________________
૨૨૪
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૧૬૭
ગાથા :
इय एगागिविहारे, अइदंपज्जत्थओ सुपरिसुद्धे । गुरुकुलवासच्चाओ, लेसेण वि भावओ णत्थि ॥१६७॥ इत्येकाकिविहार ऐदम्पर्यार्थतः सुपरिशुद्धः ।
गुरुकुलवासत्यागो लेशेनापि भावतो नास्ति ॥१६७।। અન્વયાર્થ :
રૂચ=આ પ્રમાણે=ગાથા-૧૫૬થી ૧૬૪ સુધી સ્થાપન કર્યું એ પ્રમાણે, અલંપનWગો શાસ્ત્રવચનના ઐદંપર્યાર્થને આશ્રયીને, સુપરિશુદ્ધ વિહારે સુપરિશુદ્ધ એકાકી વિહાર હોતે છત=ગીતાર્થસાધુનો સુપરિશુદ્ધ એકાકી વિહાર હોતે છતે, માવો ભાવથી=પરિણામને આશ્રયીને નેસે વિકલેશથી પણ, ગુરુકુનવાસગ્ગા સ્થિ=ગુરુકુળવાસનો ત્યાગ નથી. ગાથાર્થ :
ગાથા-૧૫૬ થી ૧૬૪ સુધી સ્થાપન કર્યું એ પ્રમાણે શાસ્ત્રવચનના એદંપર્યાર્થિને આશ્રયીને ગીતાર્થસાધુનો સુપરિશુદ્ધ એકાકી વિહાર હોતે છતે, પરિણામને આશ્રયીને લેશથી પણ ગુરુકુળવાસનો ત્યાગ નથી. I૧૬oll ભાવાર્થ - કારણે ગીતાર્થના એકાકી વિહારમાં ગુરુકુળવાસનો ત્યાગ નથી :
ગાથા-૧૫૬થી ૧૬૪ સુધી સ્થાપન કર્યું એ રીતે, નિપુણ સહાય ન મળે ત્યારે ગીતાર્થને એકાકી વિહાર કરવાની શાસ્ત્રની અનુજ્ઞા છે, અને તે શાસ્ત્રવચનને ઉચિત સ્થાને જોડીને કોઈ ગીતાર્થસાધુ એકાકી વિહાર કરતા હોય ત્યારે તેમનો એકાકી વિહાર શાસ્ત્રવચનના ઔદંપર્યાર્થથી પરિશુદ્ધ છે; કેમ કે ભગવાનની આજ્ઞા અનુસાર તે એકાકી વિહાર છે.
આમ છતાં કોઈને શંકા થાય કે તે વખતે તે ગીતાર્થસાધુ એકાકી હોવાથી ગુરુકુળવાસમાં નથી. જો ગીતાર્થસાધુ ગુરુકુળવાસમાં ન હોય તો ગુરુઆજ્ઞાનું આરાધન કઈ રીતે થઈ શકે ? અર્થાત્ ગુરુ આજ્ઞાનું આરાધન ન થઈ શકે. તેથી એકાકી વિહાર કરનાર ગીતાર્થસાધુમાં ગુરુ આજ્ઞાના આરાધનરૂપ યતિનું સાતમું લક્ષણ ઘટશે નહિ. તેના ખુલાસારૂપે કહે છે
શાસ્ત્રવચન અનુસાર સુપરિશુદ્ધ એકાકી વિહાર હોય ત્યારે દ્રવ્યથી ગુરુકુળવાસનો ત્યાગ છે, પણ ભાવથી લેશ પણ ગુરુકુળવાસનો ત્યાગ નથી. માટે તે ગીતાર્થસાધુ એકાકી હોવા છતાં ભાવથી ગુરુકુળવાસમાં જ છે. માટે “ગુરુ આજ્ઞા’ આરાધનરૂપ યતિનું સાતમું લક્ષણ તે ગીતાર્થ સાધુમાં ઘટે છે. - અહીં વિશેષ એ છે કે સ્વછંદ મતિથી જેઓ એકાકી વિચરે છે તેમાં ભાવથી ગુરુઆજ્ઞાનું પાલન નથી. તેવા મુનિ ગુરુ સાથે વિચરતા હોય કે ગુરુકુળવાસ છોડીને એકાકી વિચરતા હોય, તોપણ ગુણવાનને પરતંત્ર થવાની મતિ નહિ હોવાના કારણે ભાવથી ગુરુ આજ્ઞાનું આરાધન નથી; અને ગીતાર્થ સાધુ તો ગુણવાન એવા ભગવાનના વચનને પરતંત્ર હોય છે; તેથી પોતાની સંયમની વૃદ્ધિ માટે ગુણવાન સાધુનો યોગ પ્રાપ્ત થતો હોય તો ક્યારેય એકાકી વિચરે નહિ; પરંતુ ગુણવાન સાધુના યોગના અભાવને કારણે