SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૨૮-૧૨૯ ૧૭૭ અવતરણિકા : किमित्यत आह - અવતરણિકાર્ય : પૂર્વગાથાના અંતે કહ્યું કે જે કારણથી કહેવાયું છે. શું કહેવાયું છે ? તે હવે કહે છે – ગાથા : सीसो सज्झिलओ वा, गणिव्वओ वा न सोग्गइं णेइ । जे तत्थ नाणदंसण-चरणा ते सग्गईमग्गो ॥१२८॥ शिष्यः धर्मभ्राता वा गणिच्चको वा न सुगति नयति । यानि तत्र ज्ञानदर्शनचारित्राणि तानि सुगतिमार्गः ॥१२८॥ ગાથાર્થ : શિષ્ય અથવા સત્નો ધર્મભાઈ અથવા એક ગણમાં રહેલા સાધુ સદ્ગતિમાં લઈ જતા નથી, પરંતુ ત્યાં સંયમજીવનમાં, જે જ્ઞાન, દર્શન, ચારિત્ર છે, તે સુગતિનો માર્ગ છે. I૧૨૮II ટીકા :- - शिष्यः सज्झिलको वा-धर्मभ्राता गणिच्चको वा-एकगणस्थो न सुगतिं नयति, किन्तु यानि तत्र ज्ञानदर्शनचरणानि परिशुद्धानि तानि सुगतिमार्ग इति गाथार्थः ॥ (पंचवस्तुक गाथा ७०१) ભાવાર્થ : ગાથા-૧૨૬-૧૨૭થી સ્થાપન કર્યું કે ભાવચારિત્રી પરગુણ ગ્રહણ કરવાના પ્રબળ અભિલાષવાળા હોય છે અને પોતાના દોષોને સહન કરી શકતા નથી, આ કારણે ગુણહીન એવા પોતાના સ્વજનાદિ પ્રત્યે પણ તેમને પ્રતિબંધ થતો નથી; અને તેમાં સાક્ષીરૂપે પંચવસ્તુકની ગાથા આપે છે. આ ગાથા બતાવે છે કે “પોતાનો શિષ્ય હોય, પોતાના ગુરુનો શિષ્ય હોય અર્થાત્ ધર્મભાઈ હોય કે એક ગણમાં રહેલા સાધુ હોય તે સુગતિમાં લઈ જતા નથી, પરંતુ પરિશુદ્ધ એવા જ્ઞાન, દર્શન અને ચારિત્રના પરિણામો સુગતિનો માર્ગ છે.” તેથી ભાવચારિત્રી સુગતિમાં જવાના અર્થી હોવાથી સુગતિમાં લઈ જવામાં કારણ ન હોય તેવા ગુણહીન શિષ્યાદિ પ્રત્યે પ્રતિબંધ રાખતા નથી, પરંતુ રત્નત્રયીની વૃદ્ધિના ઉપાયભૂત એવા પરમાં રહેલા ગુણોને ગ્રહણ કરવા પ્રયત્ન કરે છે, અને સુગતિમાં જવા માટે વિજ્ઞભૂત એવા પોતાનામાં રહેલા દોષોને કાઢવા પ્રયત્ન કરે છે, જેથી પરિશુદ્ધ થયેલી રત્નત્રયી શીધ્ર સંસારનો ઉચ્છેદ કરીને મોક્ષની પ્રાપ્તિ કરાવે. ૧૨૮. અવતરણિકા : પૂર્વગાથા-૧૨૭-૧૨૮થી કહ્યું કે શિષ્યાદિ સુગતિમાં લઈ જતા નથી, તેથી ભાવચારિત્રીને ગુણહીન એવા સ્વજનાદિ પ્રત્યે પ્રતિબંધ હોતો નથી. ત્યાં પ્રશ્ન થાય કે ભવિતવ્યતાના યોગે પોતાના શિષ્યાદિ ગુણહીન હોય તો ભાવચારિત્રી તેના પ્રત્યે પ્રતિબંધ ન કરે તો શું ઉચિત કૃત્ય કરે? જેથી પોતાના સંયમની વૃદ્ધિ થાય? તે બતાવવા અર્થે કહે છે –
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy