SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ / ગાથા : ૫૭ ગાથાર્થ : સમયમાં=શાસ્ત્રમાં, એક પણ=તુલ્ય પણ, પ્રાણીવધમાં, સુમહદ્ અંતર=ઘણું અંતર, કહેવાયું છે. એ રીતે જ=સમાન હિંસામાં અધ્યવસાયના ભેદથી ઘણો મોટો ભેદ છે એ રીતે જ, બહુ પ્રકારે પરિણામના ભેદથી નિર્જરારૂપ ફળભેદો છે. II૫૭ના ટીકા ઃ ‘સ્મિન્નપિ’ તુલ્યેઽપ પ્રાપ્તિવયે ‘વશિત’ પ્રતિપાતિ સુમહવત્તાં, વવ ? ‘સમયે’ સિદ્ધાન્ત, तथाहि - यथा द्वौ पुरुषौ प्राणिवधप्रवृत्तौ तयोश्च न तुल्यो बन्धो, यस्तत्रातीवसंक्लिष्टपरिणतिः स सप्तम्यां पृथिव्यामुत्पद्यते, अपरस्तु नातिसंक्लिष्टपरिणतिः स द्वितीयनरकादावपीति । इयं तावद्विसदृशता बन्धमङ्गीकृत्य इदानीं निर्जरामङ्गीकृत्य विशदृशतां दर्शयन्नाह एवमेव निर्जरा फलविशेषा अपि પરિનામવશાત્ ‘વવિધા' વહુપ્રારા વિશિષ્ટ-વિશિષ્ટત-વિશિષ્ટતમાઃ । (ઓય નિ. . ૧3) ભાવાર્થ :- સમાન હિંસા હોવા છતાં ભાવના ભેદથી કર્મબંધમાં ભેદ અને નિર્જરામાં ભેદ : ૭૫ બે પુરુષો સમાન હિંસા કરતા હોય, તેમાં એકને અતિસંક્લિષ્ટ પરિણામ થાય તો સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે, અને બીજાને તેવો અતિસંક્લિષ્ટ પરિણામ ન થાય, તેથી બીજી આદિ નરકમાં ઉત્પન્ન થાય છે. ઓઘનિર્યુક્તિ શાસ્ત્રના આ કથનથી નક્કી થાય છે કે બાહ્ય હિંસાના ભેદથી કર્મબંધની તરતમતા નથી, પરંતુ સમાન હિંસામાં પણ અધ્યવસાયના ભેદથી કર્મબંધરૂપ ફળમાં તરતમતા છે. એ રીતે કોઈ બે જીવો વિધિશુદ્ધ સમાન ધર્મઅનુષ્ઠાન કરતા હોય અને તેમાં સમાન હિંસા થતી હોય, તોપણ અધ્યવસાયના ભેદથી એકને તે ધર્માનુષ્ઠાનથી ઘણી નિર્જરા થાય છે તો બીજાને અલ્પ નિર્જરા થાય છે. તેથી નિર્જરારૂપ ફળની પ્રાપ્તિમાં પણ માત્ર બાહ્ય આચરણાઓ નિયામક નથી, પરંતુ તે બાહ્યઆચરણાજન્ય અધ્યવસાય નિયામક છે. તેથી જે અનુષ્ઠાનમાં બાહ્ય રીતે સમાન હિંસા થતી હોય તેવા પણ મોક્ષાર્થે કરાતા વિશુદ્ધ અનુષ્ઠાનમાં અધ્યવસાયના ભેદથી નિર્જરાનો ભેદ પડે છે. જે જીવો મોક્ષના અર્થી છે, વિધિશુદ્ધ અનુષ્ઠાન કરવાની ઇચ્છાવાળા છે અને કાંઈક વિધિમાં યત્ન પણ કરે છે, પરંતુ વિધિશુદ્ધ અનુષ્ઠાન કરી શકતા નથી, તેઓને જે નિર્જરા થાય છે તેના કરતાં જે જીવો તે અનુષ્ઠાન વિધિશુદ્ધ કરે છે તેમને વિશિષ્ટ નિર્જરા થાય છે; તો વળી અન્ય કોઈ જીવને તે અનુષ્ઠાન વિધિશુદ્ધ સમાન અધ્યવસાયના ભેદના કારણે વિશિષ્ટતર નિર્જરા થાય છે, તો વળી અન્ય કોઈ જીવને તે અનુષ્ઠાનતા વિધિશુદ્ધતા સમાન છતાં અધ્યવસાયના વિશેષ પ્રકર્ષના કારણે વિશિષ્ટતમ નિર્જરા થાય છે. આ કથનથી એ ફલિત થયું કે કર્મબંધ અને કર્મનિર્જરા પ્રત્યે અધ્યવસાય જ નિયામક છે, બાહ્ય આચરણા અધ્યવસાયને પેદા કરવાનું અવલંબનમાત્ર છે. આથી ગાથા-પ૬ માં કહ્યું કે ગૃહસ્થ અને સાધુ બન્નેની ગમનાદિની બાહ્ય આચરણા સમાન હોવા છતાં ગૃહસ્થ તે બાહ્ય આચરણાને અવલંબીને કર્મબંધને અનુકૂળ પરિણામ કરે છે તેથી કર્મબંધ થાય છે, અને તેની તે જ આચરણામાં સાધુનો અધ્યવસાય સંયમને અવલંબીને પ્રવર્તતો હોવાથી તેમને લેશપણ કર્મબંધ થતો નથી; કેમ કે સાધુની અને ગૃહસ્થની સમાન
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy