SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ રતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૨૨૨ ગાથાર્થ : બહુમુંડાદિ વચનથી=વર્તમાનમાં ઘણા મુંડા હશે, સાધુ અલ્પ હશે, એ પ્રકારના વચનથી, અગ્રહીલ-ગ્રહીલની નીતિથી આજ્ઞાયુક્ત એવા સાધુઓમાં ગ્રહણ કર્યો છે પ્રતિબંધ જેણે એવા વિચરતા પણ સાધુ મુનિ જ છે. ll૨૨રા ભાવાર્થ - ગીતાર્થના વિરહકાળમાં પણ અગ્રહીલ-ગ્રહીલ રાજાના દૃષ્ટાંતથી ભગવાનની આજ્ઞા પ્રમાણે ઉચિત પ્રવૃત્તિ કરનારમાં સંયમનો સભાવ : શાસ્ત્રવચનના પરમાર્થને જાણનારા સુસાધુઓને, કોઈક તેવા સંયોગોમાં સુસાધુનો યોગ ન થાય અને ઘણા મુંડાઓનો યોગ થાય ત્યારે, ભરતક્ષેત્રમાં કલહને કરનારા, ઉપદ્રવને કરનારા, અસમાધિને કરનારા ઘણા મુંડાઓ થશે ઘણા મુસાધુઓ થશે અને અલ્પ શ્રમણ થશે અલ્પ સુસાધુ થશે, આ પ્રકારના શાસ્ત્રવચનથી, કૃત્રિમ રીતે ગાંડપણને ધારણ કરનારા એવા રાજાની નીતિથી, કુસાધુ સાથે વસતાં પણ સુસાધુઓ કૃત્રિમ રીતે વિપરીત આચરણ કરતા હોવા છતાં, આજ્ઞાયુક્ત સુસાધુમાં પ્રતિબંધને ધારણ કરતા વિચરતા હોય, તો તે મુનિ જ છે. અહીં ગાંડા રાજાનું દષ્ટાંત આ પ્રમાણે છે પૃથ્વીપુરીમાં પૂર્ણ નામે રાજા હતો. તેને સુબુદ્ધિ નામે બુદ્ધિસંપત્તિવાળો મંત્રી હતો. સુખમાં કાળ નિર્ગમન કરતાં એક વખતે સુબુદ્ધિ મંત્રીએ દેવલોક નામના નૈમિત્તિકને ભવિષ્યકાળ સંબંધી પૂછ્યું. એટલે તે નૈમિત્તિક બોલ્યો કે- “એક માસ પછી મેઘવૃષ્ટિ થશે અને તેના જળનું જે પાન કરશે, તે સર્વે ગાંડા થઈ જશે. પછી કેટલેક કાળે પાછી બીજી વાર મેઘવૃષ્ટિ થશે, તેના જળનું પાન કરવાથી લોકો પાછા સારા થઈ જશે.” મંત્રીએ આ વૃત્તાંત રાજાને કહ્યો, એટલે રાજાએ પડહ વગડાવીને લોકોને જળનો સંગ્રહ કરવાની આજ્ઞા કરી. સર્વલોકોએ તેમ કર્યું. પછી નૈમિત્તિકે કહેલા દિવસે મેઘ વરસ્યો. લોકોએ તરતમાં તો તે પાણી પીધું નહીં, પણ કેટલોક કાળ જતાં લોકોએ સંગ્રહ કરેલું જળ ખૂટી ગયું. માત્ર રાજા અને મંત્રીને ત્યાં જળ ખૂટ્યું નહીં. આથી તે બે સિવાય બીજા સામંત વગેરે લોકોએ નવા વરસેલા જળનું પાન કર્યું. તેનું પાન કરતાં જ તેઓ બધા ઘેલા થઈને નાચવા લાગ્યા, હસવા લાગ્યા, જેમ તેમ બોલવા લાગ્યા, ગાવા લાગ્યા અને સ્વેચ્છાએ અનેક પ્રકારની ચેષ્ટાઓ કરવા લાગ્યા. માત્ર રાજા અને મંત્રી એ જ સારા રહ્યા. પછી બીજા સામંત વગેરેએ રાજા અને મંત્રીને પોતાનાથી વિપરીત પ્રવૃત્તિવાળા જોઈ નિશ્ચય કર્યો કે “જરૂર આ રાજા અને મંત્રી બંને ઘેલા થઈ ગયા જણાય છે; કારણ કે તેઓ આપણાથી વિલક્ષણ આચારવાળા છે. તેથી તેમને તેમના સ્થાનથી દૂર કરી બીજા રાજા અને મંત્રીને આપણે સ્થાપિત કરીએ.’ તેમનો આ વિચાર મંત્રીના જાણવામાં આવ્યો. તેણે આ વિચાર રાજાને જણાવ્યો એટલે રાજાએ મંત્રીને પૂછયું કે- “આપણે હવે તેમનાથી શી રીતે આત્મરક્ષા કરવી? કેમ કે જનવૃંદ રાજા સમાન છે.” મંત્રી બોલ્યો કે- હે દેવ! આપણે પણ તેમની સાથે ઘેલા થઈને તેમની જેમ વર્તવું. તે સિવાય આ સમયે બીજો કોઈ યોગ્ય ઉપાય નથી.' પછી રાજા અને મંત્રી કૃત્રિમ ઘેલા થઈ તેઓની મધ્યમાં રહેવા લાગ્યા અને પોતાની સંપત્તિ ભોગવવા લાગ્યા. જયારે પાછો શુભ સમય આવ્યો અને શુભ વૃષ્ટિ થઈ ત્યારે તે નવીન વૃષ્ટિના જળનું પાન કરવાથી સર્વે મૂળ પ્રકૃતિવાળા (સ્વસ્થ) થયા. આ પ્રમાણે દુઃષમાકાળમાં ગીતાર્થ મુનિઓ પણ વેશધારીઓની સાથે તેમની જેવા થઈને રહેશે, પરંતુ ભવિષ્યમાં પોતાના સમયની ઇચ્છા રાખ્યા કરશે.” આ દષ્ટાંતથી શાસ્ત્રકારો બતાવે છે કે કાળદોષથી ઘણા મુંડા સાધુઓ હોય, અને તેઓની વચ્ચે એકાદ બે સુસાધુઓ હોય, તો તે સુસાધુઓને સંયમની આરાધના કરવા માટે બહુ મુંડાઓ વિપ્નભૂત બને છે; કેમ કે તેઓ વિચારે કે આ સુસાધુઓ સારી આચરણા કરશે, તેથી આપણી હીનતા દેખાશે. માટે તેઓને
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy