SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ યતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૧૯૨ થી ૧૯૪ धम्मविणओ वि तेसिं, आपुच्छिय पट्ठिआण जह परमो । तह तेहि ठाविअस्सवि, णायव्वो पंथगमुणिस्स ॥१९४॥ धर्मविनयोऽपि तेषामापृच्छ्य प्रस्थितानां यथा परमः । તથા તૈઃ સ્થાપિતસ્થાપિ, જ્ઞાતવ્ય: પન્ચામુનેઃ II૧૧૪ અન્વયાર્થ : નો જે કારણથી, નસ્થ માત્થ વિકજે અન્ય ગચ્છમાં પણ, ૩રય ઉત્તરિક ચઢિયાતો એવો વિયં નમિm=ધર્મવિજય પ્રાપ્ત થાય, તત્વ=તે ગચ્છમાં, માછિત્ત=ગુરુને પૂછીને, પેક કલ્પભાષ્યમાં, વિહારો માલિકો વિહાર કહેવાયો છે. (તત =તે કારણથી) સંવિવિહારી તે મહાગુમાવાdi=સંવિગ્નવિહારી એવા તે મહાનુભાવોને સંવિગ્નવિહારી એવા શૈલકસૂરિના ૫૦૦ શિષ્યોને, લિંક પુત્રશું કહેવું? અર્થાત્ જેમ ધર્મવિનયને માટે ગુરુને પૂછીને અન્યગચ્છમાં જવું ઉચિત છે, તેમ સંવિગ્નવિહાર અર્થે શૈલકસૂરિને પૂછીને ૫૦૦ શિષ્યોને જવું ઉચિત હતું. (૧૯૨-૧૯૩ પૂર્વાર્ધ) ગાથાર્થ : જે કારણથી, જે અન્ય ગચ્છમાં પણ ચઢીયાતો એવો ધર્મવિનય પ્રાપ્ત થાય તે ગચ્છમાં ગુરુને પૂછીને કહ્યભાષ્યમાં વિહાર કહેવાયો છે, (તે કારણથી) સંવિગ્નવિહારી એવા તે મહાનુભાવોને શું કહેવું? ll૧૯શી૧૯૩-પૂર્વાધી ભાવાર્થ - વૈયાવચ્ચ કરનાર સાધુને અન્યગચ્છમાં અધિક ધર્મવિનય માટે જવાની અનુજ્ઞા: ગાથા-૧૮૩માં કહ્યું કે શૈલકસૂરિ અત્યંત પ્રમાદી હોવા છતાં મૂળગુણયુક્ત હોવાને કારણે પંથકમુનિએ ગુરુને છોડીને જવું ઉચિત નથી, તેમ અન્ય ૫૦૦ સાધુઓને પણ ગુરુને છોડીને જવું ઉચિત નથી. એ પ્રકારની શંકાના નિવારણ માટે કલ્પભાષ્યના વચનથી સમર્થન કરે છે કોઈ સાધુ વિધિપૂર્વક વૈયાવચ્ચ કરીને ઘણી નિર્જરા કરી શકે એવી કુશળતાવાળા હોય, અને સ્વગચ્છ કરતાં અન્ય ગચ્છમાં આચાર્યાદિ અત્યંત અપ્રમાદવાળા હોય તો સ્વચ્છ કરતાં ચઢિયાતો ધર્મવિનય અન્ય ગચ્છમાં થઈ શકે, તેવું વૈયાવચ્ચમાં કુશળ એવા સાધુને જણાય ત્યારે ગુરુને પૂછીને અન્ય ગચ્છમાં જવા માટે વિહાર કરે તો તે ઉચિત છે” તેમ કલ્પભાષ્યમાં કહેલ છે. કલ્પભાષ્યના વચનથી એ નક્કી થાય છે કે જેમ ધર્મવિનય માટે ગુરુને પૂછીને ગુરુથી પૃથવિહાર શાસ્ત્રસંમત છે, તેમ શૈલકસૂરિના શિષ્ય એવા ૫૦૦ મહાનુભાવો સંવિગ્નવિહાર કરનારા હતા અર્થાત્ સંવેગની વૃદ્ધિ થાય તે માટે નવકલ્પી વિહાર કરનારા હતા, તો કલ્પભાષ્યના વચનથી સંવેગની વૃદ્ધિ માટે કરાતા વિહારમાં શું કહેવું? અર્થાત્ સંવેગની વૃદ્ધિ માટે વિહાર કરે તો કોઈ દોષ નથી. જેમ ધર્મવિનય માટે ગુરુને પૂછીને અન્ય ગચ્છમાં જવું ઉચિત છે, તેમ સંવેગની વૃદ્ધિ માટે શૈલકગુરુને પૂછીને ૫૦૦ શિષ્યોએ વિહાર કર્યો તે ઉચિત છે. આ કથનથી એ ફલિત થયું કે ગુરુ સંયમી હોવા છતાં ગુરુને પૂછીને ધર્મવિનય માટે વિહાર કરવામાં દોષ નથી, તેમ શૈલકસૂરિ મૂળગુણયુક્ત હોવા છતાં શૈલકસૂરિને પૂછીને સંવેગની વૃદ્ધિ માટે ૫૦૦ શિષ્યોને વિહાર કરવામાં કોઈ દોષ નથી. ||૧૯ર૧૯૩-પૂર્વાધી
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy