________________
૨૮૦
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૨૦૬-૨૦૭
ભગવાનના વચન અનુસાર સુસાધુના સંયમની પ્રશંસા કરે છે અને પોતાના પ્રમાદની નિંદા કરે છે. આમ છતાં, ભગવાનના વચન અનુસાર સંયમમાં અપ્રમાદભાવથી યત્ન થાય તેવો પરિણામ નથી, તેથી બાહ્ય આચરણા પૂર્ણવિધિ અનુસાર કરતા નથી. તેથી બાહ્યઆચારણાથી મલિનતા છે અને અંતઃવૃત્તિથી નિર્મળતા છે. માટે જેમ ચક્રવાકપક્ષીની બાહ્ય પાંખ મલિન હોય છે તેમ સંવિગ્નપાક્ષિકની બાહ્ય આચરણા કાંઈક મલિન હોય છે, અને ચક્રવાક પક્ષીની અંતર્ગત પાંખ જેમ શુક્લ હોય છે તેમ સંવિગ્નપાક્ષિકનું અંતઃચિત્ત ગુણના પક્ષપાતવાળું હોવાથી શુક્લ છે. ભાવાર્થ - સંવિઝપાક્ષિકની ઉચિત આચરણા :
ગાથા-૨૦૫ માં કહ્યું કે જે સાધુ ચારિત્રગુણને ધારણ કરવા સમર્થ નથી તોપણ શુદ્ધમાર્ગની પ્રરૂપણા કરે છે, તે સાધુ શુદ્ધમાર્ગની પ્રરૂપણાના ગુણથી ગુરુ જ છે, અને તેમાં સાક્ષીરૂપે ગચ્છાચારની ગાથા-૩૨, ૩૩, ૩૪ અને ૩૫ પ્રસ્તુત ગ્રંથમાં ગાથા-૨૦૬ થી ૨૦૯ સુધી આપી છે. ત્યાં સ્થૂલથી વિચારીએ તો શુદ્ધમાર્ગની પ્રરૂપણા કરનાર સાધુ ગુણથી ગુરુ છે તેવો અર્થ જણાતો નથી, પરંતુ એટલું જણાય છે કે જે સાધુ સુસાધુના શુદ્ધ માર્ગને કહે છે તે સંવિગ્નપાક્ષિક છે. તેથી ગચ્છાચારના આ કથનથી એ પ્રાપ્ત થયું કે સુસાધુના માર્ગને કહેનારા સંવિગ્નપાક્ષિક મોક્ષપથમાં છે, સંસારપથમાં નથી, માટે વિષમકાળમાં સંવિગ્નગીતાર્થ ન મળે ત્યારે અપવાદથી સુસાધુના માર્ગને કહેનારા સંવિગ્નપાક્ષિક પણ મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરાવી શકે છે. અને “વૃતિ શાસ્ત્રતત્ત્વ રૂતિ ગુરુ:” એ વ્યુત્પત્તિ પ્રમાણે ગુરુ શબ્દનો અર્થ સંવિગ્નપાક્ષિકમાં ઘટે છે, માટે શુદ્ધ પ્રરૂપણા ગુણની અપેક્ષાએ તેઓને ગુરુ તરીકે સ્વીકારી શકાય, અને તેમના વચન અનુસાર પ્રવૃત્તિ કરનાર પણ મોક્ષમાર્ગના સેવનના ફળને પામે છે. આ પ્રકારનો પૂર્વગાથા-૨૦૫ સાથે ગાથા-૨૦૬થી ૨૦૯ સુધીનો સંબંધ છે. ૨૦૬ll અવતરણિકા :
પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે જે સાધુ સુસાધુના શુદ્ધ માર્ગને કહે છે તે સંવિગ્નપાક્ષિક છે, તેથી મોક્ષપથમાં છે. હવે સંવિગ્નપાક્ષિક મોક્ષપથમાં કેમ છે, તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
जइ वि न सक्कं काउं, सम्मं जिणभासिअं अणुढाणं । तो सम्म भासिज्जा, जह भणिअं खीणरागेहिं ॥२०७॥ यद्यपि न शक्यं कर्तुं, सम्यग्जिनभाषितमनुष्ठानम् ।
ततः सम्यग्भाषेत, यथा भणितं क्षीणरागैः ॥२०७।। ગાથાર્થ :
જો વળી, સમ્યક્ જિનભાષિત અનુષ્ઠાન કરવા માટે શક્ય ન હોય તો જે પ્રમાણે ક્ષીણરાગવાળા વીતરાગે કહ્યું છે, તે પ્રમાણે સમ્યફ કહેવું જોઈએ. ૨૦ell
* ‘ન વિ'માં ‘વિ' શબ્દ “વળી'ના અર્થમાં છે.