________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૧
૧૨૩
પૂર્વગાથા સાથે અવતરણિકાનો સંબંધ :
પૂર્વગાથામાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે અનાભિગ્રહિક, સાંશયિક અને અનાભોગ ત્રણ મિથ્યાત્વ ફલથી લઘુ છે. ત્યાં સાંશયિકમિથ્યાત્વમાં સંશય છે માટે મિથ્યાત્વ છે. અનાભોગમિથ્યાત્વમાં અનાભોગ છે માટે મિથ્યાત્વ છે. છતાં સાંશયિક અને અનાભોગમિથ્યાત્વમાં વર્તતા મિથ્યાત્વને ગ્રંથકારશ્રીએ લઘુ કહ્યાં. પરંતુ તે મિથ્યાત્વને લઘુ કહેવું ઉચિત નથી એ પ્રકારની દૃષ્ટિને સામે રાખીને નથી કોઈ શંકા કરે છે – अवतरशिs:
नन्वत्र माषतुषादीनां चारित्रिणामेव संशयानध्यवसाययोरसत्प्रवृत्त्यननुबन्धित्वमुक्तं, तच्च युक्तं, तेषां मिथ्यात्वमोहनीयानन्तानुबन्धिनां प्रबलबोधविपर्यासकारिणां प्रबलक्रियाविपर्यासकारिणां च तृतीयकषायादीनामभावात्, मिथ्यादृशां संशयानध्यवसाययोश्च न तथात्वं युक्तं, विपर्यासशक्तियुक्तत्वात्तेषाम्, अतः शुभपरिणामोऽपि तेषां फलतोऽशुभ एवोक्तः श्रीहरिभद्रसूरिभिः, तथाहि - गलमच्छभवविमोअगविसन्नभोईण जारिसो एसो । मोहा सुहोवि असुहो तप्फलओ एवमेसोत्ति ।। (उप. पद. १८८) 'गलेत्यादि-गलो नाम प्रान्तन्यस्तामिषो लोहमयः कण्टको मत्स्यग्रहार्थं जलमध्ये संचारितः, तद्ग्रसनप्रवृत्तो मत्स्यस्तु प्रतीत एव, ततो गलेनोपलक्षितो मत्स्यो गलमत्स्यः । भवाद् दुःखबहुलकुयोनिलक्षणाद् दुःखितजीवान् काकशृगालपिपीलिकादीन् तथाविधकुत्सितवचनसंस्कारात्प्राणव्यपरोपणेन मोचयत्युत्तारयतीति भवविमोचकः पाखण्डविशेषः, विषेण मिश्रमनं तद् भुङ्क्ते तच्छीलश्च यः स तथाविधः ततो गलमत्स्यश्च भवविमोचकश्च विषान्नभोजी चेति द्वन्द्वः, तेषां यादृश एष परिणामः प्रत्यपायफल एव, कुतः? मोहादज्ञानात्पर्यन्तदारुणतया शुभोऽपि स्वकल्पनया, स्वरुचिमन्तरेण तेषां तथा प्रवृत्तेरयोगात्सुन्दरोऽपि सन् अशुभः संक्लिष्टः एव, कुतः? इत्याह-तत्फलतः=भावप्रधानत्वानिर्देशस्य तत्फलत्वाद्=अशुभपरिणामफलत्वाद् । अथ प्रकृते योजयन्नाह - एवंगलमत्स्यादिपरिणामवत्, एषोऽपि=जिनाज्ञोल्लङ्घनेन धर्मचारिपरिणामः तत्फलत्वादशुभ एव, आज्ञा परिणामशून्यतयोभयत्रापि समानत्वेन तुल्यमेव किल फलम्' इत्येतदाशङ्कायामाह - सपतरशिलार्थ :
અહીં-ઉપદેશપદમાં, ચારિત્રી જ એવા માષતુષાદિના સંશયનું અને અધ્યવસાયનું અસત્ પ્રવૃત્તિના અનુબંધીપણું કહેવાયું છે=માષતુષાદિમાં વર્તતો સંશય અને અધ્યવસાય ભગવાનના વચનથી વિરુદ્ધ પ્રવૃત્તિના ફલવાળો નથી તેમ કહેવાયું છે. અને તે યુક્ત છે; કેમ કે માષતુષાદિ મુનિઓને પ્રબલ બોધતા વિપર્યાસકારી એવા મિથ્યાત્વમોહનીય અને અનંતાનુબંધીનો અભાવ છે. અને પ્રબલ ક્રિયાના વિપર્યાસકારી એવા ત્રીજા કષાયાદિનો અભાવ છે. મિથ્યાષ્ટિઓના સંશયનું અને અધ્યવસાયનું