SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ચતિલક્ષણસમુચ્ચય પ્રણ | ગાથા : ૧૪૦-૧૪૧ ૧૯૧ શકે. તેથી સંયમની શુદ્ધિ સચવાતી હોય તો ગુરુકુળવાસ ઇષ્ટ છે અન્યથા નહિ. એવી કોઈને મતિ થાય તેના નિરાકરણ માટે કહે છે ગુરુકુળવાસમાં થતા દોષ પણ ગુણ છે, જે કારણથી કહેવાયું છે, જે સ્વયં ગ્રંથકાર આગળની ગાથામાં બતાવશે. આશય એ છે કે ભિક્ષા આદિના દોષો પ્રમાદથી સેવાતા હોય તો સંયમનાશનું કારણ છે, પરંતુ જ્ઞાનાદિની વૃદ્ધિના ઉપાયરૂપે ભિક્ષાદિ દોષોનું સેવન કરવું પડતું હોય તો સ્થૂલ દષ્ટિથી તે દોષો છે, પરમાર્થથી તો જ્ઞાનાદિની વૃદ્ધિને અનુકૂળ એવી ઉચિત આચરણા છે. તેથી ગુરુકુળવાસમાં રહીને ગીતાર્થની આજ્ઞા અનુસાર અપવાદથી કોઈ વિપરીત આચરણા દેખાતી હોય તોપણ પરમાર્થથી ગુણવૃદ્ધિનું કારણ હોવાથી તે ગુણ છે, દોષ નથી. તે બતાવવા માટે કહ્યું કે ગુરુકુળવાસમાં દોષો પણ ગુણ છે. ૧૪) અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે સર્વ આચારનું મૂળ ગુરુકુળવાસ છે અને ગુરુકુળવાસમાં દોષો પણ ગુણ છે. તેમાં હેતુ કહ્યો કે “જે કારણથી કહેવાયું છે” અને તે કહેવાયેલું હવે બતાવે છે – ગાથા : एयस्स परिच्चाया, सुद्धंछाई वि ण चेव हिययाणि । कम्माइ वि परिसुद्धं, गुरुआणावत्तिणो बिंति ॥१४१॥ एतस्य परित्यागात्, शुद्धोञ्छादीन्यपि नैव हितदानि । कर्माद्यपि परिशुद्धं, गुर्वाज्ञावर्तिनो ब्रुवन्ति ॥१४१।। ગાથાર્થ : આનાકગુરુકુળવાસના પરિત્યાગથી, શુદ્ધ ઉછાદિ પણ શુદ્ધ ભિક્ષાદિ પણ, હિતને કરનારી નથી જ. શાસ્ત્રકારો, ગુરુ આજ્ઞાવર્તીના કમદિને પણ આધાકમદિને પણ પરિશુદ્ધ કહે છે સંચમવૃદ્ધિનો હેતુ કહે છે. ll૧૪ના * “સુદ્ધછા વિ' માં “દ્રિ' પદથી શુદ્ધ વસતિ, શુદ્ધ પાત્ર આદિનું ગ્રહણ કરવું. ઉંછ એટલે વીણવાની ક્રિયા અને શુદ્ધ ઉંછ એટલે સંયમમાં દોષો ન લાગે તે રીતે ભિક્ષાના દોષોના પરિહારપૂર્વક આહારને વીણવાની ક્રિયા=આહારની ગવેષણાની ક્રિયા. ભાવાર્થ - ગુણવાન ગુરુના પારર્તવ્યના ત્યાગમાં સંચમની સર્વ ક્રિયા વિફળ : કોઈ સાધુ, ગુરુકુળવાસમાં બાહ્ય આચારોની શુદ્ધિ થતી નથી એવા અધ્યવસાયથી પણ ગુરુકુળવાસનો ત્યાગ કરે, અને નિર્દોષ ભિક્ષાચર્યા આદિ સાધ્વાચારોને સારી રીતે પાળવા યત્ન કરે, તોપણ તે આચારોના પાલનથી સાધુનું હિત થતું નથી; કેમ કે ગુણવાન એવા ગુરુને પરતંત્ર થવું એ સર્વ આચારોમાં પ્રથમ આચાર છે, અને તે આચારનો જે લોપ કરે છે તેને અન્ય આચારો પણ ગુણકારી થતા નથી.
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy