રવૃત્ત એવા જીવોનું ધુણાક્ષરત્યાયથી અકરણનિયમનું વર્ણન છે તે આ, ધર્મબિંદુની વૃત્તિમાં કહેવાયું છે – “અને યદચ્છા પ્રણયનમાં પ્રવૃત્ત એવા રાગાદિવાળા પણ તીર્થાતરીયોમાં=સ્વેચ્છા પ્રમાણે શાસ્ત્રરચના કરવામાં પ્રવૃત્ત અને સ્વદર્શન પ્રત્યે બદ્ધ રાગવાળા પણ તીર્થાતરીયોમાં, ઘણાક્ષરના ઉત્કરણના વ્યવહારથી ક્યાંક કંઈક જે અવિરુદ્ધ પણ વચન પ્રાપ્ત થાય છે અર્થાત્ માર્ગાનુસારી બુદ્ધિવાળા પ્રાણીમાં ક્વચિત્ કંઈક જે અવિરુદ્ધ પણ વચન પ્રાપ્ત થાય છે તે પણ તે અવિરુદ્ધ વચન પણ, જિનપ્રણીત જ છે; કેમ કે તેનું તે અવિરુદ્ધ વચનનું, તબૂલપણું છે-જિનવચનનું મૂલપણું છે.” તિ' શબ્દ ધર્મબિંદુની વૃત્તિના કથનની સમાપ્તિ માટે છે. આના દ્વારા પૂર્વમાં ધર્મબિંદુનું ઉદ્ધરણ આપ્યું તેના દ્વારા, “ઘણાક્ષરત્યાયથી જૈનમતના વસ્તુના વર્ણનને અનુસરનાર વર્ણન અન્યતીર્થિકોમાં થાય જ છે. એ પ્રમાણે પ્રવચનમાં પ્રતીત છે. એથી તેઓનું અકરણનિયમ વચન આકૃતિ માત્ર જ છે અત્યદર્શનના અકરણલિયમ વચત શબ્દથી કથન માત્ર છે, અંતરંગ પરિણામથી પાપના અકરણરૂપ નથી. એ અપાસ્ત છે."; કેમ કે માર્થાનુસારી દૃષ્ટિથીeભાવમાર્ગની પ્રાપ્તિનું કારણ બને તેવી નિર્મળ દૃષ્ટિથી, તેના વર્ણનનું પાપના અકરણના નિયમના વર્ણનનું, ઘુણાક્ષરથી વિલક્ષણપણું છે=ધુણાક્ષરત્યાયથી જે પાપ અકરણનિયમનું વર્ણન છે તેનાથી વિલક્ષણ એવી અંતરંગ નિર્મળ પરિણતિથી અકરણનિયમનું વર્ણન છે. અહીં પ્રશ્ન થાય કે અન્યદર્શનમાં જેઓ ઘુણાક્ષરથી પાપના અકરણનું કથન કરે છે, તેના સદશ જ માર્ગાનુસારી દૃષ્ટિવાળા પણ પાપના અકરણનું કથન કરે છે. તેથી તેઓમાં ઘુણાક્ષરન્યાયથી વિલક્ષણપણું કેમ છે ? તેમાં હેતુ કહે છે – ઓધિક યોગદષ્ટિ હોવાને કારણેaઓઘદૃષ્ટિથી સંવલિત એવી પ્રથમની ચાર દૃષ્ટિમાંથી કોઈક દૃષ્ટિ હોવાને કારણે, સવિશેષાવગારિસમ્યક્તનો અભાવ હોવા છતાં પણ સામાન્ય ધર્મના પ્રદર્શનનો અવિરોધ છે=મોક્ષને અનુકૂલ એવા સામાન્ય ધર્મના પ્રદર્શનરૂપ અકરણનિયમનું તેઓનું કથન છે. અને સામાન્ય ધર્મની સત્તા તેઓમાં અચદર્શનમાં “વીદ્ધવિરામ ઘાર્મિવેગનસ્થાપિ” એ પ્રમાણે કહેતાં ઉપદેશપદની વૃત્તિકારના વચનથી જ વ્યક્તિ પ્રતીત થાય છે અત્યદર્શનમાં સમ્યક્ત નહિ હોવા છતાં સામાન્ય ધર્મની સત્તા છે એ સિદ્ધ થાય છે. આમ હોતે છતે=અવ્યદર્શનના માર્ગાનુસારી જીવોમાં સામાન્ય ધર્મની સત્તા છે એમ પૂર્વમાં સ્થાપન કર્યું એમ હોતે છતે, “મનામ્ અહીં પણ પરિવ્રાજકપણામાં પણ, ધર્મ છે.” એ પ્રકારના મરીચિકા વચનનું ઉસૂત્ર ન થાય, એ પ્રમાણે વળી અસમીક્ષિત કથન
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy