________________
૧૦૦
યતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૭૫-૭૬
તેથી દાનની પ્રશંસામાં પણ અને દાનના નિષેધમાં પણ કર્મબંધની પ્રાપ્તિરૂપ વિષમ સ્થિતિની પ્રાપ્તિ થાય. પરંતુ જો સાધુ ગીતાર્થ હોય તો શ્રતને અનુરૂપ ઉચિત સ્થાનને આશ્રયીને દાનની પ્રશંસા કરે, અને ઉચિત સ્થાનને આશ્રયીને દાનનો નિષેધ કરે, તો તે બન્ને નિરવ ભાષા બને. તેથી દાનધર્મના ઉપદેશમાં પણ અગીતાર્થ સાધુ પ્રશંસા કરીને કે નિષેધ કરીને સાવદ્ય ભાષા બોલે છે, અને કર્મબંધની પ્રાપ્તિ કરે છે; અને ગીતાર્થ સાધુ શ્રુત અનુસાર તે દાનધર્મની પ્રશંસા કે નિષેધ કરીને નિર્જરાની પ્રાપ્તિ કરે છે. જેમ દાનના વિષયમાં વિકલ્પ પડે છે, તેમ શીલ, તપ કે ભાવધર્મના વિષયમાં પણ વિકલ્પો પડે છે. તે રીતે અન્ય પદાર્થોના નિરૂપણમાં પણ ઉચિત-અનુચિતનું જ્ઞાન ન હોય તો તે ઉપદેશની ક્રિયા સાવદ્ય બને છે; જ્યારે ગીતાર્થ સાધુ શ્રુત અનુસારી ઉચિત-અનુચિતનો નિર્ણય કરીને ઉચિત સ્થાને ઉચિત ઉપદેશ આપી શકે છે. તેથી જે સાધુ ગીતાર્થ નથી તેમને ઉપદેશ આપવાનો અધિકાર નથી, એ રીતે પૂર્વગાથા સાથે સંબંધ છે. ll૭પો.
અવતરણિકા :
ગાથા-૭૪માં કહ્યું કે જે સાધુ સાવધ-અનવદ્ય ભાષાના ભેદને જાણતા નથી તેમને દેશના આપવાનો અધિકાર નથી. તે વાતને યુક્તિથી બતાવવા માટે કહ્યું કે દાનની પ્રશંસા અને દાનનો નિષેધ બનેમાં સાવધ ભાષાની પ્રાપ્તિ થઈ શકે અને બંનેમાં નિરવધ ભાષાની પ્રાપ્તિ પણ થઈ શકે, અને ગીતાર્થ ક્યારે દાનની પ્રશંસા થાય અને ક્યારે દાનનો નિષેધ થાય તેનો નિર્ણય કરી શકે છે, તેથી નિરવદ્ય ભાષા બોલી શકે છે. આ વાત ગાથા-૭પમાં બતાવી. હવે ગીતાર્થને કહ્યું દાન પ્રશંસનીય છે અને કયા દાનનો પ્રતિષેધ કરે તો દોષ નથી, તે વાત ગાથા-૭૬/૭૭માં બતાવે છે –
ગાથા :
पत्तंमि जं पदिन्नं, अणुकंपासंगयं च जं दाणं । जं च गुणंतरहेऊ, पसंसणिज्जं तयं होइ ॥७६॥ पात्रे यत्प्रदत्तं अनुकम्पासङ्गतं च यद्दानम् ।
यच्च गुणान्तरहेतु प्रशंसनीयं च तत् भवति ॥७६।। ગાથાર્થ :
પાત્રમાં જે દાન, અપાયું છે અને જે દાન અનુકંપાથી યુક્ત છે અને જે ગુણાન્તરનો હેતુ છે, તેત્રદાન, પ્રશંસનીય છે. lol ભાવાર્થ :
ગીતાર્થ સાધુ કયા દાનની પ્રશંસા કરે તે વાત પ્રસ્તુત ગાથામાં બતાવે છે. ગાથા-૭૮માં દાનનાં ત્રણ પાત્રો બતાવશે. તે ત્રણ પાત્રોમાં જે દાન અપાયું હોય અને વળી તે દાન લેનારને માટે ગુણાન્તરનો હેતુ હોય, તેવા સુપાત્રદાનની ગીતાર્થો પ્રશંસા કરે, અન્યની નહિ. વળી, જે દાન અનુકંપાથી યુક્ત હોય અને જેના પ્રત્યે અનુકંપા કરી હોય તેના માટે ગુણાન્તરનો હેતુ હોય, તેવા અનુકંપાદાનની ગીતાર્થો પ્રશંસા કરે, અન્યની નહિ.