SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથાઃ ૧૧૯-૧૨૦ ૧૬૯ આમ છતાં જે સાધુઓ આગમમાં કહેલા ગુણોનું આશ્રમણ કરે છે અને દોષના પરિવાર માટે યત્ન કરે છે, તેઓનું સંયમરૂપી શરીર સુરક્ષિત રહે છે. ૧૧૯ ચતિનું છઠું લક્ષણ – “ગુરુ ગુણનો અનુરાગ અવતરણિકા : ગાથા-૩ અને ૪માં યતિનાં સાત લક્ષણો બતાવેલ, તેમાંથી પાંચ લક્ષણોનું વર્ણન અત્યાર સુધી કર્યું. હવે યતિનું છઠું લક્ષણ “ગુરુ ગુણના અનુરાગ”નું વર્ણન કરે છે – ગાથા : जायइ गुणेसु रागो, पढमं संपत्तदंसणस्सेव । किं पुण संजमगुणओ, अहिए ता तंमि वत्तव्वं ॥१२०॥ जायते गुणेषु रागः प्रथमं सम्प्राप्तदर्शनस्यैव । किं पुनः संयमगुणतोऽधिके तस्मात्तस्मिन्वतितव्यम् ॥१२०॥ ગાથાર્થ : સંગ્રામ દર્શનવાળાને જ ગુણોમાં રાગ પ્રથમ થાય છે. સંચમગુણથી અધિક એવા સાધુમાં વળી, શું કહેવું ? અર્થાત્ તેમનામાં ગુણનો રાગ હોય જ. તે કારણથી સાધુમાં ગુણનો રાગ હોય જ તે કારણથી, સાધુએ તેમાંeગુણરાગમાં વર્તવું જોઈએ યત્ન કરવો જોઈએ. II૧૨૦ના ભાવાર્થ : જીવ સમ્યગ્દર્શન પામે છે ત્યારે ગુણ તેને તત્ત્વરૂપે દેખાય છે અને પૂર્ણ ગુણસ્વરૂપ મોક્ષ તેને સારભૂત લાગે છે. તેથી મોક્ષના ઉપાયભૂત કોઈપણ ગુણ કોઈપણ જીવમાં દેખાય તો તેના પ્રત્યે તેને બહુમાન થાય છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પૂર્વેના જીવો યોગમાર્ગમાં આવેલા હોય તોપણ સ્પષ્ટ તત્ત્વને જોઈ શકતા નથી, તેથી તેઓનો ગુણરાગ નહિવત્ જેવો હોય છે, જ્યારે સમ્યગ્દષ્ટિ તો મોક્ષને અનુકૂળ ગુણોને જ સારરૂપે જોઈ શકે છે, તેથી તેને ગુણો પ્રત્યે અત્યંત રાગ પ્રગટે છે. આવો અત્યંત રાગ સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય ત્યારે જ પ્રથમ થાય છે, પરંતુ સમ્યક્ત્વની પ્રાપ્તિ પૂર્વે આવો અત્યંત રાગ થતો નથી. તે બતાવવા માટે કહ્યું કે સંપ્રાપ્ત સમ્યગ્દર્શનવાળાને જ ગુણોમાં રાગ પ્રથમ થાય છે, કેમ કે સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછી જ ગુણોની સાચી પિછાન થાય છે. ત્યારપછી દેશવિરતિધર, સર્વવિરતિધર આદિને ગુણો પ્રત્યે અધિક અધિક રાગ હોય છે; કેમ કે સમ્યગ્દષ્ટિને તો અવિરતિનો ઉદય હોવાથી ગુણોના પક્ષપાતમાત્રરૂપ રાગ હોય છે, જ્યારે દેશવિરતિધર, સર્વવિરતિધરને તો ઉત્તર ઉત્તરની ગુણનિષ્પત્તિની ભૂમિકામાં યત્ન કરાવે તેવો ગુણોનો રાગ છે. તેથી કહ્યું કે “સંયમગુણથી અધિક એવા ચારિત્રીમાં તો નક્કી ગુણનો રાગ હોય જ.” તેથી સંયમ ગ્રહણ કરેલ છે તેવા સાધુએ તો સતત ગુણરાગમાં જ યત્ન કરવો જોઈએ અર્થાત પૂર્વના મહાપુરુષોએ જે રીતે ગુણવૃદ્ધિ કરી, તેનું વારંવાર સ્મરણ કરીને ઉપર ઉપરના સંયમના કંડકોની પ્રાપ્તિ થાય તે રીતે ગુણના રાગમાં યત્ન કરવો જોઈએ. ૧૨૦
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy