________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૫
૧૬૭ ઉપાદેય બુદ્ધિને કારણે=ભગવાનની ભક્તિ કરે છે તેમાં અત્યંત ઉપાદેય બુદ્ધિ હોવાને કારણે, સંજ્ઞાના ઉદયના અભાવથી યુક્ત, ફલાભિસંધિ રહિત, સંશુદ્ધ એવું કુશલચિત્ત ફલપાક આરંભ સદશ છે. ‘દિ' પાદપૂર્તિ માટે છે. Iરપા ભાવયોગી એવા આચાર્યાદિમાં પણ વિશુદ્ધ એવું કુશલચિત્તાદિ યોગબીજ છે, અને શુદ્ધઆશયવિશેષથી વિધિયુક્ત વૈયાવચ્ચ યોગબીજ છે. ll૨૬ અને સહજ એવો ભવને ઉદ્વેગ, દ્રવ્ય અભિગ્રહનું પાલન અને સિદ્ધાંતને આશ્રયીને વિધિપૂર્વક લેખનાદિ યોગબીજ છે. ll૨થા લેખના, પૂજતા, દાન, શ્રવણ, વાચના, વિધિપૂર્વક શાસ્ત્રનું ગ્રહણ, પ્રકાશન, સ્વાધ્યાય, અર્થનું ચિતવન અને ભાવના એ યોગબીજ છે. ૨૮ દુઃખિતોમાં અત્યંત દયા, ગુણવાનોમાં અદ્વેષ અને દીનાદિ સર્વમાં જ સામાન્ય રીતે ઔચિત્યથી સેવન." in૩૨ાા
લલિતવિસ્તરામાં પણ કહેવાયું છે – “આની=ચૈત્યવંદનની. સિદ્ધિ માટે આદિકર્મોમાં યત્ન કરવો જોઈએ. તે આદિકર્મો જ બતાવે છે –
અકલ્યાણમિત્રનો પરિહાર કરવો જોઈએ. કલ્યાણમિત્રનો પરિચય કરવો જોઈએ, ઉચિતસ્થિતિનું ઉલ્લંઘન કરવું જોઈએ નહિ. લોકમાર્ગ=શિષ્ટ લોકોના આચારની, અપેક્ષા રાખવી જોઈએ=શિષ્ટ લોકોના આચારનું ઉલ્લંઘન કરવું જોઈએ નહિ. ગુરુવર્ગને માન આપવું જોઈએ=ગુણસંપન્ન પુરુષોનો આદરસત્કાર કરવો જોઈએ. એમના પરતંત્રથી વર્તવું જોઈએ, દાનાદિ ઉચિત કૃત્યોમાં પ્રયત્ન કરવો જોઈએ, ભગવાનની ઉદાર પૂજા કરવી જોઈએ શક્તિ અનુસાર વૈભવપૂર્વક પૂજા કરવી જોઈએ, સાધવિશેષનો પરિચય કરવો જોઈએ, વિધિપૂર્વક ધર્મશાસ્ત્રો સાંભળવાં જોઈએ, મહાયત્વથી ભાવન કરવું જોઈએ સાંભળેલાં ધર્મશાસ્ત્રોના પદાર્થોનું ભાન કરવું જોઈએ, વિધાનથી=વિધિથી, યત્ન કરવો જોઈએ=ધર્મશાસ્ત્રને સાંભળ્યા પછી તેનાથી નિષ્ણત થયેલા પદાર્થોનુસાર સ્વભૂમિકા પ્રમાણે વિધિથી યત્ન કરવો જોઈએ, પૈર્યનું અવલંબન લેવું જોઈએ=શાસ્ત્રપ્રવૃત્તિ અનુસાર પ્રવૃત્તિ દુષ્કર જણાય તોપણ નિરુત્સાહી થયા વગર પૈર્યપૂર્વક યત્ન કરવો જોઈએ, ભવિષ્યનું પર્યાલોચન કરવું જોઈએ=વર્તમાનમાં જો હું પૈર્યપૂર્વક યત્ન કરીશ નહિ, તો ભવિષ્યમાં હિત થશે નહિ, માટે ભવિષ્યનું પર્યાલોચન કરીને પણ ઉત્સાહથી પ્રયત્ન કરવો જોઈએ, મૃત્યુનું અવલોકન કરવું જોઈએ=પ્રાપ્ત થયેલો મનુષ્ય ભવ મૃત્યુ તરફ જઈ રહ્યો છે તેથી મૃત્યુની પ્રાપ્તિ પૂર્વે હું મારા આત્માનું હિત સાધી લઉં તે પ્રકારના વીર્યનો ઉલ્લાસ થાય તેમ મૃત્યુનું અવલોકન કરવું જોઈએ. વિક્ષેપમાર્ગનો પરિહાર કરવો જોઈએ યોગમાર્ગની પ્રવૃત્તિમાં વિક્ષેપ કરે તેવી પ્રવૃત્તિઓનો પરિહાર કરવો જોઈએ, યોગસિદ્ધિમાં યત્ન કરવો જોઈએ=તે તે ક્રિયાઓ દ્વારા આત્મામાં મોક્ષને અનુકૂળ એવા યોગમાર્ગની સિદ્ધિ થાય તેવો યત્ન કરવો જોઈએ. ભગવાનની પ્રતિમા કરાવવી જોઈએ=ભગવાનના વીતરાગતાદિ ગુણોને સ્મૃતિમાં લાવીને તેમની પ્રતિમા કરાવવી જોઈએ. ભુવનેશ્વર એવા તીર્થકરોનું વચન લખાવવું જોઈએ, મંગલ અર્થે જાપ કરવો જોઈએ આત્મામાં મંગલનું કારણ બને તેવા ઉત્તમ સંસ્કારનું આધાન થાય તે પ્રકારે જાપ કરવો જોઈએ, અરિહંતાદિ ચારનું શરણું સ્વીકારવું જોઈએ, દુષ્કતોની ગહ કરવી જોઈએ, કુશલનું અનુમોદન કરવું જોઈએ=સર્વ જીવોનાં કુશલ કર્મોનું અનુમોદન કરવું જોઈએ, મંત્રપૂર્વક દેવતાની પૂજા કરવી જોઈએ, ઉત્તમ પુરુષોનાં ચારિત્ર સાંભળવાં જોઈએ, ઔદાર્યનું ભાવન કરવું જોઈએ, ઉત્તમ દષ્ટાંતથી પ્રવૃત્તિ કરવી જોઈએ. આવા પ્રકારના જીવની જે અહીં પ્રવૃત્તિ છે તે સર્વ જ સુંદર છે. માર્ગાનુસારી આ અપુનબંધકાદિ નિયમથી છે; કેમ કે તેનાથી અન્યને=અપુનબંધકાદિથી અન્યને, આવા પ્રકારની ગુણસંપત્તિનો અભાવ છે.”