SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ રતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૩૦ ૧૯ અવતરણિકા : ગાથા-૧૨૬ થી ૧૨૯ સુધી સ્થાપન કર્યું કે ભાવચારિત્રી પારકાના ગુણગ્રહણના અતિશય પરિણામવાળા હોય છે, અને પોતાના લેશ પણ દોષને સહન કરતા નથી, તેથી ગુણહીન એવા સ્વજનાદિ પ્રત્યે પ્રતિબંધ રહેતો નથી, પરંતુ ગુણહીન એવા સ્વજનાદિ સુધરે તેવા જણાય તો કરુણા થાય છે અને અત્યંત અયોગ્ય જણાય તો ઉપેક્ષા થાય છે. હવે ભાવચારિત્રીમાં રહેલો ગુણરાગ ગુણવાન ગુરુના પાતંત્ર્યનું કારણ છે, તે બતાવે છે – ગાથા : गुणरागी य पवट्टइ, गुणरयणनिहीण पारतंतंमि । सव्वेसु वि कज्जेसु, सासणमालिन्नमिहरा उ ॥१३०॥ गुणरागी च प्रवर्तते गुणरत्ननिधीनां पारतन्त्र्ये । सर्वेष्वपि कार्येषु शासनमालिन्यमितरथा तु ॥१३०॥ ગાથાર્થ : ગુણરાગી એવો ભાવચારિત્રી સર્વ પણ કાર્યોમાં ગુણરત્નના નિધિ એવા ગુરુના પાતંત્ર્યમાં પ્રવર્તે છે. ઈતરથા વળી જો ગુણવાનના પારર્તવ્યમાં ન વર્તે તો, શાસનમાલિન્ય થાય. I૧૩ના * “સલ્વેસુ વિ જો' માં “' થી એ કહેવું છે કે ગુણરાગી એવા ભાવચારિત્રી માત્ર એકાદ કાર્યમાં ગુણવાન ગુરુને પરતંત્ર નથી, પરંતુ સર્વ પણ કાર્યોમાં ગુરુને પરતંત્ર છે. ભાવાર્થ - ભાવચારિત્રીને ગુણોનો અત્યંત રાગ હોય છે. તેથી જેમ પારકા ગુણને ગ્રહણ કરવા માટે અતિશય યત્ન હોય છે, તેમ ગુણવાન એવા ગીતાર્થગુરુને પરતંત્ર રહીને સર્વ પણ કાર્યોમાં પ્રયત્ન કરવાનો પરિણામ ોય છે; કેમ કે જો સાધુ ગુણરાગી હોય અને સંયમની સર્વ ઉચિત ક્રિયાઓ કરતા હોય, આમ છતાં સર્વ કાર્યોમાં ગુણવાન ગુરુને પરતંત્ર ન હોય તો શાસનનું માલિચ થાય છે. તે આ રીતે કોઈક જૈનેતર પ્રાજ્ઞ જિજ્ઞાસુ તત્ત્વની ગવેષણા અર્થે ગીતાર્થગુરુ પાસે આવે અને જુએ કે આ ગીતાર્થગુરુ પાસે રહેલા સાધુઓ સ્વમતિ અનુસાર સર્વ કાર્ય કરે છે, તો તત્ત્વના અર્થી એવા પ્રાશને લાગે કે આ દર્શન આપ્તપુરુષથી પ્રણીત લાગતું નથી. જો આપ્તપુરુષથી પ્રણીત હોય તો આ દર્શનને અનુસરનારા સાધુઓ ગુણવાન ગુરુના પાતંત્ર્ય વગર આ રીતે પ્રવૃત્તિ કરે નહિ. તેથી ભગવાનનું શાસન આપ્તપુરુષથી પ્રણીત હોવા છતાં, તે પ્રાજ્ઞ તત્ત્વજિજ્ઞાસુને આ શાસન અનાપ્તપુરુષથી પ્રણીત હોય તેવી બુદ્ધિ કરવામાં, સ્વમતિ અનુસાર કાર્ય કરતા સાધુઓ કારણ બને છે. માટે ભગવાનના શાસનનું માલિન્ય થાય છે. તેથી ગુણરાગી એવા સાધુ ક્યારેય ગુણવાન ગુરુના પાતંત્ર્ય વગર પ્રવૃત્તિ કરે નહિ. ૧૩
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy