SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા: ૨૨૮ જાણતા નથી, છતાં ભાવથી શ્રદ્ધા કરે છે કે “જીવ માટે એક મોક્ષ જ ઉપાદેય છે, અને તેનો ઉપાય સર્વજ્ઞના વચન અનુસાર જ ઉચિત પ્રવૃત્તિ છે', આ પ્રકારની જેઓને સ્થિર શ્રદ્ધા છે, તેઓ નવતત્ત્વ નહિ જાણતા હોવા છતાં સમ્યગ્દષ્ટિ છે, અને તેવું સમ્યગ્દર્શન માષતુષમુનિમાં પણ છે; પરંતુ અપુનબંધકમાં જેવું દ્રવ્યસમ્યગ્દર્શન છે તેવું સમ્યગ્દર્શન ગ્રહણ કરીને સન્મતિતર્ક ગ્રંથમાં માપતુષમુનિને દ્રવ્યસમ્યગ્દર્શન કહેલ નથી. માટે ભાવથી રત્નત્રયીની પરિણતિરૂપ માર્ગાનુસારીપણું માપતુષમુનિમાં સ્વીકારવામાં કોઈ દોષ નથી, એ પ્રકારનો ધ્વનિ પ્રસ્તુત ગાથામાં છે. કેરી અવતરિણકા : પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે સિદ્ધસેનદિવાકરસૂરિએ માતુષઆદિ મુનિઓને દ્રવ્યસમ્યકત્વ કહ્યું છે, તે સંક્ષેપરુચિની અપેક્ષાએ કહ્યું છે, પરંતુ અપુનબંધકમાં વર્તતા, મિથ્યાત્વની મંદતાથી થયેલા, ક્ષાયોપથમિક સમ્યકત્વના કારણરૂપ એવા દ્રવ્યસમ્યકત્વને ગ્રહણ કરીને કહેલ નથી. તે વાતને સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા : सव्ववएसा भन्नड, लिंगे अब्भंतरस्स चरणस्स । जं दलरूवं दव्वं, कज्जावन्नं च जं भावो ॥२८॥ सव्यपदेशाद् भण्यते लिङ्गेऽभ्यन्तरस्य चरणस्य । यद्दलरूपं द्रव्यं कार्यापन्नं च यद् भावः ॥२८॥ ગાથાર્થ : સવ્યપદેશથી કારણને દ્રવ્ય કહેવું અને કાર્યને ભાવ કહેવો એ પ્રકારના વ્યપદેશથી, અત્યંતર ચારિત્રના=ભાવચારિત્રના, લિંગમાં જે દલરૂપ કારણરૂપ છે તે દ્રવ્ય, અને જે કાર્યઆપન્ન છે કાર્યરૂપે થયેલ છે, તે ભાવ કહેવાય છે. ૨૮ ભાવાર્થ : પ્રસ્તુત ગ્રંથમાં ગાથા-૩ થી ભાવચારિત્રનું લિંગ કહેવાનો પ્રારંભ કરેલ છે, અને ત્યારપછી ગાથા-૨૨માં કહ્યું કે નિશ્ચયનયથી જ્ઞાનાદિયુક્ત માર્ગાનુસારીપણું અત્યંતર ચારિત્રનું લિંગ છે, અને તે અત્યંતર ચારિત્રના લિંગમાં વર્તતી રત્નત્રયીની પરિણતિમાં સમ્યગ્દર્શન છે. તે સમ્યગ્દર્શનને સંક્ષેપરુચિની અપેક્ષાએ દ્રવ્યસમ્યકત્વ કહ્યું છે, અને તે કથન સવ્યપદેશથી છે; અને તે સવ્યપદેશથી કથનનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે. જે દલરૂપ =કારણરૂપ હોય તે દ્રવ્ય કહેવાય અને જે કાર્યરૂપે પરિણામ પામેલ હોય તે ભાવ કહેવાય, તેવો નિયમ છે. - અહીં વિશેષ એ છે કે સિદ્ધસેનદિવાકરસૂરિએ અપુનબંધકમાં કેવળ દ્રવ્યસમ્યકત્વ કહેલ છે, અને માષતુષ જેવા અગીતાર્થ મુનિઓમાં દ્રવ્ય અને ભાવ ઉભય સમ્યકત્વ કહેલ છે, તોપણ માપતુષ જેવા મુનિઓને દ્રવ્યની પ્રધાનતા અને ભાવને ગૌણ કરીને દ્રવ્યસમ્યકત્વ કહેલ છે. જેમ પિંડરૂપ માટી હોય તે દ્રવ્યઘટ કહેવાય અને તે પિંડરૂપ માટી ઘટ બને ત્યારે ભાવઘટ કહેવાય; તે રીતે માપતુષમુનિ
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy