SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ યતિલક્ષણસમુચ્ચય પ્રણ / ગાથા : ૨૧ ગાથા : जायइ अ भावचरणं, दुवालसण्हं खए कसाया । मग्गसारितं पुण, हविज्ज तम्मंदयाए वि ॥२१॥ जायते च भावचरणं द्वादशानां क्षये कषायाणाम् । मार्गानुसारित्वं पुनर्भवेत्तन्मन्दतायामपि ॥२१॥ ૨૫ ગાથાર્થ : અને ભાવચારિત્ર બાર કષાયોના ક્ષયમાં=ક્ષયોપશમભાવમાં થાય છે, અને માર્ગાનુસારીપણું વળી તેની મંદતામાં પણ=બાર કષાયોની મંદતામાં પણ થાય છે. (તેથી ગાથા-૧૫માં કહેલું માર્ગાનુસારીપણાનું લક્ષણ જેમ ચારિત્રીમાં સંગત થાય છે તેમ અપુનબંધકમાં પણ સંગત થઈ શકે છે. માટે માર્ગાનુસારીપણું ભાવચારિત્રનું લિંગ કહી શકાય નહિ, એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે.) ||૨૧॥ * અહીં ‘સ્વ' શબ્દ ક્ષયોપશમ અર્થમાં છે. જેમ ભીમસેનને ‘ભીમ' કહેવાય છે, તેમ ક્ષયોપશમને ‘ક્ષય' શબ્દથી કહેલ છે. * અહીં ‘તમંડ્યા વિ’ માં ‘વિ' શબ્દ ‘પિ’ અર્થમાં છે અને તેનાથી એ કહેવું છે કે બાર કષાયોના ક્ષયોપશમભાવમાં તો માર્ગાનુસારીપણું છે, પરંતુ બાર કષાયોની મંદતામાં પણ માર્ગાનુસારીપણું છે. ભાવાર્થ : લલિતવિસ્તરા ગ્રંથમાં ‘મળયાળ’ નો અર્થ કરતાં કહ્યું કે ‘મુનŞમામનનતિાયામતુત્ય:' વિશિષ્ટ ગુણસ્થાનકની પ્રાપ્તિમાં સમર્થ સ્વરસવાહી ક્ષયોપશમવિશેષ માર્ગ છે, જે ચિત્તના અવક્રગમનરૂપ છે; અને આ મગંદયાણુંનું વર્ણન મિથ્યાત્વ અવસ્થામાં રહેલા યોગની ત્રીજી દષ્ટિવાળા અપુનર્બંધક જીવને આશ્રયીને કરેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે જીવોના અનંતાનુબંધી આદિ બાર કષાયો મંદ થયેલા છે તેઓનું ચિત્ત સ્વાભાવિક રીતે યોગમાર્ગમાં અવક્ર ચાલે છે, અને તે ભાવ અપુનર્બંધક આદિ જીવોમાં રહેલો દ્રવ્યમાર્ગાનુસારી ભાવ છે; જ્યારે બાર કષાયોના ક્ષયોપશમભાવથી પ્રગટ થયેલ ભાવચારિત્ર એ સાધુનો ભાવમાર્ગાનુસારી ભાવ છે; અને ભાવમાર્ગાનુસારી ભાવને બતાવવા ગ્રંથકારે ગાથા-૧૫માં લક્ષણ કર્યું કે ‘ભુજંગનલિકાઆયામ સમાન ઉત્તમ ગુણની પ્રાપ્તિમાં સમર્થ એવો સ્વારસિક પરિણામ' તે માર્ગ છે, અને તેને અનુસરનારા જીવો માર્ગાનુસારી છે, અને આ માર્ગાનુસારીપણું ભાવચારિત્રનું લક્ષણ છે. પરંતુ આ રીતે ‘દ્રવ્યમાર્ગાનુસારી ભાવ' અને ‘ભાવમાર્ગાનુસારી ભાવ'ના ભેદનો વિચાર કર્યા વગર પૂર્વપક્ષી કહે છે કે ગ્રંથકારે ગાથા-૧૫માં લક્ષણ કર્યું એવું માર્ગાનુસારીપણું તો અપુનર્બંધકને પણ હોય છે, માટે માર્ગાનુસારીપણું ભાવચારિત્રનું લક્ષણ થઈ શકે નહિ; કેમ કે ભાવચારિત્ર તો અનંતાનુબંધીઆદિ બાર કષાયોના ક્ષયોપશમભાવવાળા જીવોને હોય છે, અન્યને નહિ. તેથી ભાવચારિત્રનું લક્ષણ અપુનર્બંધકમાં ન જાય તેવું કરવું જોઈએ. ।।૨૧।
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy