________________
૨૬૮
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૯૯-૨૦૦
આથી “શૈલકસૂરિ પ્રમાદને છોડીને અભ્યઘત વિહારવાળા થયા” તેને કારણે શૈલકસૂરિને શાસ્ત્રકારોએ આરાધક કહ્યા છે. જો શૈલકસૂરિને વ્રતભંગ થયો હોત તો મૂલાદિપ્રાયશ્ચિત્ત સ્વીકાર્યા વગર શૈલકસૂરિ આરાધક થઈ શકત નહિ. મૂલાદિપ્રાયશ્ચિત્તમાં વ્રતભંગ છે તે બતાવવા માટે ગ્રંથકાર કહે છે કે “જે કારણથી કહેવાયું છે” અને તે કથન સ્વયં આગળની ગાથામાં બતાવે છે. ૧૯૯ાા અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે મૂલાદિપ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય તો વ્રતભંગ છે. તે કથનની સાક્ષીરૂપે કોઈક ગ્રંથનું ઉદ્ધરણ આપે છે – ગાથા :
छेअस्स जाव दाणं, ता वयमेगं पि णो अइक्कमइ । एगं अइक्कमंतो, अइक्कमे पंच मूलेणं ॥२००॥ छेदस्य यावद्दानं तावद् व्रतमेकमपि नोऽतिक्रामति ।
एकमतिक्रामन्नतिक्रामेत्पञ्च मूलेन ॥२००॥ ગાથાર્થ :
જ્યાં સુધી છેદનું છેદ પ્રાયશ્ચિત્તનું દાન છે ત્યાં સુધી, સાધુ, એક પણ વ્રતનું પાંચ મહાવ્રતોમાંથી એક પણ વ્રતનું અતિક્રમણ કરતા નથી. મૂળથી મૂળ પ્રાયશ્ચિત્તચી, એકને અતિક્રમણ કરતા=એક મહાવતને અતિક્રમણ કરતા, સાધુ પાંચેયને પાંચ મહાવ્રતોને, અતિક્રમણ કરે છે. ૨૦૦II ભાવાર્થ - છેદ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ સુધી સાધુના મૂળવતનો અભંગ :
કોઈ સાધુ સંયમમાં કોઈપણ દોષનું સેવન કરે તે દોષસેવનનું પ્રાયશ્ચિત્ત શાસ્ત્ર નક્કી કરે છે, અને તે શાસ્ત્રની મર્યાદા પ્રમાણે કોઈ સાધુને કોઈપણ સ્કૂલનાઓનું પ્રાયશ્ચિત્ત છેદ પ્રાયશ્ચિત્ત સુધી પ્રાપ્ત થાય ત્યાં સુધી તે સાધુએ પાંચ મહાવ્રતોમાંથી એક પણ મહાવ્રતનો ભંગ કર્યો નથી, આ પ્રમાણે શાસ્ત્રીય વ્યવહાર છે.
વળી, કોઈ સાધુએ કોઈ દોષ સેવન કર્યો હોય અને શાસ્ત્રની મર્યાદા પ્રમાણે તેને મૂળ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થતું હોય, તો મૂળ પ્રાયશ્ચિત્ત વડે તે સાધુ કોઈ એક વ્રતનું અતિક્રમણ કરતા હોય, તોપણ તેણે પાંચ મહાવ્રતોનું અતિક્રમણ કરેલ છે તેમ શાસ્ત્ર સ્વીકારે છે. તેથી તેવા સાધુને શાસ્ત્ર મૂળગુણરહિત ધે છે; અને જે સાધુ મૂળગુણરહિત હોય તે મૂળ પ્રાયશ્ચિત્ત દ્વારા જ્યાં સુધી શુદ્ધ ન થાય ત્યાં સુધી સુસાધુ નથી.
આ શાસ્ત્રવચનના બળથી એ ફલિત થાય કે શૈલકસૂરિને મૂળ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય એ પ્રકારે પાંચ મહાવ્રતમાંથી એક પણ મહાવ્રતનું ઉલ્લંઘન ન હતું. આથી પ્રમાદનો પ્રતિબંધ છોડીને અપ્રમાદથી સંયમમાં ઉદ્યમવાળા થયા ત્યારથી શાસ્ત્રકારોએ તેમને આરાધક કહ્યા છે. માટે શૈલકસૂરિ પ્રમાદવાળા હતા ત્યારે પણ વ્રતભંગવાળા ન હતા; કેમ કે છેદ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ સુધી સાધુને મૂળવ્રતનો ભંગ નથી તેમ શાસ્ત્ર સ્વીકારે છે, અને શૈલકસૂરિને છેદ પ્રાયશ્ચિત્તની પણ પ્રાપ્તિ ન હતી. તેથી પ્રમાદકાળમાં પણ તેઓ મૂળવ્રતના