________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૦૪
૧૪૩
इति नवगुप्तिसनाथं ब्रह्मचर्य पालयति । पञ्चमव्रते सूक्ष्मं बालादिममत्वं न करोति, बादरमनेषणीयाहारादि न गृह्णाति, "परिग्गहोऽणेसणग्गहणे' इत्याप्तवचनात् । उपकरणं वा न मूर्छया समधिकं धारयति, "मुच्छा परिग्गहो वुत्तो" इति वचनात् । रात्रिभक्तविरतौ सूक्ष्मं शुष्कसंनिधिमपि न रक्षति, बादरं तुं- "दिवागहियं दिवाभुत्तं, दिवागहियं राओभुत्तं, राओगहियं दिवाभुत्तं, राओगहियं राओभुत्तं" इति चतुर्विधामपि रात्रिभुक्तिं न करोति, एवं सर्वव्रतेषु स्खलितं रक्षति । तथोपयुक्तोदत्तावधानो भवति समितिषु प्रवीचाररूपासु । उक्तं च
"समिओ नियमा गुत्तो, गुत्तो समियत्तणमि भइयव्वो । कुसलवइमुदीरंतो जं वइगुत्तोवि समिओ वि ॥"
गुप्तिष्वप्रवीचारप्रवीचाररूपासु उपयुक्तता चासु प्रवचनमात्रध्ययनोक्तविधिना विज्ञेया । किं बहुना, वर्जयत्यवद्यहेतुं-परिहरति पापकारणं प्रमादचरितं सुस्थिरचित्त इति स्पष्टार्थमेवेति । (धर्मरत्न प्रकरण गाथा ११३) ટીકાર્ય :
સાધુ અકરણ બુદ્ધિથી ફરી પાપ નહિ કરવાના પરિણામથી, વ્રતના વિષયભૂતમાં અલિત થયેલા અતિચારોનો પરિહાર કરે છે. ત્યાં=પાંચ મહાવ્રતોના વિષયમાં પ્રાણાતિપાતવિરતિવિષયક ત્રણ-સ્થાવર જંતુનાં સંઘટ્ટન, પરિતાપના, અપદ્રાવણા કરતા નથી. મૃષાવાદવિરતિવિષયક અનાભોગાદિથી સૂક્ષ્મ અને વિંચના અભિસંધિથીeઠગવાના અધ્યવસાયથી બાદર અલીક=જુઠું બોલતા નથી. અદત્તાદાનવિરતિ વિષયક સૂક્ષ્મ અતિચારનું વર્જન કરતા, સ્થાનાદિને અનુજ્ઞા વગર ગ્રહણ કરતા નથી અર્થાત્ જેની વસતિમાં ઊતર્યા હોય તેની યાચના કરીને લીધેલી વસતિ કરતાં લેશ પણ અધિક વસતિનો ઉપયોગ, તેના માલિકની અનુજ્ઞા લીધા વિના સાધુ કરતા નથી, તે અદત્તાદાનના સૂક્ષ્મ અતિચારનું વર્જન છે. બાદર અતિચાર તે સ્વામી, જીવ, તીર્થકર અને ગુરુ વડે અનનુજ્ઞાત તે ગ્રહણ કરતા નથી અને પરિભોગ પણ કરતા નથી અર્થાત્ સ્વામી આદિ ચાર અદત્તાદાનના દોષોનું સેવન બાદર અતિચાર છે, અને તેનો સાધુ પરિહાર કરે છે.
ચતુર્થવ્રતમાં “વસહિ' ઇત્યાદિ ગાથામાં કહેલ નવગુપ્તિથી યુક્ત બ્રહ્મચર્યનું સાધુ પાલન કરે છે. વસ ઈત્યાદિ ગાથાનો અર્થ આ પ્રમાણે છે –
વસતિ, કથા, નિષઘા, ઇન્દ્રિય, કુચંતર=દિવાલ અંતર, પૂર્વક્રીડિત, પ્રણીત, અતિમાત્ર આહારવિભૂષાદિ નવ બ્રહ્મચર્યની ગુતિઓ છે. (૧) વદિ વસતિ=સ્ત્રી, નપુંસક, પશુ આદિથી યુક્ત વસતિમાં સાધુ ન ઊતરે એ બ્રહ્મચર્યની ગુમિ છે. (૨) કથાસ્ત્રીકથા સાધુ ન કરે. (૩) નિષદ્યા=સ્ત્રીના બેઠેલા આસન ઉપર સાધુ તુરત ન બેસે. (૪) ઇન્દ્રિય=સાધુ ઇન્દ્રિયો સંવૃત કરીને બેસે, જેથી કામના વિકારો ન ઊઠે. (૫) કુવ્યંતર=પોતે ઊતરેલા સ્થાનની દીવાલની પાછળ સ્ત્રી-પુરુષની વાત સંભળાય તેવા સ્થાનમાં સાધુ
ન ઊતરે.