SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૨૮-૨૯ અને તેવા મુનિઓ જેમ જેમ શાસ્ત્રો ભણે છે તેમતેમ બોધની વિશદતાને કારણે વિશદ રુચિવાળા થાય છે, અને તેવા મુનિઓ જ્યારે ગીતાર્થ થાય છે ત્યારે તેમને વિસ્તારરુચિ સમ્યક્ત થાય છે, તેને સિદ્ધસેનદિવાકરસૂરિ ભાવસમ્યક્ત કહે છે. - અહીં વિશેષ એ છે કે અપુનબંધકમાં કેવળ દ્રવ્યસમ્યક્ત છે; જ્યારે મોષતુષ જેવા અગીતાર્થ મુનિઓમાં દ્રવ્ય-ભાવ ઉભયરૂપ સમ્યક્ત છે, તો પણ તેમને દ્રવ્યને પ્રધાન અને ભાવને ગૌણ કરીને દ્રવ્યસમ્યક્ત કહેલ છે; અને ગીતાર્થ મુનિઓને કેવળ ભાવસભ્યત્ત્વ છે. આ પ્રકારનો ખુલાસો ઉપાધ્યાયજી મહારાજે “પ્રતિમાશતક' ગ્રંથમાં ગાથા-૧૫માં કરેલ છે. ૨૮ અવતરણિકા : ગાથા-૨૦થી ૨૨માં કહેલ કે અપુનર્ધધક જીવ પણ દ્રવ્યચારિત્ર પાળે છે અને તે માર્ગાનુસારી ક્રિયા છે, માટે માર્ગાનુસારી ક્રિયા ભાવચારિત્રનું લિંગ થઈ શકે નહિ. તેના સમાધાનરૂપે ગ્રંથકારે ગાથા-૨૨માં ખુલાસો કર્યો કે અપુનબંધકમાં વ્યવહારથી માર્ગાનુસારિતા છે તે ભાવચારિત્રનું લિંગ નથી, પરંતુ નિશ્ચયનયથી રત્નત્રયીના પરિણામરૂપ જે માર્ગાનુસારિતા છે તે ભાવચારિત્રનું લિંગ છે. ત્યાં શંકા થાય કે વ્યવહારનયથી દ્રવ્યસાધુપણું પાળનાર અપુનબંધકમાં માર્ગનુસારિતા સ્વીકારી છે, તેમ ભવાભિનંદી જીવો પણ દ્રવ્યચારિત્ર પાળે છે, તેમાં પણ વ્યવહારનયથી માર્ગાનુસારિતા સ્વીકારવી જોઈએ. તેનું નિરાકરણ કરતાં કહે છે – ગાથા : ण उक्कडरूवसरिसं, भावविरहीण भवाभिणंदीणं । अहव कहं पि विसिटुं, लिंगं सा भावचरणस्स ॥२९॥ नोत्कटरूपसद्दशं भावविरहिणां भवाभिनन्दिनाम् । अथवा कथमपि विशिष्टं लिङ्गं सा=मार्गानुसारिक्रिया भावचरणस्य ॥२९।। ગાથાર્થ : ભાવવિરહિત એવા ભવાભિનંદી જીવોને ઉત્કટરૂપ સદશ લિંગ નથી=ભાવચારિત્રના લિંગ સદશ અપુનબંધક જેવું માર્ગાનુસારીપણું નથી અથવા ભાવચારિત્રનું કોઈક રીતે પણ વિશિષ્ટ એવું લિંગ સાતેકમાર્ગાનુસારી ક્રિયા છે. ચૂલા ભાવાર્થ : કેટલાક આરાધક જીવો આરાધના અર્થે સંયમ ગ્રહણ કરે છે, અને તેઓ સંયમની ક્રિયા સેવે છે ત્યારે અનંતાનુબંધી આદિ ૧૨ કષાયોનો ક્ષયોપશમભાવ વર્તે છે, તેથી ભાવથી રત્નત્રયીની પરિણતિ વર્તે છેકેમ કે તેવા મુનિઓ ભગવાનના વચનને પરતંત્ર થઈને ઉચિત ક્રિયાઓ કરે છે, અને તે ઉચિત ક્રિયા ભાવચારિત્રના લિંગરૂપ માર્ગાનુસારી ક્રિયા છે.
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy