SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ દીપ-સમુદ્રોના જગતીનું વિશેષ સ્વરૂપ. એકાશી હજાર એક સો ઓગણચાલીસ (૧૫-૧૧૩૯ જન) છે તેમાંથી ૧૮ બાદ કરી ચારે ભાગતાં ૩૯૫૨૮૦ યોજન લવણસમુદ્રની જગતીન દ્વારનું પરસ્પર અખ્તર છે, તથા ધાતકી ખંડને પરિધિ ૪૧૧૦૯૬૧ જન છે, અને પૂર્વોક્ત વિધિ પ્રમાણે દ્વારનું અન્ડર ૧૦૨૭૭૩૫ જન ૩ ગાઉ છે, તેવી જ રીતે કાલેદધિને પરિધિ ૯૧૭૦૬૦૫ જન અને રીતિ પ્રમાણે દ્વારનું અન્તર ૨૨૯૨૬૪૬ જન ૩ ગાઉ છે. એ પ્રમાણે દરેક જગતીઓ ૧૮ યોજન ન્યૂનપરિધિના ચોથા ભાગ જેટલા દ્વારાન્તરવાળી છે, દ્વિીપસમુદ્રના વિસ્તાર વધતા જતા હોવાથી જગતીઓના પરિધિઓ પણ અધિક અધિક હોવાથી અહીં સર્વ જગતીઓના દ્વારનું અન્તર એકસરખું નથી. માટે જ કાલેદધિ સુધીની ચાર જગતીઓના દ્વારાન્તરનાં ઉદાહરણ ઉપર કહ્યાં છે. ૧ ૬ વિશેષણ–આઠ જન ઉંચા ચાર જન વિસ્તારવાળાં અને બે પડખે ગાઉ ગાઉની ભિત્તિયુક્ત દ્વારાવાળી એવી જગતીઓ વડે. અર્થાત્ જગતીનાં જે ચાર દ્વાર છે તે દરેક આઠ યોજન ઊંચા છે, ચાર જન પહોળાં છે, અને બે બાજુની બે બારશાખ એકેક ગાઉ પહોળી છે, તે પણ દ્વારનું જ અંગ હોવાથી દ્વાર તરીકે ગણાય છે, અને તે કારણથી જ આઠમા વિશેષણમાં દ્વારને કા જન વિસ્તારવાળું ગયું છે. ૨૦ મું વિશેષણ-પૂર્વાદિ દિશામાં મહદ્ધિકદેવનાં અને તેના દ્વારેનાં વિજય આદિ નામવાળી એવી જગતીઓ વડે. અર્થાત્ જગતીની પૂર્વ દિશામાં વિનય નામનું દ્વાર છે, અને તેના અધિપતિદેવનું નામ પણ વિજય છે, દક્ષિણ દિશાએ વિરયંત દ્વાર અને તેને અધિપતિ વિજયંત નામને દેવ છે, પશ્ચિમ દિશામાં નથંત નામનું દ્વાર અને તેને અધિપતિ જયંત નામનો દેવ છે, તથા ઉત્તરદિશામાં અવરાતિ નામનું દ્વાર છે, અને તેના અધિપતિદેવનું નામ પણ અપરાજિત છે, તેમજ એ ચારે વ્યન્તર. દે મહાદ્ધિવાળા છે અને તેઓની રાજધાની બીજા નંબૂઢીપમાં પિતાપિતાની દિશાઓમાં છે. - ૨૨ મું વિશેષણ—અનેક મણિમય દેહલી કપાટ અને પરિઘ આદિ દ્વારા ભાવાળી એવી જગતીઓ વડે. અર્થાત્ એ જગતીઓનાં જે ચાર દ્વાર કહ્યાં તે દરેક દ્વારને ઉંબરે છે, બે બે કમાડ છે, અને કમાડ બંધ રાખવાની ભેગળ છે, એ રીતે દ્વારનાં જે જે અંગ હાવાં જોઈએ તે તે સર્વ અંગની શોભાવાળાં દ્વાર છે. એ પ્રમાણે ૧૧ વિશેષણવાળી જગતીઓ વડે તે સર્વે અસંખ્યાતા દ્વીપસમુદ્રો વીટાયેલા છે, જેથી જગતીઓ પણ પચીસ કડાકડી ભૂમિ ઉદ્ધાર પલ્યોપમના સમયે જેટલી છે. આ જગતીઓનું અત્યંત સવિસ્તર સ્વરૂપ શ્રી જીવાભિગમજી શ્રીજંબુદ્વિપપજ્ઞપ્તિ આદિ સૂત્રોમાં અને વૃત્તિઓમાં કહ્યું છે ત્યાંથી જાણવા યોગ્ય છે. તે જગતિનું ચિત્ર–પાન ૨૯ ઉપર છે. અવતરણ –હવે આ ગાથામાં જગતી ઉપરની વેદિકાની બે બાજુનાં બે વનનું સ્વરૂપ કહે છે તે આ પ્રમાણે
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy