SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૨૧૯-૨૨૦ અનુપાયમાં દ્વેષને કરે છે, જેથી અનાભોગથી પણ મોક્ષના અનુપાયભૂતમાં પ્રવૃત્તિ ન થાય; અને કદાચ અનાભોગથી પ્રવૃત્તિ થઈ જાય તો તરત જ તેની શુદ્ધિ માટે યત્ન કરતા હોય છે. આવા સાધુ પોતાના બોધ અનુસાર શાસ્ત્રવચનનું અવલંબન લઈને ઉચિત ક્રિયાઓમાં યત્ન કરતા હોય તો પૂર્વમાં વર્ણન કરાયેલાં યતિનાં સાત લક્ષણો ભાવથી વિદ્યમાન છે. તેથી વર્તમાનમાં પણ આવા ગુણને ધારણ કરનારા મહાયશવાળા સાધુ હોય છે; કેમ કે શાસ્ત્રકારો કહે છે કે દુખસહસૂરિ સુધી ભગવાનના સાધુ આ ક્ષેત્રમાં રહેવાના છે. તેથી વર્તમાનમાં પણ કોઈક ઉત્તમ પુરુષ આવા ભાવને ધારણ કરનારા નથી તેમ કહી શકાય નહિ. માટે આવા ગુણવાળા સાધુને જાણીને તેમની સમ્યફ પ્રશંસા કરવી જોઈએ, તેમ પૂર્વગાથા સાથે સંબંધ છે.ર૧લા અવતરણિકા : વર્તમાનમાં આવા સાત લક્ષણવાળા સાધુ નથી, એ વચન યુક્ત નથી. તેની પુષ્ટિ કરવા અર્થે કહે છે – ગાથા : जो पुण अइविरलत्तं, दटुं साहूण भणइ वुच्छेअं । तस्स उ पायच्छित्तं, एयं समयंमि उवइ8 ॥२२०॥ यः पुनरतिविरलत्वं दृष्ट्वा साधूनां भणति व्युच्छेदम् । तस्य तु प्रायश्चित्तमेतत्समये उपदिष्टम् ॥२२०॥ ગાથાર્થ : જે વળી, સાધુનું અતિ વિરલપણું જોઈને વિચ્છેદને કહે છે=હમણાં સાધુનો વિચ્છેદ છે તેમા કહે છે, તેને આ આગળની ગાથામાં કહેવાશે એ, પ્રાયશ્ચિત્ત શાસ્ત્રમાં કહેવાયું છે. li૨૨ll ભાવાર્થ - વર્તમાનમાં સુસાધુના વિચ્છેદને કહેનારને પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ ઃ કાળના દોષના કારણે પૂર્વમાં વર્ણન કરાયેલા સાત લક્ષણવાળા સાધુ અતિ વિરલ છે અર્થાત્ ક્યારેક જ પ્રાપ્ત થાય છે, એમ જોઈને કોઈ એવું બોલે કે આવા ગુણવાળા સાધુનો વર્તમાનમાં વિચ્છેદ છે, તેને શાસ્ત્રકારોએ પ્રાયશ્ચિત્ત આપવાનું કહ્યું છે, જે સ્વયં ગ્રંથકાર આગળની ગાથામાં બતાવશે. આ કથનથી અર્થથી એ ફલિત થયું કે આવા લક્ષણવાળા સાધુનો વર્તમાનમાં વિચ્છેદ નથી; પરંતુ કાળદોષના કારણે ઘણા પાસત્થા સાધુઓ હોવા છતાં પણ કોઈક સુસાધુ ભગવાનના વચનમાં અત્યંત રાગને ધારણ કરીને સ્વશક્તિ અનુસાર સંયમમાં ઉદ્યમ કરનારા ક્યાંક હોઈ શકે છે. આમ છતાં અવિચારતાને કારણે જે કોઈ સાધુ કે શ્રાવક ભાવસાધુનું સ્વરૂપ શાસ્ત્રથી સાંભળીને એમ કહે કે શાસ્ત્રમાં બતાવ્યા છે તેવા સાધુ વર્તમાનમાં નથી, તો તેવું બોલનાર સુસાધુની આશાતના કરે છે, અને ભગવાનના વચનથી વિપરીત બોલે છે. તેથી આવું બોલનારને શાસ્ત્રકારોએ ગંભીર પ્રાયશ્ચિત્ત આપેલ છે. માટે વર્તમાનમાં પોતાને કોઈ સુસાધુ ન દેખાય તો પણ કોઈક સ્થાનમાં કોઈક મહાત્મા ભગવાનના વચન અનુસાર સંયમ પાળનારા છે એમ સ્વીકારવું જોઈએ, અને જે કોઈ સાધુ ભગવાનના વચન અનુસાર સંયમ પાળનારા છે તેઓની પ્રશંસા કરવી જોઈએ. આ પ્રકારનો ગાથા-૨૧૮ સાથે પ્રસ્તુત ગાથાનો સંબંધ છે. ૨૨૦
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy