SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ 90 ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૫૩-૫૪ ગાથા : चिक्खिल्लवालसावयसरेणुकंटगतणे बहुअजले अ । लोगो वि निच्छइ पहे, को णु विसेसो भयंतस्स ॥५३॥ कर्दमव्यालश्वापदसरेणुकण्टकतणान् बहुजलांश्च ।। लोकोऽपि नेच्छति पथः को नु विशेषो भदन्तस्य ॥५३।। ગાથાર્થ : કાદવ, સર્પ, જંગલી પશુ ધૂળ, કાંટા અને તૃણવાળા અને બહુ પાણીવાળા એવા માર્ગને લોક પણ ઇચ્છતો નથી, તો લોકથી ભદન્તનો સાધુનો શું વિશેષ છે ? (કે જે કારણથી આમ કહેવાય છે સાધુને દેહરક્ષા માટે, તેવા માર્ગનું વર્જન કરીને, જેમાં જીવોની હિંસા થતી હોય તેવા માર્ગમાંથી જવા છતાં પ્રતિજ્ઞાનો ભંગ થતો નથી, એમ કહેવાય છે). li૫all ટીકા : चिक्खल्लव्यालश्वापदसरेणुकण्टकतृणान् बहुजलांश्च सोपद्रवान् पथ:मार्गान् लोकोऽपि नेच्छत्येव, अत: को नु विशेषो? लोकात् सकाशाद्भदन्तस्य, येनैवमुच्यते इति ।(ओघनि. गा. ४९) ભાવાર્થ : ઓઘનિર્યુક્તિમાં આ ગાથા-૪૯ મી છે, અને તેની પૂર્વની ઓઘનિર્યુક્તિની ૪૮મી ગાથા સાથે ઓઘનિર્યુક્તિની ૪૯ મી ગાથાનો સંબંધ આ પ્રમાણે છે ઓઘનિર્યુક્તિની ૪૮મી ગાથામાં કહેલ છે કે સાધુને સંયમનિમિત્તે દેહ ધારણ કરવાનો છે, અને દેહનો અભાવ થાય તો સંયમનું પાલન થઈ શકે નહીં. તેથી તેવા કોઈ વિષમ સંયોગોમાં ધર્મકાયરૂપ દેહનું પરિપાલન કરવા માટે સાધુ એવા પથમાંથી પણ જાય છે જેથી બાહ્ય રીતે હિંસાની પણ પ્રાપ્તિ થાય; છતાં ધર્મકાયના રક્ષણ માટે કરાયેલી તે હિંસા પરમાર્થથી હિંસા થતી નથી. ત્યાં શંકા કરતાં કહે છે કે જે સ્થાન ઘણા કાદવવાળું હોય, સર્પ આદિ હિંસક પ્રાણીથી આક્રાન્ત હોય અને ધૂળ-કાંટા આદિથી વ્યાપ્ત હોય અથવા ઘણા જળનો ઉપદ્રવ હોય, તેવા ઉપદ્રવવાળા માર્ગમાંથી લોક પણ જતો નથી, પરંતુ અન્ય જીવોની હિંસાની ઉપેક્ષા કરીને પણ નિરુપદ્રવ પથમાંથી જાય છે. તે રીતે સાધુ પણ આવા ઉપદ્રવવાળા પથને છોડીને બીજા જીવોની હિંસા થાય તેવા માર્ગમાંથી જાય તો લોકો કરતાં સાધુમાં શું ભેદ છે ? અર્થાત કોઈ ભેદ નથી. આ પ્રકારનો શંકાકારનો આશય છે, અને એ શંકા કરીને શંકાકારને એ કહેવું છે કે સાધુએ તો પોતાના દેહના ભોગે પણ જીવરક્ષા માટે યત્ન કરવો જોઈએ, જેથી છકાયના પાલનની પ્રતિજ્ઞા સુરક્ષિત રહે; પરંતુ લોકોની જેમ નિરુપદ્રવ માર્ગમાં જવાથી જીવોની હિંસા થતી હોય તો ઉપદ્રવવાળા માર્ગને છોડીને ઉપદ્રવ વગરના માર્ગમાંથી વિહાર કરવો ઉચિત નથી. પણ અવતરણિકા : ૩વ્યતે – પૂર્વગાથામાં પૂર્વપક્ષ દ્વારા કરાયેલી શંકાનું સમાધાન આપતાં ગ્રંથકાર કહે છે –
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy