SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૧૪-૧૧૫ ૧૬3 રાજાએ વહોરાવેલ રત્નકંબલ પ્રત્યે શિવભૂતિને મમતા થવાથી તે રત્નકંબલને સાચવીને રાખતા હતા. ગુરુએ તેની આ મમતાના પરિવાર અર્થે તેમની ગેરહાજરીમાં રત્નકંબલના ટુકડા કરીને પરઠવી દીધી, જેના કારણે ગુરુ પ્રત્યે ચિત્તમાં થયેલા ઈષદ્ દ્વેષને કારણે વાચનામાં ચાલતા જિનકલ્પના પ્રસંગમાં શિવભૂતિને જિનકલ્પ પ્રત્યેનો બદ્ધ આગ્રહ પેદા થયો. તેથી તેણે પોતાના સંઘયણબળનો અને કાળદોષથી પોતાની ક્ષીણ થયેલી શક્તિનો પણ વિચાર કર્યા વગર વસ્ત્રનો ત્યાગ કરીને જિનકલ્પની જેમ કઠોર ચર્યા સેવવાનો યત્ન કર્યો, પરંતુ પોતાની શક્તિથી ઉપરની ભૂમિકાનું તે અનુષ્ઠાન હોવાથી સંયમના ઉપરના કંડકોમાં જવાનો યત્ન સ્કૂલના પામ્યો, અને ભગવાનના વચનથી નિરપેક્ષ રહીને સ્વમતિ પ્રમાણે કરવાનો અભિનિવેશ થયો, જેથી ચારિત્રનો નાશ થયો અને મિથ્યાત્વની પણ પ્રાપ્તિ થઈ, જેથી સંસારપરિભ્રમણરૂપ ફળ પ્રાપ્ત થયું. માટે આરાધક સાધુએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે પોતાને માટે જે ઉચિત અનુષ્ઠાન હોય તેનો ગીતાર્થ પાસે નિર્ણય કરીને તેમાં યત્ન કરવો જોઈએ, પરંતુ ઉપરની ભૂમિકાનું અનુષ્ઠાન શ્રેષ્ઠ છે એવો દુરાગ્રહ રાખીને ગીતાર્થ ગુરુની અવજ્ઞા કરીને પોતાની મતિ પ્રમાણે અનુષ્ઠાનમાં યત્ન કરવો જોઈએ નહીં. ૧૧૪il. અવતરણિકા : ગાથા-૧૧૨માં કહ્યું કે સાધુ અપ્રમાદની વૃદ્ધિ માટે અનુબંધવાળું શક્ય અનુષ્ઠાન કરે છે અને ગાથા-૧૧૩-૧૧૪માં કહ્યું કે અશક્ય આરંભવાળી ક્રિયાથી અનર્થ થાય છે. તેથી જિજ્ઞાસા થાય કે શક્ય આરંભ શેના કારણે થાય છે? અને અશક્ય આરંભ શેના કારણે થાય છે? તે બતાવવા માટે કહે છે – ગાથા : हवइ असक्कारंभो, अत्तुक्करिसजणएण कम्मेणं । निउणेण साणुबंधं, णज्जइ पुण एसणिज्जं च ॥११५॥ भवत्यशक्यारम्भ आत्मोत्कर्षजनकेन कर्मणा । निपुणेन सानुबन्धं ज्ञायते पुनरेषणीयं च ॥११५।। ગાથાર્થ : આત્મઉત્કર્ષજનક એવાં કર્મો વડે કરીને અશક્ય આરંભ થાય છે. વળી, નિપુણ એવા સાધક વડે એષણીય કરવા યોગ્ય અને સાનુબંધ અનુષ્ઠાન જણાય છે. II૧૧પ ભાવાર્થ : સામાન્ય રીતે કાર્યનો અર્થી જેનાથી ફળ પ્રાપ્ત થાય તેવા અનુષ્ઠાનમાં યત્ન કરે, તેમ મોક્ષનો અર્થી જે અનુષ્ઠાન સેવીને મોક્ષને અનુકૂળ ભાવ કરી શકે તેવા અનુષ્ઠાનમાં યત્ન કરે એ ઉચિત ગણાય; પરંતુ જે સાધુ “હું કંઈક અધિક કરી શકું છું.” એવા મિથ્યાભિમાનને વશ થઈને આત્માના ઉત્કર્ષને કરનાર એવી મોહની પરિણતિને વશ થઈને, પોતાની શક્તિનો વિચાર કર્યા વગર અશક્ય અનુષ્ઠાનનો આરંભ કરે છે, તે સાધુ તે અનુષ્ઠાન પોતાની શક્તિને અનુરૂપ નહિ હોવાથી તે અનુષ્ઠાનથી સંયમના કંડકોની વૃદ્ધિને અનુકૂળ આત્મભાવોને ઉલ્લસિત કરી શકતા નથી, અને અનુષ્ઠાનનું સેવન કષ્ટદાયી જણાતાં
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy