________________
યતિલક્ષણસમુચ્ચય પ્રણ / ગાથા : ૧૧૬-૧૧૭
૧૬૫
ભાવાર્થ :- શક્ય અનુષ્ઠાનના આરંભથી લાભ :
જે સાધુ પોતાના સંઘયણ આદિનું સમ્યફ પર્યાલોચન કરીને અનુષ્ઠાન સ્વીકારે અને અપ્રમાદભાવથી યત્ન કરે તો ઘણા સંયમની વૃદ્ધિને પ્રાપ્ત કરી શકે છે, અને તેના બદલે પોતાની શક્તિ કે સંઘયણનો વિચાર કર્યા વગર ઉપરની ભૂમિકાનું અનુષ્ઠાન સ્વીકારે અને તત્કાલ અપ્રમાદભાવથી યત્ન પણ કરે તોપણ શક્તિનો અભાવ હોવાને કારણે અસંયમમાં પડે છે. તેથી આરાધક સાધુ માટે શક્ય આરંભ મહાફળવાળું છે. ll૧૧દી અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે જે સાધુ સંઘયણ આદિને અનુરૂપ શક્ય આરંભ કરે છે તે ઘણું સંયમ સાધી શકે છે. ત્યાં જિજ્ઞાસા થાય કે સંઘયણ આદિનું આલંબન કોને હિતકારી બને? અને કોને અહિતકારી બને? તેથી કહે છે –
ગાથા :
संघयणाईआलंबणं तु सिढिलाण जं चरणघाई । सक्कारंभाण तयं, तव्वुद्धिकरं जओ भणियं ॥११७॥ संहननाद्यालम्बनं तु शिथिलानां यच्चरणघाति ।
शक्यारम्भाणां तत्तद्वृद्धिकरं यतो भणितम् ॥११७।। ગાથાર્થ :
શિથિલ પરિણામવાળા સાધુઓનું જે સંઘયણ આદિનું આલંબન ચરણઘાતી છેઃચરિત્રનો નાશ કરનાર છે, તે સંઘયણઆદિનું આલંબન, શક્ય આરંભ કરનારા સાધુઓનું તેની=સંયમની, વૃદ્ધિને કરનારું છે; જે કારણથી કહેવાયું છે. I૧૧oll ભાવાર્થ :- શિથિલાચારીને નબળા સંઘયણ આદિનું આલંબન સંયમપાતનું કારણ ?
જે જીવો સંયમ ગ્રહણ કર્યા પછી સંયમની ક્રિયાઓથી સંવેગની પરિણતિને ઉલ્લસિત કરી શકતા નથી, તેમને તે ક્રિયાઓ દ્વારા સંયમના સુખનું આસ્વાદન થતું નથી; અને દરેક જીવ સુખનો અર્થી તો છે. તેથી જે સાધુઓને સંવેગનું સુખ પ્રાપ્ત થતું નથી, તે સાધુઓમાંથી કેટલાક સાધુઓ પ્રાયઃ શાતાના સુખના અર્થી બને છે અને કષ્ટમય સંયમની ક્રિયામાં શિથિલ પરિણામવાળા બને છે. તેથી તેઓ વર્તમાનનું નબળું સંઘયણ અને વિષમ દેશકાળ આદિના નબળા આલંબનને ગ્રહણ કરી પોતાના શરીરને અનુકૂળ રહે તે રીતે પોતાની શિથિલ પ્રવૃત્તિને પોષે છે. આવા શિથિલ આચારવાળા સાધુઓનું સંઘયણ આદિનું આલંબન ચારિત્રનો નાશ કરનાર બને છે; અને જેઓ સંસારથી અત્યંત ભય પામેલા છે અને લબ્ધલક્ષ્યવાળા છે, તેઓ કયા અનુષ્ઠાનથી પોતાનું લક્ષ્ય પોતે પ્રાપ્ત કરી શકશે તેનો વિચાર કરીને શક્ય અનુષ્ઠાનનો આરંભ કરે છે, પણ અશક્ય અનુષ્ઠાનનો આરંભ કરતા નથી. વળી, તેઓ પોતાનું સંઘયણ કેવું છે, દેશકાળ કેવા છે તે સર્વનો વિચાર કરીને પોતાનાથી શક્ય હોય તેવા અનુષ્ઠાનનો આરંભ કરે છે. તેવા