SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ યતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૮૮-૮૯-૯૦ આ રીતે રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારવને વશ થયેલા સાધુ મધ્યસ્થ નહિ હોવાના કારણે મુગ્ધજનોને કહે છે કે ભગવાને આવા નિમિત્તને આશ્રયીને સ્થિરવાસ આદિ કરવાનું કહેલ છે, અને અમે પણ ભગવાનના વચન અનુસાર સ્થિરવાસ આદિ કરીએ છીએ. આ રીતે અપુષ્ટ આલંબનવાળા તે સાધુઓ અસ્થાને સ્થિરવાસનો ઉપદેશ આપીને માર્ગનો વિનાશ કરે છે. માટે ગીતાર્થ પણ સાધુ મધ્યસ્થ ન હોય તો સમ્યગુ દેશના આપી શકતા નથી, તેમ ગાથા-૭) સાથે જોડાણ છે. l૮૮ અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે ગારવના રસિક એવા પ્રમાદી સાધુઓ અપુષ્ટ આલંબનવાળા નિયતવાસાદિકને ગ્રહણ કરીને મુગ્ધલોકોને પ્રમાદરૂપી ખાડામાં પાડે છે. ત્યાં પ્રશ્ન થાય કે અપુષ્ટ આલંબન તેઓને કઈ રીતે પ્રાપ્ત થાય? તેથી કહે છે – ગાથા : आलंबणाण भरिओ, लोगो जीवस्स अजयकामस्स । जं जं पिच्छइ लोए, तं तं आलंबणं कुणइ ॥८९॥ आलम्बनै तो लोको जीवस्यायतकामस्य । यद्यत्प्रेक्षते लोके तत्तदालम्बनं कुरुते ॥८९॥ ગાથાર્થ : અગતનાની ઈચ્છાવાળા જીવને સંચમયોગમાં સુદઢ યત્ન કરવાની ઈચ્છાના અભાવવાળા જીવને, લોક આલંબનથી ભરેલો છે. લોકમાં જે જે જુએ છે તે તે આલંબનને કરે છે. આટલા ટીકા :___व्याख्या- 'आलम्बनानां' प्राग्निरूपितशब्दार्थानां 'लोकः' मनुष्यलोकः 'भृतः' पूर्णो जीवस्य 'अजउकामस्स'त्ति अयतितुकामस्य, तथा च अयतितुकामो यद् यत्पश्यति लोके नित्यवासादि तत् तदालम्बनं करोतीति गाथार्थः ॥ (आवश्यक नियुक्ति गा. ११८८) ભાવાર્થ : જે સાધુઓ સંયમ લીધા પછી અપ્રમાદભાવથી સંયમમાં યતના કરવાની કામનાવાળા નથી અને ગારવને વશ થયા છે, તેવા સાધુને માટે આખો લોક આલંબનથી ભરેલો છે. તેથી જે જે નિયતવાસાદિનાં દષ્ટાંતો શાસ્ત્રમાં દેખાતાં હોય તેમનું આલંબન લઈને મુગ્ધજીવોને પ્રમાદરૂપી ખાડામાં પાડે છે. આમ પૂર્વગાથા સાથે પ્રસ્તુત ગાથાનો સંબંધ છે. કેટલા અવતરણિકા : શાસ્ત્રના જાણકાર હોવા છતાં પ્રમાદને વશ થયેલા સાધુઓ, મધ્યસ્થતાગુણ નહિ હોવાના કારણે ઉપદેશમાં કઈ રીતે અનર્થ પેદા કરે છે, તે બતાવવા માટે કહે છે –
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy