SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ / ગાથા : ૯૮-૯૯ વક્તા પ્રત્યે દ્વેષ થાય અને તત્ત્વ જાણવાનો અભિમુખભાવ પણ નાશ પામે. તેથી તેવા જીવોને તેઓ જે નયથી વાસિત હોય તેનો ખ્યાલ કરીને તેમને જે રીતે ઉપકારક થાય તે રીતે દેશના આપવી જોઈએ. આ પ્રકારનું આગમ વચન છે. એ વચન એ બતાવે છે કે બધા જીવોને સમાન દેશના આપવાની નથી, પરંતુ જે પાત્ર છે તેને દેશના આપવાની છે અને અપાત્રને દેશના આપવાની નથી. વળી, જે પાત્ર જે દર્શનથી વાસિત હોય તે પાત્રને તે દર્શનની નયષ્ટિથી ઉપદેશ આપવો જોઈએ, જેથી શ્રોતા બુદ્ધિશાળી હોય અને સ્વદર્શનના રહસ્યને જાણતો હોય તો ઉપદેશકના વચનથી આવર્જિત થાય, અને વિશેષ વિશેષ તત્ત્વ જાણવા માટે અભિમુખ થાય; અને આ રીતે જ્યારે તેના દર્શનની નયષ્ટિના તાત્પર્યને ઉપદેશકના વચનથી વિશેષ રીતે જાણીને પક્વબુદ્ધિવાળો થાય, ત્યારે તે દર્શનના નયથી વિપરીત નયની પણ યુક્તિપૂર્વક પ્રરૂપણા કરવી જોઈએ, જેથી તત્ત્વનો અર્થ એવો તે શ્રોતા મધ્યસ્થભાવથી બન્ને નયોની યુક્તિને જાણીને સ્યાદ્વાદની પ્રાપ્તિ કરે. આ રીતે દેશના આપનારાની વિશુદ્ધ દેશના છે. ૧૩૦ જેઓ પાત્ર-અપાત્રનો વિચાર કરતા નથી અને શ્રોતા કયા દર્શનથી વાસિત મતિવાળો છે તેનો વિચાર કરતા નથી, અને માત્ર ભગવાનનું વચન જે રીતે કહેવાયું છે તે રીતે કહીને અપાત્ર જીવોને ભગવાનના વચન પ્રત્યે દ્વેષ પેદા કરાવે છે, અથવા તો પાત્ર પણ જીવોને જે દર્શનથી તેમની મતિ વાસિત હોય તેનો વિચાર કર્યા વગર તેનું ખંડન કરીને સ્યાદ્વાદનું સ્થાપન કરવા પ્રયત્ન કરે છે, જે સાંભળીને યોગ્ય પણ શ્રોતા એમ વિચારે કે આ ઉપદેશક સ્વદર્શનના પક્ષપાતી છે, તેથી આપણા દર્શનનું ખંડન કરીને મને પોતાનું દર્શન સ્વીકારવા અર્થે સમજાવે છે, પરંતુ સાચા પદાર્થને બતાવનાર નથી, તેઓ આ રીતે યોગ્ય શ્રોતાને પણ ભ્રમ પેદા કરાવીને જૈનશાસનથી વિમુખ કરીને મિથ્યાત્વની વૃદ્ધિ કરે છે, અને અન્યના અહિતની પ્રવૃત્તિ કરીને પોતાના પણ સમભાવરૂપ ચારિત્રનો નાશ કરે છે, અને ભગવાનની આજ્ઞાની વિરાધના કરે છે. તેથી આવા ઉપદેશકની દેશના વિશુદ્ધ નથી, અને તેવા દેશના આપનારા સાધુ ચારિત્રની સુંદર આચરણા કરતા હોય તોપણ ભાવથી સાધુ નથી; કેમ કે ઉત્તમ શ્રદ્ધાનું કાર્ય સુદેશના તેમનામાં નથી. ૯૮ (iv) ઉત્તમશ્રદ્ધાનું ચોથું કાર્ય ‘સ્ખલિતપરિશુદ્ધિ’ અવતરણિકા : સાધુના લક્ષણમાં ઉત્તમશ્રદ્ધારૂપ બીજા લક્ષણનાં ચાર કાર્યો ગાથા-૪૫માં બતાવેલ, તે ચાર કાર્યોમાંથી ત્રણ કાર્યોનું સ્વરૂપ અત્યારસુધી બતાવ્યું. હવે ઉત્તમશ્રદ્ધાનું સ્ખલિતપરિશુદ્ધિ ચોથું કાર્ય બતાવે છે - - ગાથા : — आउट्टिइणिअं कयाइ चरणस्स कहवि अइआरं । णाऊण विअडणाए, सोहेंति मुणी विमलसद्धा ॥९९॥ आकुट्टिकादिजनितं, कदाचिच्चरणस्य कथमप्यतिचारम् । ज्ञात्वा विकटनया, शोधयन्ति मुनयो विमल श्रद्धाः ॥९९॥ "
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy