SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ યતિલક્ષણસમુચ્ચય પ્રણ / ગાથા : ૧૯ એટલું જ નહિ પણ શક્તિના પ્રકર્ષથી તેમના ઉપદેશના તાત્પર્યને ગ્રહણ કરીને તેમના ઉપદેશ અનુસાર મન-વચન-કાયાની સુદૃઢ પ્રવૃત્તિ પણ કરે છે. તેથી ગુણવાન એવા ગીતાર્થ ગુરુના જ્ઞાનનું ફળ તેવા માર્ગાનુસારી જીવોમાં છે, તેથી સમ્યક્ જ્ઞાનના ફળરૂપ રત્નત્રયીની વૃદ્ધિને અનુકૂળ એવી ક્રિયા તેઓમાં વર્તે છે, જેને અન્ય દર્શનકારો સુવર્ણઘટ જેવી કહે છે. ૨૩ માષતુષ જેવા કેટલાક મુનિઓ સુવર્ણઘટ જેવી ક્રિયા કરીને વીર્યના પ્રકર્ષવાળા થાય તો કેવળજ્ઞાનને પામે છે; પરંતુ જેમ સુવર્ણનો ઘડો ફૂટી જાય તોપણ સુવર્ણભાવ છોડતો નથી, તેમ કોઈક તેવા માર્ગાનુસારી ભાવવાળા મુનિ તે ભવમાં કેવળજ્ઞાન ન પામે તોપણ ભગવાનના વચન અનુસાર સંયમ પાળીને દેવલોકમાં જાય, અને દેવલોકમાં રત્નત્રયીની વૃદ્ધિને અનુકૂળ ચારિત્રની ક્રિયાઓ ભગ્ન થઈ જાય તોપણ, પૂર્વભવમાં જે રત્નત્રયીનું સેવન કર્યું છે, તેનાથી જે સુવર્ણ જેવો આત્માનો ભાવ નિષ્પન્ન થયો છે, તે દેવભવમાં પણ સંસ્કારરૂપે નાશ પામતો નથી, પરંતુ સંસ્કારરૂપે વિદ્યમાન રહે છે; અને આથી દેવભવમાં પણ સંયમ પ્રત્યેનો બદ્ધ રાગ તેઓમાં વર્તે છે. જોકે પૂર્વભવમાં જેમ સંયમની ક્રિયાઓ કરીને આત્માને વિશેષ વિશેષ સંપન્ન કરતા હતા, તેવી ક્રિયાઓ દેવભવમાં નથી, પણ સુવર્ણ સદેશ સંયમના ઉત્તમ સંસ્કારો આત્મા ઉપરથી દેવભવમાં પણ નાશ પામતા નથી; અને દેવભવમાં ભોગાદિ કરે છે તોપણ તે ભોગની ક્રિયા સંયમના સંસ્કારોને મ્લાન કરી શકતી નથી, પરંતુ દેવભવમાં પણ વારંવાર ભગવાનની ભક્તિ કરીને કે સાધુ આદિની ભક્તિ કરીને આવા જીવો સંયમ પ્રત્યેના રાગના પરિણામને પુષ્ટ કરે છે, અને તેના કારણે આવા જીવો ફરી મનુષ્યભવને પામે ત્યારે, પૂર્વ કરતાં પણ ઊંચા પ્રકારના સંયમને શીઘ્ર પામે છે; કેમ કે દેવભવમાં ક્રિયારૂપે સંયમની પ્રવૃત્તિ ન હતી તોપણ સંયમ પ્રત્યેનો બદ્ધ રાગ સંસ્કારરૂપે હતો. વળી, દેવભવમાં ભોગાદિની ક્રિયા સંયમની ક્રિયાથી વિરુદ્ધ હોવા છતાં સંયમ પ્રત્યેનો બલવાન રાગ હોવાના કારણે તે ભોગાદિની ક્રિયા સંયમના સંસ્કારની ગ્લાનિનું કારણ બનતી નથી. આથી આવા જીવો મનુષ્યભવની પ્રાપ્તિ કરીને જેવું ભોગકર્મ ક્ષીણ થાય કે તુરત પૂર્વ કરતાં પણ વિશેષ પ્રકારના સંયમના પરિણામને પ્રાપ્ત કરે છે. જેમ ભરત મહારાજાએ પૂર્વભવમાં સંયમ પાળ્યું, ત્યારપછી સર્વાર્થસિદ્ધમાં સંયમની ક્રિયાનો નાશ થવા છતાં, અને ચક્રવર્તીના ભવમાં પણ ભોગકર્મકાળ દરમ્યાન સંસારની ભોગાદિની ક્રિયા હોવા છતાં, નિમિત્તને પામીને પરમ સંવેગ પામી કેવળજ્ઞાન પામ્યા, તેનું કારણ પૂર્વભવની સંયમની ક્રિયાથી થયેલા અને સુવર્ણભાવે રહેલા ઉત્તમ સંસ્કારો છે. અહીં વિશેષ એ છે કે પૂર્વભવમાં ભરત ચક્રવર્તીએ દીર્ઘકાળ સુધી નિરતિચાર ચારિત્ર પાળેલું જેનાથી રત્નત્રયીના સંસ્કારો આત્મા ઉપર અતિ ઘનિષ્ઠ અને સ્થિર થયેલા, જેથી દેવભવમાં ભવસ્વભાવે જ સંયમની ક્રિયા નહિ હોવા છતાં અને અસંયમમાં પ્રવૃત્તિ હોવા છતાં અને ક્રિયારૂપે અવિરતિની જ ક્રિયા હતી તોપણ, પૂર્વભવમાં સેવાયેલા રત્નત્રયીના સુવર્ણ જેવા ઉત્તમ સંસ્કારો આત્મા ઉપર અવસ્થિત હતા. વળી મનુષ્યભવમાં પણ, ચક્રવર્તીના ભોગકાળ દરમ્યાન યુદ્ધની આરંભ-સમારંભની પ્રવૃત્તિ પણ હતી, એટલું જ નહિ પણ બાહુબલી સાથે જ્યારે યુદ્ધમાં હારે છે ત્યારે અતિ આવેશમાં આવીને બાહુબલીના નાશ માટે ચક્રનો ઉપયોગ કરે છે તે વખતે યોગની પરિણતિથી ઠીક વિપરીત ક્રિયાઓ પણ હતી, તોપણ
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy