SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ રતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / ગાથા : ૫૮ तुल्लगहणेण केवलेणं संवलिआणं संसारमोक्खहेऊणं लोका तुल्लत्ति कस्सवि बुद्धी होज्जा तो पुण्णग्गहणंपि कीड, दोण्हवि पुण्णत्ति जया भरिअत्ति नेयव्वा । इयमत्र भावना-सर्व एव ये त्रैलोक्योदरविवरवर्तिनो भावा रागद्वेषमोहात्मनां पुंसां संसारहेतवो भवन्ति त एव रागादिरहितानां श्रद्धामतामज्ञानपरिहारेण मोक्षहेतवो भवन्तीति । एवं तावत्प्रमाणमिदमुक्तम् । (ओघनि. गा. ५४) ભાવાર્થ : સંસારના પરિભ્રમણનું કારણ બને તે સંસારના હેતુ કહેવાય, મોક્ષની પ્રાપ્તિમાં કારણ બને તે મોક્ષના હેતુ કહેવાય; અને સંસારના પરિભ્રમણના કારણભૂત જે હેતુઓ જેટલી સંખ્યામાં છે, તે જ હેતુઓ તેટલી જ સંખ્યામાં મોક્ષની પ્રાપ્તિમાં કારણભૂત હેતુઓ છે. આ કથનથી એ પ્રાપ્ત થાય કે સંસારની કોઈપણ બાહ્ય પ્રવૃત્તિ કર્મબંધ દ્વારા સંસારનું કારણ છે, અને તે જ બાહ્ય પ્રવૃત્તિ નિર્જરા દ્વારા મોક્ષનું કારણ છે; અને તે રીતે ધર્મની કોઈપણ આચરણા નિર્જરા દ્વારા મોક્ષનું કારણ છે, અને ધર્મની તે જ આચરણા કર્મબંધ દ્વારા સંસારનું કારણ છે. આથી બાહ્ય આચરણારૂપ જેટલી સંસારની પ્રવૃત્તિ અને ધર્મની પ્રવૃત્તિ છે, તે સર્વ પ્રવૃત્તિ અધ્યવસાયના ભેદથી સંસારનું કારણ બને છે અને અધ્યવસાયના ભેદથી મોક્ષનું કારણ બને છે. વળી, સંસારના હેતુઓ અને મોક્ષના હેતુઓ સંખ્યાથી ગણનાતીત છે અર્થાત્ ગણના થઈ શકે તેટલી માત્રાના નથી. આમ છતાં સંખ્યાનો કંઈક બોધ થાય તે માટે ઉપમાથી બતાવે છે ૧૪ રાજલોક પ્રમાણ લોક છે અને તે લોકના એકએક આકાશપ્રદેશ ઉપર કલ્પનાથી એક એક હેતુને મૂકવામાં આવે તો આખો ચૌદ રાજલોક ભરાઈ જાય તે એક લોક હેતુથી પૂર્ણ કહેવાય; અને તે લોક જેવા જ બીજા અસંખ્યાત લોકની સંખ્યાને ગ્રહણ કરીને તે દરેક લોકના એક એક પ્રદેશમાં એક એક હેતુ મૂકવામાં આવે તો અંખ્યાતલોક પણ હેતુઓથી પૂર્ણ ભરાઈ જાય અને જે સંખ્યા પ્રાપ્ત થાય તેટલી સંખ્યા પ્રમાણ ભવના હેતુઓ છે, અને તે જ સર્વે ભવના હેતુઓ મોક્ષના પણ હેતુઓ છે. તેથી ભવના હેતુઓની અને મોક્ષના હેતુઓની સંખ્યા પણ સમાન છે. બન્નેના પણ અર્થાત્ ભવના અને મોક્ષના હેતુઓ સંખ્યાથી અસંખ્યાતલોક પૂર્ણ છે ત્યાં એક હેતુથી ન્યૂન પણ પૂર્ણ ગણાય છે, આથી કરીને મૂળ ગાથામાં કહે છે- ‘તુલ્ય છે' અર્થાત્ એક હેતુથી પણ ન્યૂન નથી, અને તે જ “તુલ્ય પદાર્થ ટીકામાં સ્પષ્ટ કરે છે. કેવા પ્રકારના છે? અર્થાત્ અસંખ્યાતલોક પૂર્ણ કેવા પ્રકારનો છે? એ પ્રકારની શંકામાં “તુલ્ય ક્રિયાવિશેષણ બતાવે છે- તુલ્ય છે સદેશ છે અર્થાત્ ભવના અને મોક્ષના હેતુઓ અસંખ્યાત લોકાકાશો પૂર્ણ એવા સંખ્યામાં સદશ છે. આશય એ છે કે સંસારના અને મોક્ષના બંનેના હેતુઓની સંખ્યાથી અસંખ્ય લોકાકાશો “પૂર્ણ છે, તેમ કહેવા છતાં “તુલ્ય” કેમ કહ્યું ? એમ શંકા થાય; કેમ કે પૂર્ણ કહેવાથી તુલ્યતાની પ્રાપ્તિ થઈ જાય છે. તેનો ઉત્તર આપતાં ટીકાકાર કહે છે કે ભવના હેતુઓથી અસંખ્યાત લોકાકાશો પૂર્ણ છે અને મોક્ષના હેતુઓથી પણ અસંખ્યાત લોકાકાશો પૂર્ણ છે. આમ છતાં તુલ્ય ન કહેવામાં આવે તો ભવના હેતુઓ કરતાં મોક્ષના હેતુઓમાં એક હેતુની ન્યૂનતા હોય અથવા મોક્ષના હેતુઓ કરતાં ભવના હેતુઓમાં એક હેતુની ન્યૂનતા હોય તો પણ અસંખ્યાત લોકાકાશો પૂર્ણ છે તેવો અર્થ થઈ શકે છે. જેમ ઋષભદેવ
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy