________________
૫૨
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૪૦-૪૧
તે બોધ આત્મહિત માટે ઉપકારક બને નહીં. જો કાલિક શ્રુતના પ્રત્યેક પદમાં પૂર્વની જેમ બધા નયો ઉતારવામાં આવે તો કયું પદ આચાર માટે ઉપયોગી છે અને કયું પદ ધર્મકથાનુયોગ બતાવનાર છે ઇત્યાદિ વિભાગનો બોધ તો ન થાય, પરંતુ નયની વિસ્તારવાળી દુનિયાને જોઈને તે શ્રુતને કઈ રીતે આત્માની સાથે જોડવું તેની કોઈ દિશાસૂઝ પણ ન પડે તેવો બોધ થવાની સંભાવના રહે. કદાચ કોઈક બુદ્ધિમાન શ્રોતા હોય તો તે પદોને અનેક નયોથી સાંભળીને પોતાને અનેક નયોનો બોધ થયો છે તેવો માત્ર સંતોષ માને તેમ બને, પરંતુ તે સૂત્રને કયા સ્થાને કઈ રીતે જોડીને આત્મકલ્યાણમાં ઉપયોગી બનાવવું તેવો બોધ ન થાય તો તે શ્રુતજ્ઞાન માત્ર માહિતીજ્ઞાન બની રહે. તેથી ભાવિ જીવોના ઉપકાર અર્થે આર્યરક્ષિતસૂરિજીએ કાલિકશ્રુતમાં ચાર વિભાગો બતાવ્યા, જેથી ચરણકરણાનુયોગના બળથી સંયમમાં કઈ રીતે યત્ન કરવો તેનો ઉચિત બોધ થાય, ધર્મકથાનુયોગ દ્વારા પૂર્વના મહાપુરુષોના પ્રસંગોના બળથી સંયમની વૃદ્ધિમાં કઈ રીતે યત્ન કરવો તેનો બોધ થાય અને ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગના ચિંતવનથી નિર્લેપદશાની વૃદ્ધિ કરીને સંયમના કંડકોની કઈ રીતે વૃદ્ધિ કરવી તેનો બોધ થાય. તેના બદલે નયવાદથી પલ્લવિત કરેલું તે કાલિકશ્રુત સંયમની પ્રવૃત્તિમાં ઉપકારક ન બને તો આત્મહિતનું કારણ બને નહીં. માટે આર્યરક્ષિતસૂરિજીએ મૂઢનયવાળું કાલિકશ્રુત કર્યું. lol અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે કાલિકશ્રુતમાં ચરણકરણાનુયોગ આદિનો વિભાગ કર્યો ત્યારથી નયોનો સમાવતાર નથી. હવે નયોનો સમાવતાર કાલિકશ્રત છોડીને દૃષ્ટિવાદમાં છે, અને કાલિકશ્રુતમાં નયોનો સમાવતાર નહીં હોવા છતાં શ્રોતાવિશેષને આશ્રયીને નયોના સમવતારમાં લાભ જણાય, તો ત્રણ નયનો અધિકાર છે, તે વાત બતાવે છે –
ગાથા :
एएहिं दिट्ठिवाए, परूवणा सुत्तअत्थकहणा य । इह पुण अणब्भुवगमो, अहिगारो तीहि ओसन्नं ॥४१॥ एतैर्दृष्टिवादे प्ररूपणा सूत्रार्थकथना च ।
इह पुनरनभ्युपगमोऽधिकारस्त्रिभिः उत्सन्नं ॥४१॥ ગાથાર્થ :
આમના વડેકનૈગમઆદિ નવ વડે, દૃષ્ટિવાદમાં પ્રરૂપણા કરાય છે અને સૂત્રાર્થની કથના કરાયા છે. વળી, અહીં કાલિકશ્રુતમાં અનન્યુપગમ છે=નય ઉતારવાનો નિષેધ છે. ત્રણ વડે શ્રોતાની અપેક્ષાએ નય ઉતારવા જેવું લાગે તો આદિ ત્રણ નય વડે અધિકાર મોસનં પર્યાપ્ત છે=આદિ ત્રણ નય વડે કથન પ્રાયઃ પતિ છે. II૪૧|| ટીકા :
एभिनँगमादिभिर्नयैः सप्रभेदैर्दृष्टिवादे सर्ववस्तुप्ररूपणा सूत्रार्थकथना च 'क्रियते' इति शेषः । इह पुनः कालिकश्रुतेऽनभ्युपगमो नावश्यं नयैर्व्याख्या कार्या । यदि च श्रोत्रपेक्षया नयविचारः क्रियते तदा त्रिभिराद्यैरुत्सन्नं प्रायेणात्राधिकारः ॥ इति नियुक्तिगाथार्थः ॥२२७५॥ (विशेषआवश्यकम्)