________________
શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરાથ સહિત
તેમાંજ ઉત્પન્ન થાય છે, અહિં નગરી એટલે મોટી રાજધાની, કે જેમાં અનેક ખીજા દેવ દેવીઓની પણ ઉત્પત્તિ છે, તે સવ દેવ દેવીઓનું સામ્રાજ્ય એ દેવ ભાગવે છે. અહિ જેમ હજારા ઘર અને લાખા મનુષ્યેાની વસ્તીવાળુ નગર કહેવાય છે, અને તેમાં તે નગરના રાજા પણ રહેતા હાય તેા રાજધાની કહેવાય છે, તેવી તે નગરીએ પણ અનેક પ્રાસાદોવાળી અને ક્રોડા ગમે તે દેવ દેવીઓના નિવાસવાળી છે, અને તે મહાનગરીને અધિપતિ પણ તે નગરીમાંજ સમધ્યભાગે રહે છે, તેનું ત્યાં અધિપતિપણું છે, અને અહિં પશુ અધિપતિપણુ છે. ત્યાં આખી નગરીના માલિક છે ત્યારે અહિં કોઈ આખા દ્વીપના તા કોઈ એક પતાદિનેાજ માલિક છે, એ પ્રમાણે શેષ અધિકારી દેવ દેવીએ માટે પણ જાણવું.
પુનઃ એ નગરીએ પણ અહિંની દિશાને અનુસારે છે, જેમ-જમૂદ્રીયના અનાદંતદેવ મેરૂપર્યંતની ઉત્તર દિશામાં છે, તેા તેની નગરી પણ તે ખીજા જમૂદ્રીપમાં ઉત્તરદિશાએજ છે, ભરતદેવની ભરત રાજધાની દક્ષિણ દિશામાં છે ઈત્યાદિ રીતે આઠ દિશાઓમાં યથાસ’ભવ રાજધાની છે.
હ
એ પ્રમાણે લવણ સમુદ્રના સ અધિકારી દેવાની રાજધાનીએ અહિંથી અસંખ્યાત દ્વીપસમુદ્ર વીત્યાખાદ જે ખીને લવણ સમુદ્ર આવે ત્યાં પોતપોતાની દિશામાં છે, ઇત્યાદિ રીતે ધાતકીખંડ વિગેરેના અધિપતિ દેવા માટે પણ જાણવું. ૫ ૨૦ ॥
અવતરળ:—પૂર્વ ગાથાઓમાં સામાન્યથી અસંખ્યાતા દ્વીપસમુદ્રોનુ સ્વરૂપ કહીને હવે તે સ માં પહેલા જ બુદ્વીપ છે તેનુ સ્વરૂપ કહેવાના પ્રસંગ છે, ત્યાં પ્રથમ એ જ મૂઠ્ઠીપ ૬ મહાન પવ તા અને તે વડે જૂદાં પડેલાં સાત મહાક્ષેત્રાથી વહેચાયેલા છે તે આ ગાથામાં સામાન્યથી કહે છે—
जंबूदीको छहिं कुलगिरिहिं सत्तर्हि तहेव वासेहि पुव्वावरदीहेहिं परिछिनो ते इमे कमसेो ॥ २१ ॥
શબ્દા—
વાસેન્દ્િ–વર્ષાવડે, ક્ષેત્રોવડે પુન્ન અવર—પૂર્વ પશ્ચિમ રીદેહિં દીવ, લાંખા
પરિજ઼િને-હેંચાયલા છે, વિભાગવાળા છે, તે-તે ક્ષેત્રો અને પ તા
મે–આ
મસે-અનુક્રમે
ગાથાર્થઃ—જ ખૂદ્વીપ પૂર્વ પશ્ચિમ દીર્ઘ એવા છ કુલગિરિ વડે તથા સાત ક્ષેત્રો વડે વહેંચાયલા છે, તે કુલગિરિએ તથા ક્ષેત્રો અનુક્રમે આ પ્રમાણે છે. ૨૧૫
વિસ્તરાર્થઃ-સુગમ છે—
અવતરણઃ—હવે આ ગાથામાં છ કુલગિરિનાં નામ કહે છે—