________________
૧૧૪
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯
તેનાથી=જેટલા સિદ્ધ થાય છે તેટલા અવ્યવહારરાશિમાંથી વ્યવહારરાશિમાં આવે છે એ પ્રકારના શાસ્ત્રવચનથી, સિદ્ધિ અવચ્છિન્ન વ્યવહારરાશિની અપેક્ષાથી=જેટલા સિદ્ધ થયા છે તેનાથી નીકળીને વર્તમાનમાં વ્યવહારરાશિમાં આવ્યા છે. તેવા વ્યવહારરાશિના જીવોની અપેક્ષાથી, સિદ્ધોનું અનંતગુણ સિદ્ધ હોવા છતાં પણ સામાન્ય અપેક્ષાએ=વ્યવહારરાશિમાં વર્તતા સર્વ જીવોની અપેક્ષાએ, તેની અસિદ્ધિ છે=વ્યવહારરાશિના કરતાં સિદ્ધોના અનંતગુણપણાની અસિદ્ધિ છે,
આ રીતે પૂર્વપક્ષીને જે એક યુક્તિ હતી, તે પણ અસતુ કેમ છે ? તે બતાવ્યું. હવે પૂર્વપક્ષીએ ત્રણ અનુમાન કરેલ, તેમાંથી બીજા અનુમાનમાં કહેલ કે અનાદિમાનું એવા સૂક્ષ્મ-બાદરનિગોદના જીવો અવ્યવહારી જ છે. તેઓને અવ્યવહારી ન સ્વીકારવામાં આવે તો જીવો અવ્યવહારરાશિમાંથી વ્યવહારી બને છે અને સિદ્ધિમાં ગમન કરે છે તે અપર્યવસિત ઉપપન્ન થાય નહીં. તેનો ઉત્તર આપતાં કહે છે –
વ્યવહારિત્વનું ભવન અને સિદ્ધિગમતનું અપર્યવસિતપણું અનાદિ સૂક્ષ્મનિગોદથી નિયત વ્યવહારિત્વના અભિમુખ જીવોના નિર્ગમનથી અનુપપન્ન નથી.
વળી પૂર્વપક્ષીએ ત્રીજું અનુમાન કરેલ કે સાંવ્યવહારિક જીવો અવશ્ય સિદ્ધ થાય છે; કેમ કે વ્યવહારરાશિમાં રહેલા જીવોનું આવલિકાના અસંખ્યાતભાગ પ્રમાણ પુદ્ગલપરાવર્તના જે સમયો છે તેટલા પરિમાણપણું હોવાના કારણે પરિમિતપણું છે. અને કાયસ્થિતિ સ્તોત્રમાં બતાવેલ કે વ્યવહારરાશિમાં આવેલા જીવો ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતભાગ પ્રમાણ પુદ્ગલપરાવર્ત સંસારમાં ભમે છે. તેથી તેટલા કાળ પછી અવશ્ય તેઓ સિદ્ધ થશે. કેમ સિદ્ધ થાય ? તેનો ખુલાસો કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
વ્યવહારી જીવોનું આવલિકાના અસંખ્યાતભાગપ્રમાણપુદ્ગલપરાવર્તમાનપણું હોવાને કારણે સર્વ વ્યવહારી જીવોની સિદ્ધિની આપત્તિ થાય. ત્યાં=સર્વ વ્યવહારીની સિદ્ધિની આપત્તિ છે તે કથનમાં, અભવ્યના વ્યવહારિકત્વના અનુરોધને કારણે નિગોદાણાથી, તિર્યચપણાથી, નપુંસકપણાથી કાયસ્થિતિ પ્રતિપાદક સૂત્રોનું વ્યવહારિકવિશેષવિષયપણું કલ્પવું જોઈએ. અથવા સૂત્રનો અન્ય કોઈ અભિપ્રાય છે કાયસ્થિતિ પ્રતિપાદક સૂત્રકો અભિપ્રાય છે, એ વિષયમાં બહુશ્રુતો જ પ્રમાણ છે. સૂત્રો અભિપ્રાય અવશ્ય કોઈ વિચારવો જોઈએ, અન્યથા=સૂત્રનો અભિપ્રાય વિચાર્યા વગર કાયસ્થિતિ પ્રતિપાદકસૂત્રના વચનોને ગ્રહણ કરીને તેનાં વચનોથી ઉપલબ્ધ થતો સામાન્ય અર્થ ગ્રહણ કરીને આવલિકાના અસંખ્યભાગ પુદ્ગલપરાવર્તમાં સર્વ વ્યવહારી જીવોને સિદ્ધિની પ્રાપ્તિ છે એમ કહેવામાં આવે તો, ઘણા ભવ્ય જીવો આટલા કાળથી સિદ્ધ થશે. વળી અન્ય સ્વલ્પ કાળથી સિદ્ધ થશે. વળી બીજા સ્વલ્પતર કાળથી સિદ્ધ થશે. વળી કેટલાક મરુદેવી માતાની જેમ સ્વલ્પ જ કાળથી સિદ્ધ થશે. વળી અભવ્ય ક્યારે પણ સિદ્ધ થશે નહિ. ભવભાવનાવૃત્તિઆદિના વચનથી, અભવ્યોને ભવ્યોને જે ઉક્ત અધિક સંસારના ભેદનું કથન છે=આલિકાના અસંખ્યાતભાગ પ્રમાણ પગલપરાવર્તથી અધિક સંસારના ભેદનું કથન છે, તે ઉપપન્ન થાય નહિ. જે વળી, પર વડે=નવીન કલ્પના કરનાર વડે, કહેવાયું –