SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫o યતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૮૧-૧૮૨ બીજા દિવસે મંડુકરાજાને પૂછીને બને પણ શૈલકનગરથી નીકળીને ઉગ્ર વિહારથી વિહરવા માટે પ્રારબ્ધ થયા=પ્રારંભ કર્યો. [૩૬ll. અવગત જાણ્યો છે તેમનો વૃત્તાંત એવા શેષ મુનિઓ પણ સંપ્રત થયા શૈલક અને પંથકમુનિ સાથે ભેગા થયા. સુવિધિથી લાંબો સમય વિહાર કરીને પુંડરિકગિરિ આરુઢ થયા. ll૩ણી બે મહિનાના કરાયેલા અણસણવાળા, ૫૦૦ શ્રમણ સહિત શૈલક મહર્ષિ શૈલેશી કરીને યોગનિરોધ કરીને લોકાગ્રસ્થિતપદન=મોક્ષપદને, પામ્યા. ૩૮ આવા સ્વરૂપવાળું નિર્મળ ચારિત્રથી ઉજ્વળ પંથકસાધુનું વૃત્તાંત સાંભળીને તે સાધુજનો! સજ્ઞાનાદિ ગુણોથી અન્વિત એવા ગુરુકુળને અત્યંત તે પ્રકારે સેવો, જે પ્રકારે સ્કૂર્ચગુણ શ્રેણીવાળા એવા=ઉલ્લસિત ગુણશ્રેણીવાળા એવા તમો બધા, ક્યારેક સત્સંયમમાં સિદાતા ગુરુના પણ નિસ્તાર માટે સમર્થ બનો. કલા પંથકસાધુનું કથાનક સમાપ્ત થયું. (ધર્મરત્નપ્રકરણ ગાથા-૧૩૨) ભાવાર્થ - ગુરુના હિતને કરનાર પંથકમુનિનું દષ્ટાંત : શૈલકસૂરિ નિમિત્તને પામીને સંયમયોગમાં અત્યંત પ્રમાદવાળા થયા, પરંતુ ગુણવાન એવા શિષ્ય પંથક, શૈલકસૂરિના ગુણોને જાણતા હતા અને પોતાને માર્ગમાં પ્રવર્તાવવામાં પોતાના ઉપર ગુરુએ કરેલ ઉપકાર પણ જાણતા હતા. પંથકમુનિ પોતે સંયમયોગમાં અપ્રમાદી હતા, અને સંયમયોગ હંમેશાં ઉચિત પ્રવૃત્તિ કરાવનાર છે; તેથી સંયમમાં અત્યંત અપ્રમાદી એવા પંથકમુનિએ વિવેકપૂર્વક ગુરુને માર્ગમાં લાવીને પોતે સુશિષ્ય છે તેવી ખ્યાતિને પ્રાપ્ત કરી. ૧૮૧// અવતરણિકા - ગાથા-૧૮૦માં કહ્યું કે “મૂળગુણોથી યુક્ત ગુરુ દોષલવને કારણે ત્યાગ કરવા યોગ્ય નથી, પરંતુ સુંદર શબ્દો દ્વારા શિષ્ય તેમને માર્ગમાં લાવવા યત્ન કરવો જોઈએ” અને તેમાં દેણંતરૂપે ગાથા-૧૮૧માં બતાવ્યું કે શૈલકસૂરિના શિષ્ય પંથકમુનિ ગુરુને માર્ગમાં લાવ્યા. આ દૃષ્ટાંતમાં પ્રશ્ન થાય કે જેમ પંથકમુનિએ ગુરુને માર્ગમાં લાવવા પ્રયત્ન કર્યો, તેમ અન્ય ૫૦૦ શિષ્યોએ ગુરુને માર્ગમાં લાવવા પ્રયત્ન કેમ ન કર્યો? ઇત્યાદિ શંકા ગાથા-૧૮૨, ૧૮૩, ૧૮૪માં કરીને ગાથા-૧૮પમાં તેનો ઉત્તર આપતાં સમાધાન કરે છે – ગાથા : नणु सेलगसेवाए, जइ लद्धं सेलगस्स सीसत्तं । तं मुत्तूण गयाणं, ता पंचसयाण तमलद्धं ॥१८२॥ ननु शैलकसेवायां यदि लब्धं शैलकस्य शिष्यत्वम् । तं मुक्त्वा गतानां तस्मात्पञ्चशतानां तदलब्धम् ॥१८२॥
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy