SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૧૧૨-૧૧૩ ૧૬૧ આ રીતે આત્મપ્રત્યય આદિ ત્રણ પ્રત્યયથી શુદ્ધ અનુષ્ઠાન હોય, અને તે અનુષ્ઠાન પણ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને મોક્ષફળમાં પર્યાવસન પામે તેવું અનુબંધયુક્ત હોય, અર્થાત્ વિષયશુદ્ધ, સ્વરૂપશુદ્ધ અને અનુબંધ શુદ્ધરૂપ ત્રણ શુદ્ધિથી યુક્ત હોય, તો તેવા અનુષ્ઠાનનું સેવન કરનાર સાધુ કુશળ છે; કેમ કે પોતાના અપ્રમાદભાવને વહન કરવા માટે આવું શુદ્ધ અનુષ્ઠાન સેવવામાં આવે તો અપ્રમાદભાવની વૃદ્ધિ થાય છે. વળી, કોઈ સાધુ સદ્દઅનુષ્ઠાનનું માહાભ્ય સાંભળીને, પોતાની શક્તિનું પર્યાલોચન કર્યા વિના, આત્મપ્રત્યય આદિ ત્રણ પ્રત્યયથી તે અનુષ્ઠાન શુદ્ધ છે કે નહિ તેનો પણ વિચાર કર્યા વગર, રાભસિક વૃત્તિથી તે અનુષ્ઠાન સ્વીકારે, અને કદાચ બાહ્ય આચરણાથી શુદ્ધ પણ તે અનુષ્ઠાનનું સેવન કરે; આમ છતાં પોતાની શક્તિને અનુરૂપ અનુષ્ઠાન નહિ હોવાથી સંયમના કંડકોની વૃદ્ધિને અનુકૂળ આત્મભાવોને ઉલ્લસિત કરી શકે નહિ, તેથી તે અનુષ્ઠાન અનુબંધયુક્ત બને નહિ; કેમ કે માટે તેવા અનુષ્ઠાનના સેવનથી સંયમના કંડકોની વૃદ્ધિ નહિ થવાથી, અપ્રમાદભાવની વૃદ્ધિ થતી નથી અને કર્મની નિર્જરા થતી નથી. આનાથી એ પ્રાપ્ત થાય કે અપ્રમાદભાવની વૃદ્ધિના અર્થી સાધુએ પોતાનાથી શક્ય હોય તેવા અનુષ્ઠાનનો પ્રારંભ કરવો જોઈએ જેથી કર્મની નિર્જરા થાય. વળી, પોતાનાથી શક્ય હોય એવું પણ અનુષ્ઠાન આત્મપ્રત્યયઆદિથી શુદ્ધ ન જણાય તો પાત થવાની સંભાવના હોવાથી એવા અનુષ્ઠાનનો પ્રારંભ કરવો જોઈએ નહિ. તેમ છતાં જો આવા અનુષ્ઠાનનો પ્રારંભ કરવામાં આવે તો તે સાધુ કુશળ ગણાય નહિ. //૧૧રી અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે અનુબંધયુક્ત અને શક્ય જ અનુષ્ઠાન કરતો સાધુ કુશળ છે. ત્યાં કોઈને પ્રશ્ન થાય કે પોતાની શક્તિ ન હોય તોપણ ભાવના અતિશયમાં આવીને દુષ્કર કાર્ય કરવા માટે સાધુ યત્ન કરે તો શું વાંધો? તેથી કહે છે – ગાથા : सहसा असक्कचारी, पउरपमायंमि जो पडइ पच्छा । खलमित्तव्व ण किरिया, सलाहणिज्जा हवे तस्स ॥११३॥ सहसाऽशक्यचारी प्रचुरप्रमादे यः पतति पश्चात् । खलमित्रीव न क्रिया श्लाघनीया भवेत्तस्य ॥११३॥ ગાથાર્થ : જે સાધુ સહસા અશક્યચારી છે, પાછળથી પ્રચુર પ્રમાદમાં પડે છે, તેની ખલમિત્રના જેવી ક્રિયા પ્રશંસનીય નથી. I૧૧૩મા
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy