SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ યતિલક્ષણસમુચ્ચય પ્રણ / ગાથા : ૧૦૨-૧૦૩ ભો ભો મુનિઓ ! મારા આ કુદેવત્વને સમ્યગ્ જાણીને સુગતિનું કાર્ય હોય, જો કુતિના ગમનથી ભય પામ્યા હો, તો સંપૂર્ણ પ્રમાદથી રહિત, વિહારકરણથી યુક્ત, ચરણથી યુક્ત, ગારવથી રહિત, અમમ=મમતા રહિત, સદા તીવ્ર તપથી યુક્ત થાઓ. ૨૦-૨૧॥ ૧૪૦ ભો ભો દેવાનુપ્રિય ! તારા વડે અમે સમ્યક્ પ્રતિબોધ કરાયા. એ પ્રમાણે બોલીને તે મુનિઓએ સંયમમાં ઉદ્યમને સ્વીકાર્યો. ॥૨૨॥ એ પ્રમાણે સૂરિ આર્યમંગૢ પ્રમાદના વશથી મંગુલ ફળને=ખરાબ ફળને પામ્યા. તેથી શુભમતિવાળા ચરણભારમાં=ચારિત્રની આચરણામાં, સદા શીઘ્ર ઉદ્યત થાઓ. ।।૨૩। ભાવાર્થ : ગાથા-૧૦૧માં કહેલ કે ક્રિયામાં જે સાધુ અપ્રમત છે, તેવા સાધુની ક્રિયા સફળ છે. તેની પુષ્ટિરૂપે ધર્મરત્નપ્રકરણની આ સાક્ષીગાથા છે. તેનાથી એ સિદ્ધ થાય કે વિદ્યાસાધકની જેમ જે સાધુ અપ્રમાદથી ક્રિયામાં યત્ન કરે છે, તેને આ પ્રવ્રજ્યા નિર્લેપદશાનું કારણ થાય છે; અને જે લોકો સંયમ ગ્રહણ કર્યા પછી સ્વશક્તિ અનુસાર અપ્રમાદભાવથી યત્ન કરતા નથી, તેઓને આ સંયમગ્રહણથી જ અનર્થ પણ થાય છે. માટે “ક્રિયામાં અપ્રમાદભાવ” એ સાધુનું ચોથું લક્ષણ છે. ૧૦૨ અવતરણિકા : प्रमादस्यैव युक्त्यन्तरेण निषेधमाह અવતરણિકાર્ય : - બીજી યુક્તિથી પ્રમાદના નિષેધને બતાવે છે પ્રમાદ વિશેષથી અનર્થનો હેતુ કઈ રીતે છે ? તે બતાવનારી ધર્મરત્નપ્રકરણમાં પૂર્વની ગાથા-૧૦૨ હતી. તેમ પ્રસ્તુત ગાથા પણ ધર્મરત્નપ્રકરણની છે, અને આ ગાથામાં, સાધુએ સંયમની નિષ્પત્તિ માટે ક્રિયામાં અપ્રમાદ કરવો જોઈએ, તે બતાવવા માટે પ્રમાદના નિષેધને કહે છે - ગાથા : - पडिलेहणाइचिट्ठा, छक्कायविघाइणी पमत्तस्स । भणिआ सुअंमि तम्हा, अपमाई सुविहिओ हुज्जा ॥१०३॥ प्रतिलेखनादिचेष्टा षट्कायविघातिनी प्रमत्तस्य । भणिता श्रुते तस्मादप्रमादी सुविहितो भवेत् ॥ १०३॥ ગાથાર્થ ઃ શ્રુતમાં=આગમમાં, પ્રમત્ત સાધુની પ્રતિલેખનાદિ ચેષ્ટા છકાયના વિઘાતને કરનારી કહેવાઈ છે, તે કારણથી અપ્રમાદી સાધુ સુવિહિત થાય છે-સુસાધુ થાય છે. ||૧૦૩||
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy