________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૦૪
૧૪૫
જે કારણથી કુશલ વચનને ઉદીરણા કરતા-કુશલ વચનને બોલતા, વચનગુણ પણ છે અને સમિતિવાળા પણ છે=ભાષાસમિતિવાળા પણ છે.
આ ગાથાથી એ ફલિત થયું કે અપ્રમાદી સાધુ સમિતિઓમાં ઉપયોગવાળા હોય છે, કેમ કે અપ્રમાદી સાધુ હંમેશાં સંવૃત ભાવવાળા હોય છે તેથી ગુમિવાળા હોય છે, અને ગુતિવાળા કોઈપણ પ્રવૃત્તિ કરે તો ઉપયોગપૂર્વક કરે. તે અર્થને બતાવવા માટે પ્રસ્તુત શ્લોકમાં કહ્યું કે કુશલ વચનની ઉદીરણા કરતા વચનગુપ્ત પણ છે અને સમિતિવાળા પણ છે. તેથી અર્થથી એ ફલિત થયું કે અપ્રમાદી સાધુ ગુપ્ત હોવાના કારણે સમિતિમાં અત્યંત ઉપયુક્ત હોય છે. તેથી પ્રસ્તુત ઉદ્ધરણથી અપ્રમાદી સાધુ સમિતિમાં અત્યંત ઉપયુક્ત હોય છે તેની પુષ્ટિ થાય છે.
અને અપ્રવીચાર-પ્રવીચારરૂપ આ ગુપ્તિમાં ઉપયુક્તતા પ્રવચનમાતાને કહેનાર અધ્યયનમાં કહેવાયેલી વિધિ વડે જાણવી.
વધારે શું કહેવું? અવદ્યહેતુનું વર્જન કરે છે–પાપનું કારણ એવી પ્રમાદઆચરણાનો સુસ્થિરચિત્તવાળા સાધુ ત્યાગ કરે છે, એ પ્રમાણે સ્પષ્ટ અર્થ જ છે એ પ્રમાણે પ્રસ્તુત ગાથાનો સ્પષ્ટ અર્થ છે. “રૂતિ' શબ્દ ટીકાની સમાપ્તિ માટે છે. ભાવાર્થ - પાંચ મહાવતના અતિચારો :
અપ્રમાદી સાધુ હંમેશાં પાંચ મહાવ્રતો અને છઠ્ઠી રાત્રિભોજન વિરમણવ્રત વિષયક સૂક્ષ્મ અને બાદર અતિચારનો પરિહાર કરે છે.
પ્રથમ પ્રાણાતિપાત વિરમણ મહાવ્રતમાં પોતાની કોઈપણ પ્રવૃત્તિથી ત્રસ અને સ્થાવર જીવને સંઘટ્ટન, પરિતાપન કે અપદ્રાવણ ન થાય તે રીતે મન, વચન અને કાયાની સુદઢ પ્રવૃત્તિ કરે છે, જેથી પ્રથમ મહાવ્રતના અતિચારોથી રક્ષણ થાય છે.
બીજા મૃષાવાદવિરમણ મહાવ્રતમાં અનાભોગઆદિથી મૃષાવાદ ન લાગે તે રીતે ઉપયુક્ત થઈને બોલે છે. જેમ પોતાને કોઈ પ્રવૃત્તિમાં ઊંધ આવતી હોય અને કોઈ કહે કે “ઊંધે છે ” ત્યારે તે કહે કે “નથી ઊંઘતો”. તે અનાભોગથી કે સહસાત્કારથી બોલાયું હોય તો બીજા મહાવ્રતમાં સૂક્ષ્મ અતિચાર છે, જો બીજાને ઠગવાના આશયથી બોલાયું હોય તો તે બાદર અતિચાર છે, અને આવા અતિચારોને જાણીને અપ્રમાદી સાધુ તે અતિચારોનો પરિહાર કરે છે.
ત્રીજા અદત્તાદાનવિરમણ મહાવ્રતમાં અનાભોગ આદિથી અતિચાર ન લાગે તે રીતે સાધુ પ્રવૃત્તિ કરે છે. જેમ યાચના કરીને જેટલી વસતિ લીધી હોય તેનાથી લેશ પણ અધિક વસતિનો ઉપયોગ માલિકને પૂછ્યા વગર અનાભોગથી પણ કરે તો ત્રીજા અદત્તાદાનવિરમણ મહાવ્રતમાં સૂક્ષ્મ અતિચાર લાગે. સ્વામીઅદત્ત, જીવઅદત્ત, તીર્થકરઅદત્ત અને ગુરુઅદત્ત એ ચારે પ્રકારના અદત્તાદાનમાંથી કોઈપણ અદત્તાદાનને સેવે તો બાદર અતિચાર લાગે. અપ્રમાદી સાધુ સૂક્ષ્મ અને બાદર અતિચારને જાણીને અપ્રમાદભાવથી તે અતિચારોનો પરિહાર કરે છે.