SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૨૧૬ ૨૯૫ तच्च गुरु बहुमानिन एव भवत्यतो दुश्करकारकोऽपि तस्मिन्नवज्ञां न विदध्यात्, तदाज्ञाकारी च भूयाद् । यत उक्तम् "छद्रुमदसमदुवालसेहि, मासद्धमासखमणेहिं । અક્ષાંતો તથr, viciarો મળિો " રૂરિ આશરૂટા (થર્મરત્નપ્રવરVT) ટીકાર્ય : સવિશેષ પણ=શોભનતર પણ, યતમાન તઆવરણકર્મના ક્ષયોપશમના કારણે સૂત્ર અને અર્થના અધ્યયન, તપ, ચારિત્ર વગેરે સઅનુષ્ઠાનોમાં પ્રયત્નવાળા સાધુ, તેઓની=ગુરુની, અભ્યત્થાનઆદિ અકરણરૂપ અવજ્ઞાનો સમ્યક પરિહાર કરે છે. કોણ કરે છે? એથી કહે છે- શુદ્ધપરિણામવાળા ભાવસાધુ પરિહાર કરે છે, એમ અન્વય છે; અને તેનાથીeગુરુની અવજ્ઞાના પરિહારથી, દર્શનશુદ્ધિ થાય છે અને દર્શનશુદ્ધિથી સાધુ=ભાવમુનિ, શુદ્ધ અકલંક, ચારિત્રને પ્રાપ્ત કરે છે. અહીં આ આશય છેઃ જ્ઞાન અને ચારિત્રનું કારણ સમ્યકત્વ છે, જે કારણથી આ પ્રમાણે આગમ છે શાસ્ત્રવચન છે. અદર્શનને સમ્યગુદર્શન વગરનાને, જ્ઞાન નથી, જ્ઞાન વગર ચારિત્રના ગુણો હોતા નથી, અગુણને=ચારિત્રના ગુણ વગરનાને, મોક્ષ નથી=કર્મથી મુક્તિ નથી અને કર્મથી અમુક્તને નિર્વાણ નથી. અને તે જ્ઞાન અને ચારિત્રનું કારણ એવું સમ્યકત્વ, ગુરુબહુમાનીને જ હોય છે. આથી દુષ્કર કરનારા પણ સાધુ તેમાં=ગુરુમાં, અવજ્ઞા ન કરે, અને તેમની આજ્ઞાને કરનારા થાય, જે કારણથી કહેવાયું છેઃ - છઠ્ઠ, અટ્ટમ, દશ ઉપવાસ, બાર ઉપવાસ વડે, પંદર ઉપવાસ, માસક્ષમણ વડે (સંયમમાં યત્ન કરતા પણ સાધુ) ગુરુવચનને નહિ કરતા અનંત સંસારી કહેવાયા છે. ભાવાર્થ - ગુરુથી અધિક જ્ઞાનાદિવાળા શિષ્યને ગુરુવિષયક ઉચિત કર્તવ્ય : ગાથા-૨૧૪માં ગુરુ આજ્ઞાઆરાધનરૂપ યતિના સાતમા લક્ષણનું નિગમન કર્યું. તેની પુષ્ટિ કરવા માટે કહ્યું કે શુદ્ધપ્રરૂપક ગુરુની જે અવજ્ઞા કરે છે તે પાપશ્રમણ છે. તેનાથી એ ફલિત થયું કે શુદ્ધપ્રરૂપક ગુરુની આજ્ઞાને સુસાધુ ક્યારેય મૂકે નહિ. ત્યાં જિજ્ઞાસા થાય કે ગુરુ કરતાં જ્ઞાનાદિમાં હીન શિષ્ય તો અવશ્ય શુદ્ધકરૂપક ગુરુની અવજ્ઞા ન કરે, પરંતુ જ્ઞાન-ચારિત્રની આરાધનામાં ગુરુ કરતાં પણ અધિકતર શોભનતર હોય એવા શિષ્ય ગુરુ સાથે કેવો વ્યવહાર કરે તે ઉચિત છે? તેથી પ્રસ્તુત ગાથામાં કહે છે ગુરુ કરતાં શ્રુત-ચારિત્રની આરાધનામાં શોભનતર એવા પણ શિષ્ય ગુરુની અવજ્ઞાનું વર્જન કરે, અને તેમ કરે તો જ તે સાધુને દર્શનશુદ્ધિની પ્રાપ્તિ થાય; કેમ કે શ્રુત-ચારિત્રમાં ગુરુ પોતાનાથી હીન છે, પણ શ્રુત-ચારિત્ર વગરના નથી; એટલું જ નહિ પણ પોતાના શ્રુત-ચારિત્રની નિષ્પત્તિના પ્રબળ કારણ થયા છે. માટે જેમની પાસેથી પોતાને શ્રુત-ચારિત્રની પ્રાપ્તિ થઈ છે તેવા ગુરુનો અનાદર કરવામાં આવે તો તેમનામાં રહેલા શ્રુત-ચારિત્રનો જ અનાદર થાય, અને શ્રુત ચારિત્રની અવગણના કરવાથી દર્શનની શુદ્ધિ થતી નથી. તેથી ભાવસાધુ દર્શનશુદ્ધિના કારણભૂત એવી ગુરુની અભ્યથાનઆદિરૂપ ઉચિત પ્રવૃત્તિ અવશ્ય કરે છે, અને દર્શનશુદ્ધિથી શુદ્ધ ચારિત્રને પ્રાપ્ત કરે છે. આનાથી એ ફલિત થયું કે ભાવસાધુ શુદ્ધકરૂપક એવા ગુરુને પ્રાપ્ત કરીને તેમની આજ્ઞાનું આરાધન કરે છે, અને કદાચ તેમની પાસેથી શ્રુતઆદિ મેળવીને પોતે શ્રુત-ચારિત્રની ગુથી અધિક આચરણા કરી
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy