SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૨૨૪ ૩૦૩ ગાથા : बकुसकुसीलेहि तित्थं, दोसलवा तेसु णियमसंभविणो । जइ तेहिं वज्जणिज्जो, अवज्जणिज्जो तओ णत्थि ॥२२४॥ बकुशकुशीलाभ्यां तीर्थं दोषलवास्तयोर्नियमसम्भविनः । यदि तैर्वर्जनीयोऽवर्जनीयस्ततो नास्ति ॥२२४।। ગાથાર્થ : બકુશ-કુશીલોથી તીર્થ છે, તેઓમાં=બકુશ-કુશીલમાં નિયમસંભાવી દોષલવો છેઃનિયમા થનારા સૂક્ષ્મ દોષો છે. જો તેઓના વડે તે દોષો વડે, વર્જનીય હોયસાધુ તરીકે વર્જનીય હોય, તો અવર્જનીય નથી=અવર્ષનીચ કોઈ સાધુ નથી. l૨૨૪ll ટીકા : बकुशकुशीला व्यावर्णितस्वरूपाः 'तित्थं ति भामा सत्यभामेति न्यायात् सर्वतीर्थकृतां तीर्थसंतानकारिणः संभवन्ति, अत एव दोषलवा:-सूक्ष्मदोषास्तेषुबकुशकुशीलेषु नियमसंभविनः, यतस्तेषां द्वे गुणस्थानके प्रमत्ताप्रमत्ताख्ये अन्तर्मुहूर्त्तकालावस्थायिनी, तत्र यदा प्रमत्तगुणस्थानके वर्त्तते तदा प्रमादसद्भावादवश्यंभाविनः सूक्ष्मा दोषलवाः साधोः, परं यावत् सप्तमप्रायश्चित्तापराधमापनीपद्यते तावत् स चारित्रवानेव, ततः परमचारित्रः स्यात् । तथा चोक्तम्"जस्स हु जा तवदाणं, (छेअस्स जाव दाणं) ता वयमेगंपि नो अइक्कमइ । અફમંતો, અમ પંર મૂનેvi " રૂતિ ! तदेवं बकुशकुशीलेषु नियमभाविनो दोषलवाः, यदि तैर्वर्जनीयो यतिः स्यादवर्जनीयस्ततो नास्त्येव, तदभावे तीर्थस्याप्यभावप्रसङ्ग इति ॥१३५॥ (धर्मरत्नप्रकरणम्) ટીકાર્ય : પૂર્વમાં વર્ણન કરાયેલા સ્વરૂપવાળા બકુશ-કુશીલ છે=ધર્મરત્ન પ્રકરણ ગ્રંથમાં આ ગાથાની પૂર્વની ગાથાઓમાં વર્ણન કરાયેલા સ્વરૂપવાળા બકુશ-કુશીલો છે. ભામા=સત્યભામા, એ પ્રકારના ન્યાયથી ગાથામાં તિલ્થ' શબ્દનો અર્થ, સર્વ તીર્થકરોના તીર્થના પ્રવાહને વહન કરનારા ગ્રહણ કરવાનો છે અને તેઓ બકુશ-કુશીલ સંભવે છે, તે બતાવવા માટે “સંમતિ' પ્રયોગ છે. આથી જ=બકુશ-કુશીલ તીર્થસંતાનને કરનારા છે આથી જ, તે બકુશ-કુશીલમાં દોષલવ-સૂમ દોષો નિયમસંભવી છે, જે કારણથી તેઓને= બકુશ-કુશીલને અન્તર્મુહૂર્તકાલ અવસ્થાયી પ્રમત્ત-અપ્રમત્ત નામનાં બે ગુણસ્થાનક છે. ત્યાં જ્યારે પ્રમત્તગુણસ્થાનકમાં વર્તે છે ત્યારે પ્રમાદનો સદ્ભાવ હોવાથી સાધુને અવશ્યભાવિ સૂક્ષ્મ દોષલવો છે, પરંતુ જ્યાં સુધી સાતમા પ્રાયશ્ચિત્તના અપરાધને તે સાધુ પ્રાપ્ત કરે છે, ત્યાં સુધી તે ચારિત્રવાળા જ છે, ત્યારપછી અચારિત્રવાળા થાય; અને તે પ્રમાણે=સાતમા પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ સુધી ચારિત્ર છે તે પ્રમાણે, આગમમાં કહેવાયું છે, તે બતાવે છે. જ્યાં સુધી છેદનું દાન છે ત્યાં સુધી=છેદ પ્રાયશ્ચિત્તનું દાન છે ત્યાં સુધી, એક પણ વ્રતને સાધુ
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy