SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ તિલક્ષણસમુચ્ચય પ્રણ / ગાથા : ૧૭૮ હવે કોઈક શ્રીમંતનો પુત્ર સુરૂપ, યૌવનના ગર્વવાળો, શ્રેષ્ઠ વસ્ત્રમાળાઆદિથી વિભૂષિત, મિત્રથી પરિવરેલો, વિવાહ પછી તરત ક્રીડા કરતો સાધુની નજીકમાં આવ્યો. મશ્કરીથી તેના મિત્ર વડે તે શ્રીમંતના પુત્રને આગળ કરીને સાધુઓ કહેવાયા. ॥૪-૫ હે સાધુ ! ભવસમુદ્રથી ઉદ્વેગ પામેલા વિરાગી અમારા આ મિત્રને તમે શીઘ્ર દીક્ષા આપો. ॥૬॥ વળી, સાધુઓ મશ્કરી કરવામાં ઉદ્યત એવા તેઓને જાણીને આમનું ઔષધ સૂરિ જ છે, એ પ્રમાણે વિચારીને બોલ્યા. Ill ૨૪૦ હે ભદ્ર ! અમારા ગુરુ આવું કાર્ય કરે છે, અમે નહિ. તેથી ગુરુની પાસે શીઘ્ર જાઓ. ।।૮।। તેથી મશ્કરીથી જ જઈને તેઓએ તે પ્રકારે જ ગુરુને કહ્યું. સૂરિ વડે કહેવાયું, “તો શીઘ્ર ભસ્મ લાવો.” ।।૯।। જેથી આનો લોચ કરીએ. ત્યારપછી મિત્રો વડે શીઘ્ર ભસ્મ લવાઈ. ત્યારપછી સૂરિએ નમસ્કારપૂર્વક લોચ કરવાનું શરૂ કર્યું. વળી, તેના મિત્રો લજ્જા પામ્યા અને શ્રેષ્ઠી પુત્ર વડે વિચારાયું. હું કેવી રીતે ઘરે જઉં ? ||૧૦||૧૧|| તેથી સ્વયં આશ્રિત સાધુપણાવાળો અને લોચ કરાયેલા મસ્તકવાળો, મિત્રોને વિસર્જન કરીને ગુરુને જ તે બોલ્યો. ।૧૨।। હે ભદન્ત ! મશ્કરી પણ મારા માટે હવે સદ્ભાવ થયો અર્થાત્ કલ્યાણનું કારણ થયું. શંકપણાથી પણ તોષ પામેલા એવા મને=આત્મિક સંપત્તિથી રહિત એવી દરિદ્ર અવસ્થાથી પણ તોષ પામેલા એવા મને સૌરાજ્ય પ્રાપ્ત થયું=મોક્ષમાર્ગની પ્રાપ્તિરૂપ યોગમાર્ગનું સૌરાજ્ય પ્રાપ્ત થયું. ॥૧૩॥ તેથી જ્યાં સુધી સ્વજન-રાજાદિ મારા માટે આવે નહિ, ત્યાં સુધીમાં અન્યત્ર જઈએ. જો નહિ જઈએ તો બાધા થશે=સ્વજન-રાજાદિનો ઉપદ્રવ થશે. ।।૧૪। ગુરુ બોલ્યા, “જો આમ છે તો માર્ગને જોઈ આવ.” તે પ્રમાણે જ આણે=શ્રેષ્ઠીપુત્રે કર્યું. ત્યારપછી તે બન્ને=ગુરુ અને શિષ્ય જવા માટે નીકળ્યા. ॥૧૫॥ આચાર્ય પાછળ જાય છે, શિષ્ય આગળ જાય છે. રાત્રીમાં વૃદ્ધપણાથી નહિ જોતા એવા ગુરુ માર્ગમાં સ્કૂલના પામ્યા. ॥૧૬॥ રે દુષ્ટ ! શૈક્ષ ! કેવો માર્ગ તારા વડે જોવાયો ? એ પ્રમાણે બોલતા ગુરુએ ક્રોધથી દાંડા વડે માથામાં શિષ્યને માર્યો. ॥૧૭॥ આ રીતે ચંડરોષપણાથી માર્ગમાં ચાલેલા, સ્ખલના પામેલા એવા તે=ગુરુ, ક્ષમાવાળાઓમાં શ્રેષ્ઠ એવા તે શિષ્યને મસ્તક ઉપર આસ્ફોટન કરતા=દાંડાને મારતા જાય છે. ।।૧૮। શિષ્ય વળી, ભાવના કરતા હતા. હું મંદ ભાગ્યવાળો છું, જેથી મહાભાગ્યશાળી એવા આ મહાત્મા મહાકષ્ટમાં નંખાયા. ॥૧૯॥
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy