SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૭ ૧૮૭ પ્રાય =બહુલતાથી, તેનું મિથ્યાષ્ટિનું, અસત્યવૃત્તિના ભાવથી વિપરીત ચેષ્ટાકરણ છે=ભગવાને બતાવેલી ક્રિયાઓ જે રીતે વીતરાગતાનું કારણ છે તેનાથી વિપરીત ભાવનું કારણ બને તે રીતે ધર્મની પ્રવૃત્તિ કરે છે. જે અહીં=ગાથામાં પ્રાયઃનું ગ્રહણ છે તે, યથાપ્રવૃત્તિકરણના ચરમ વિભાગવાળા, સંનિહિત ગ્રંથિભેદવાળા, અત્યંત જીર્ણ મિથ્યાત્વ જ્વરવાળા કેટલાકને દુઃખિત જીવોમાં દયા, ગુણવાન જીવોમાં અષ, સમુચિત આચારપ્રવૃત્તિમાં પરાયણ એવા જીવોમાં સુંદર પ્રવૃત્તિનો ભાવ હોવાથી વ્યભિચાર વારણ માટે છે. તથા' એ પ્રમાણે ઉદ્ધરણના ગાળામાં છે એ હેતત્તર સમુચ્ચયમાં છે. તેના અનુબંધને કારણે જ અસત્ પ્રવૃત્તિના અનુબંધને કારણે જ, મિથ્યાદષ્ટિનું જ્ઞાન ભવનો હેતુ છે, એમ અન્વય છે. આ પણ કેમ?=મિથ્યાદષ્ટિનું જ્ઞાન અસ–વૃત્તિના અનુબંધવાળું કેમ છે ? એથી કહે છે – તત્ત્વ અને ઈતરના નિંદનાદિથી અનુબંધવાળું છે. તત્ત્વતરનિંદનનો અર્થ સ્પષ્ટ કરે છે – તે મિથ્યાષ્ટિ, મિથ્યાત્વના ઉપઘાતથી પ્રાપ્ત થયેલી વિપરીત રુચિવાળો તત્ત્વની=અરિહંતાદિરૂપ સદ્ભત દેવતાદિની નિંદા કરે છે, અને ઈતર=અતત્ત્વને, તેની કુયુક્તિના સમુપચાસથી આગળ કરે છે=મહત્ત્વ આપે છે, તેથી તન્વેતરનિંદાદિના દોષથી ભવાંતરમાં પણ અસપ્રવૃત્તિના અનુબંધથી યુક્ત જ તે મિથ્યાત્વી થાય". એ પ્રકારે ઉપદેશપદના વચનાતરને અનુસરણ કરીને ઉપદેશપદના માર્ગાનુસારી પ્રવૃત્તિને કહેનારાં અન્ય વચનોથી પ્રસ્તુત ઉદ્ધરણરૂપે બતાવેલ વચનાત્તરને અનુસરીને તેના વડે=પૂર્વપક્ષી વડે, કહેવાયું એમ અવય છે. શું કહેવાયું ? તે સ્પષ્ટ કરે છે – “અહીં ઉપદેશપદમાં, અનાદિપ્રવાહપતિત એવા યથાપ્રવૃત્તિકરણનો ચરમ વિભાગ સમ્યક્તપ્રાપ્તિનો હેતુ એવા કર્મના ક્ષયોપશમથી લક્ષિત એવી અવસ્થાવિશેષ છે=સમ્યક્તપ્રાપ્તિનું કારણ બને એવા મિથ્યાત્વની મંદતાથી સહકૃત એવા જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષયોપશમથી લક્ષિત એવી જીવની અવસ્થાવિશેષ છે. તદ્વાવ=તેવી અવસ્થાવાળા, સંનિહિત ગ્રંથિભેદવાળા સ્વલ્પકાળમાં પ્રાપ્તવ્ય સમ્યક્તવાળા, અત્યંત જીર્ણ મિથ્યાત્વજવરવાળા જીવોની સુંદર પ્રવૃત્તિ છે એ પ્રકારના કથનથી=એ પ્રકારના ઉપદેશપદના કથનથી, વળી તેનાથી વ્યતિરિક્ત સર્વ મિથ્યાત્વી જીવોની=સમ્યક્તની પ્રાપ્તિના હેતુ એવા કર્મક્ષયોપશમથી લક્ષિત અવસ્થાવિશેષવાળા જીવોથી વ્યતિરિક્ત સર્વ પણ મિથ્યાદૃષ્ટિ જીવોની, અસુંદર પ્રવૃત્તિ જ કહેવાઈ છે=ઉપદેશપદમાં કહેવાઈ છે, એ પ્રમાણે સૂક્ષ્મ દૃષ્ટિથી પર્યાલોચન કરવું જોઈએ. એમ પૂર્વપક્ષી વડે કહેવાયું છે.” ત્યાં=પૂર્વપક્ષીના કથનમાં, આ=આગળ કહેવાય છે એ, વિચારણીય છે. અનંત પુદ્ગલપરાવર્તભાવી એવા યથાપ્રવૃત્તિકરણનું ચરમપણું એ ચરમ એક આવર્તમાત્રથી પણ નિર્વાહ્ય છે. પરંતુ સંનિહિત ગ્રંથિભેદ–ની સ્વલ્પકાલ પ્રાપ્તવ્ય સમ્યક્તની આક્ષેપકતા નથી. કેમ આક્ષેપકતા નથી ? તેમાં હેતુ કહે છે – તેમાં યોગબિંદુનું ઉદ્ધરણ બતાવતાં કહે છે –
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy