SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૦ ૨૩૩ છે. તે આ=ગ્રંથકારશ્રીએ કહ્યું કે જ્ઞાનક્રિયાના પ્રત્યેકમાં સ્વલ્પ સામર્થ્ય છે. માટે સમુદાયમાં પૂર્ણ સામર્થ્ય છે તે આ, આક્ષેપ-સમાધાનપૂર્વક ભાષ્યકાર કહે છે=વિશેષાવશ્યકભાષ્યકાર કહે છે - “પ્રત્યેકને આશ્રયીને અભાવ હોવાથી=જ્ઞાન-ક્રિયામાંથી પ્રત્યેકને આશ્રયીને મોક્ષના કારણનો અભાવ હોવાથી રેતીના સમુદાયમાં તેલની જેમ સમુદિત એવી જ્ઞાન-ક્રિયાથી નિર્વાણ કહેવા માટે યુક્ત નથી. ।।૧૧૬૩૫ સિક્તામાં તેલની જેમ=રેતીના સમુદાયમાં સાધ્ય એવા તેલના અભાવની જેમ, પૃથક્ એવાં જ્ઞાન-ક્રિયામાં સર્વથા જ સાધનનો અભાવ નથી=મોક્ષની કારણતાનો અભાવ નથી, જે દેશોપકારિતા છે=પૃથક્ એવાં જ્ઞાન-ક્રિયામાં જે દેશોપકારિતા છે, તે સમવાયમાં=જ્ઞાન-ક્રિયાના સમુદાયમાં સંપૂર્ણ છે. ૧૧૬૪।” અગ્રિમ ગાથાનો અર્થ=વિશેષાવશ્યકભાષ્યની બે ગાથામાંથી બીજી ગાથાનો અર્થ ‘યથા'થી બતાવે “અને સર્વથા જ રેતીના કણિયાઓમાં સાધ્ય એવા તેલની જેમ વિષ્વ=પૃથક્ એવાં જ્ઞાન-ક્રિયામાં મોક્ષ પ્રતિ સાધનપણાનો અભાવ નથી પરંતુ જે અને જેટલી તે બંનેની મોક્ષ પ્રત્યે દેશોપકારિતા છે, તે પ્રત્યેક અવસ્થામાં પણ છે અને સમુદાયમાં સંપૂર્ણ છે એટલો વિશેષ છે—જ્ઞાન-ક્રિયાનો દેશ અને જ્ઞાન-ક્રિયાના સમુદાય વચ્ચે ભેદ છે. આથી જ્ઞાન-ક્રિયાના સંયોગથી જ કાર્યની સિદ્ધિ છે.” આ રીતે પ્રસ્તુત ગ્રંથની ગાથાના પૂર્વાર્ધનો અર્થ કર્યા પછી ગાથાના ઉત્તરાર્ધનો અર્થ કરે છે – અને તે મુખ્ય આરાધકપણું અસંયત એવા ભવ્યદ્રવ્યદેવોને એકાંતથી ભાવશૂન્ય ક્રિયા હોવાને કારણે સંભવતું નથી ‘કૃતિ’ શબ્દ ગાથાસ્પર્શી ટીકાની સમાપ્તિ માટે છે. ગાથાસ્પર્શી ટીકા દ્વારા સ્પષ્ટ કર્યું કે એકાંતભાવશૂન્ય એવી ક્રિયાથી મુખ્ય આરાધકપણું નિખિલ સાધુ સામાચા૨ી ક૨ના૨ ભવ્ય-અભવ્ય મિથ્યાદૃષ્ટિમાં સિદ્ધ થતું નથી અને તેને જ તર્ક દ્વારા પુષ્ટ ક૨વા અર્થે કહે છે જો દેશારાધકપણું અભ્યુદયની અપેક્ષાએ વ્યાખ્યેય થાય તો સર્વ આરાધકપણું પણ અભ્યુદયની અપેક્ષાએ પર્યવસાન પામે. (અને સર્વ આરાધકપણું અભ્યુદયની અપેક્ષાએ નથી. માટે દેશારાધકપણું પણ અભ્યુદયની અપેક્ષાએ સ્વીકારી શકાય નહીં.) એથી પરના=સંપ્રદાયબાહ્ય પક્ષના, કોઈ પ્રયોજનની સિદ્ધિ નથી=જ્ઞાન-ક્રિયામાંથી માત્ર ભાવશૂન્ય નિખિલ સામાચારીરૂપ ક્રિયા કરનાર દેશારાધક છે એ પ્રકારના પરના સ્વીકારના પ્રયોજનની કોઈ સિદ્ધિ નથી; ઊલટું પ્રત્યેક પક્ષવિશેષતા સંઘટ્ટનની અનુપપત્તિ છે=જ્ઞાન અને ક્રિયારૂપ પ્રત્યેક પક્ષના ભેદના સંઘટ્ટનની અનુપપત્તિ છે, (પૂર્વપક્ષીના વચનાનુસાર ક્રિયારૂપ પક્ષ અભ્યુદયનું કારણ સ્વીકારવામાં આવે અને જ્ઞાનરૂપ પક્ષ મોક્ષનું કારણ સ્વીકારવામાં આવે તો તે બંને પક્ષનું સંઘટ્ટત કરવાથી મોક્ષની પૂર્ણ કારણતા તે બેમાં પ્રાપ્ત થાય નહિ.) વળી, શીલવાળો અને અશ્રુતવાળો દેશારાધક છે એ પ્રકારના ભાંગામાં યોગ્યતાના બળથી પણ=મોક્ષમાં જવાની યોગ્યતાના બળથી પણ, માર્ગાનુસારી બાલતપસ્વીને જ ગ્રહણ કરવો યોગ્ય છે, અન્યને નહિ; કેમ કે તદ્ગતભાવશૂન્યક્રિયાનું=માર્ગાનુસારીથી અન્ય એવા ચારિત્રની ક્રિયા કરનારા ગત-ભાવશૂન્ય એવી ક્રિયાના સમુદાયનું અદેશપણું છે.
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy